BHAVNAGAR : અલંગમાં કસ્ટમ અને DRIની મોટી કાર્યવાહી, 3 મોટા કાર્ગો શીપને સીઝ કર્યા, જાણો શું છે કારણ

|

Dec 21, 2021 | 11:24 PM

ALANG : ગુજરાત મેરીટાઇમ બોર્ડના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ત્રણેય વેપારી જહાજો છે અને તેમને કસ્ટમ્સ અને DRI દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે.

BHAVNAGAR : અલંગમાં કસ્ટમ અને DRIની મોટી કાર્યવાહી, 3 મોટા કાર્ગો શીપને સીઝ કર્યા, જાણો શું છે કારણ
Gujarat Customs and DRI seized three cargo ships at Alang Ship breaking Yard

Follow us on

BHAVNAGAR : ગુજરાતના ભાવનગર જિલ્લાના અલંગ શિપ-બ્રેકિંગ યાર્ડમાં તોડવા માટે લાવવામાં આવેલા ત્રણ માલવાહક જહાજો (કાર્ગો શીપ)ને બનાવટી દસ્તાવેજો સાથે કામ કરતા હોવાનું માલૂમ પડતાં કસ્ટમ્સ વિભાગ અને DRI દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે.

એમવી સી ગોલ્ડન, એમવી કોરલ અને એમવી હેરિયટ જહાજોને ભાવનગર એન્કરેજમાં રોકવામાં આવ્યા છે. જ્યારે સી ગોલ્ડન અને કોરલ 5 ડિસેમ્બરે અને હેરિયેટ 9 ડિસેમ્બરે આવ્યા હતા. ગુજરાત મેરીટાઇમ બોર્ડના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ત્રણેય વેપારી જહાજો છે અને તેમને કસ્ટમ્સ અને DRI દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે.

બનાવટી દસ્તાવેજો મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી
DRI દ્વારા અટકાયત કરાયેલ એમવી હેરિયેટ પર યુએનના પ્રતિબંધો છે અને તેના તમામ દસ્તાવેજો બનાવટી હોવાનું જણાયું હતું. કસ્ટમ્સ દ્વારા અટકાયતમાં લેવાયેલા અન્ય બે જહાજો પર ખોટો ઈન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઈઝેશન નંબર મળી આવ્યો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જોકે અધિકારીઓએ યુએનના પ્રતિબંધો અંગે વિસ્તૃત માહિતી આપી ન હતી, કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન બે માલવાહક જહાજોના IMO નંબર નકલી હોવાનું જણાયું હતું. કસ્ટમના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કસ્ટમ દ્વારા બે જહાજો જપ્ત કરવામાં આવ્યા છે. સી ગોલ્ડન અને કોરલના IMO નંબર પણ મેળ ખાતા નથી. આ જહાજો પણ હવે જપ્ત કરવામાં આવશે.

આ પણ વાંચો : જાણો ગુજરાતના યોગી દેવનાથ વિશે, જેમની સરખામણી યોગી આદિત્યનાથ સાથે થઇ રહી છે

આ પણ વાંચો : VARANASI : PM MODI અમૂલના મિલ્ક પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે, પ્લાન્ટથી 1 લાખ લોકોને મળશે રોજગારી

Published On - 11:23 pm, Tue, 21 December 21

Next Article