બોટાદનો લઠ્ઠાકાંડ: 40 રૂપિયાની પોટલી, 14 બુટલેગર અને 28 લોકોની જીંદગી સ્વાહા, પોલીસ FIR મુજબ શંકાસ્પદ કેમિકલમાં 98.71 અને 98.99 ટકા મિથાઈલ આલ્કોહોલની હાજરી !

|

Jul 26, 2022 | 2:46 PM

ગુજરાતના પોલીસ (Gujarat Police) વિભાગથી લઈને રાજ્યના રાજકારણમાં ગરમાટો લાવી દેનારા કથિત લઠ્ઠાકાંડ (Hooch Tragedy)ને લઈને દારૂબંધીના દાવા પર ફરી એકવાર મોટા સવાલ ઉભા થયા છે. જે રાજ્યનાં એક નાના તાલુકાના ગામમાં 28 લોકો એ પોતાની જીંદગી 40 રૂપિયામાં મોતને હવાલે કરી દીધી

બોટાદનો લઠ્ઠાકાંડ: 40 રૂપિયાની પોટલી, 14 બુટલેગર અને 28 લોકોની જીંદગી સ્વાહા, પોલીસ FIR મુજબ શંકાસ્પદ કેમિકલમાં 98.71 અને 98.99 ટકા મિથાઈલ આલ્કોહોલની હાજરી !
hooch tragedy 28 people killed , police FIR against 14 bootlegers

Follow us on

Botad Hooch Tragedy: IPC કલમ 302હત્યા માટે સજા. – જે કોઈ ખૂન કરે છે તેને મૃત્યુદંડ અથવા આજીવન કારાવાસની સજા અને દંડને પાત્ર થશે.

IPC 328અપરાધ કરવાના ઈરાદાથી ઝેર વગેરે વડે કોઈને નુક્શાન પોહચાડવુ..ભારતીય દંડ સંહિતાની કલમ 328 મુજબ, કોઈપણ ઝેર અથવા હર્બિસાઇડ, આવી વ્યક્તિ દ્વારા કોઈપણ નશાકારક અથવા બિનઆરોગ્યપ્રદ દવા અથવા અન્ય વસ્તુ આપવા અથવા લેવાનું કારણ બને છે, તેને દસ વર્ષ સુધી સજા લંબાવી શકે તેવી મુદત માટે કોઈપણ વર્ણનની કેદની સજા થશે, અને તે માટે નાણાકીય દંડ પણ કરી શકાય છે. 

120-B –કલમ 120(b) હેઠળનો ગુનો એ આવું કૃત્ય કરવા માટે પક્ષકારો વચ્ચેનો કરાર છે. જે કોઈ ગુનાહિત કાવતરાનો પક્ષ છે તેને મૃત્યુ અથવા આજીવન કેદની સજા થશે.

શિયાળામાં મગફળી સાથે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે ?
પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ
Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં

ગુનાનું સ્થળ-

રોજીદ ગામ, તાલુકો બરવાળા અને જિલ્લો બોટાદ..

ફરિયાદી-

બી જી વાળા પીએસઆઈ બરવાળા પોલીસ મથક

આરોપી-

ગજુ બહેન વડદરિયા , પિન્ટુ દેવીપૂજક , વિનોદ ઉર્ફે ફંટો કુમારખાણીયા , સંજય કુમારખાણીયા , હરેશ આંબલિયા , જટુભા લાલુભા , વિજય ઉર્ફે લાલો પઢીયાર , ભવાન નારાયણ , સન્ની રતિલાલ , નસીબ છના , રાજુ , અજિત કુમારખાણીયા , ભવાન રામુ , ચમન રસિક

પ્રથમ માહિતિ-

તે એવી રીતે કે આરોપીઓએ ભેગા મળીને ઈરાદાપૂર્વક આ ઝેરી કેમિકલ પીવાથી પીનારાનું મોત થશે તેવુ જાણવા છતા આ ઝેરી કેમિકલનું ઈરાદાપૂર્વક વેચાણ કરી દશ લોકોના મોત નિપજાવીને ગુનો કર્યો બાબત.

ગુજરાતના પોલીસ(Gujarat Police) વિભાગથી લઈને રાજ્યના રાજકારણમાં ગરમાટો લાવી દેનારા કથિત લઠ્ઠાકાંડને (Hooch Tragedy) લઈને દારૂબંધી (Prohibition)ના દાવા પર ફરી એકવાર મોટા સવાલ ઉભા થયા છે. જે રાજ્યનાં એક નાના તાલુકાના ગામમાં 28 લોકો એ પોતાની જીંદગી 40 રૂપિયામાં મોતને હવાલે કરી દીધી હોય તો તેનાથી મોટી શરમજનક ઘટના કઈ હોઈ શકે? છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા આ ઘટનાક્રમ વચ્ચે હવે પોલીસ જાતે ફરિયાદી બની છે અને ગુનેગારોને ઝડપીને ઘટનાની ગંભીરતા તે સમજી રહી છે તેમ બતાવી પણ રહી છે અને વર્તી પણ રહી છે. રાજ્યના પોલીસ વડાથી લઈ ગૃહપ્રધાન અને મુખ્યપ્રધાન પણ ઘટનાના તાર ઉકેલવામાં લાગી પડ્યા છે. ભારે રાજકીય દબાણ અને આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે રાજ્ય સરકારે ફેક્ટ ફાઈન્ડિંગ સમિતિની રચના કરી ચુકી છે અને તે સત્ય બહાર લાવવામાં મદદ કરશે તેમ જણાવવામાં આવી રહ્યુ છે.

પોલીસ ફરિયાદ

બધા વચ્ચે પોલીસ દ્વારા નોંધવામાં આવેલી FIR હવે બહાર આવી છે અને પોલીસે ત્રણ મહત્વની કલમ હેઠળ ગામ અને આજુબાજુના 14 બુટલેગર સામે ફરિયાદ નોંધી છે અને 10 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. ફરિયાદી પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવેલી વિગતો મુજબ બરવાળા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાને આધારે લાગ્યુ કે બનાવ શંકાસ્પદ છે અને આ અંગે ઉચ્ચે અધિકારીમે જાણ કરી હતી જેના આધારે કોમ્બીંગની સુચના મળી હતી. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે મરણજનાર વ્યક્તિએ લોકલ ગજુબેનને ત્યા દારૂ પીવા ગયેલા અને મરણ ગયા હતા જે બાદ ગજુ બેનને ત્યાં તપાસ કરતા પ્રવાહી મળી આવ્યુ હતું અને તેને સેમ્પલ તરીકે કબ્જે લઈ તપાસ માટે મોકલવામાં આવ્યુ હતું.

ઝેરી પ્રવાહી અને મોતના સોદાગર

40 રૂપિયાની બે પોટલી તેમને ત્યાંથી ખરીદ કરવામાં આવી હોવાનો પણ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પીન્ટુ દેવી પૂજક પાસેથી રોજીદ ગામે જઈને 20 લીટર જેટલુ પ્રવાહી 2000 રૂપિયાને આપીને ખરીદવામાં આવ્યુ હતું તેમાંથી 12 લીટર કેમિકલમાં પાણી ભેળવીને તેમાંથી પોટલી બનાવીને હીજા દશ લોકોને વેચી હતી. આ તમામને પૃથક્કરણ માટે FSLમાં મોકલી આપવામાં આવ્યુ હતું. આ કેમિકલ લેનાર અને આપનારાના તરીકે પિન્ટુએ કબુલાત કરીહતી કે જેણે ગજુ બેનને કેમિકલ તો આપ્યુ જ હતુ પણ તે વિનોદ, સંજય અને હરેશ વાળા નામના ઈસમોએ તેને લાવી આપ્યુ હતું અને આ ત્રણેયને વ્યક્તિઓને છકડામાં આવીને અમદાવાદના રાજુ નામના વ્યક્તિએ 600 લિટર પ્રવાહી કેમિકલ લાવી આપ્યુ હતુ જે તેમણે કારબામાં વહેચી લીધુ હતુ

ગાંધીનગર FSLનો અહેવાલ ચોંકાવનારો

અમદાવાદથી શરૂ થયેલો કેમિકલ વહેચણીનો ખેલ ના માત્ર રોજીદ ગામમાં જઈને અટક્યો પરંતુ રાણપુરના ચંદરવા અને દવગાણા સુધી પહોચ્યો છે. મોતનો આંકડો 28ને પાર થઈ ચુક્યો છે અને ગાંધીનગર ખાતે ડીજીપી આશિષ ભાટીયાએ પણ જણાવ્યુ કે રોજિંદા, ચોકડી ગામ માં કેમિકલ પીધો હોવાની વાત આવી હતી અને 460 લીટર કેમિકલ કબજે કરાયું છે. જયેશ ઉર્ફે રાજુ નામના વ્યક્તિને લઈ ખુલાસો કર્યો કે તે અસલાલી ગોડાઉન માં કામ કરે છે અને 22 જુલાઈએ 600 લીટર મિથાઈલ આલ્કોહોલ સપ્લાય કર્યું હતુ. અત્યાર સુધી 28 લોકો ના મોત થયા છે. FSLમાં મોકલવામાં આવેલા પ્રવાહીના રિપોર્ટ મુજબ મિથાઈલ આલ્કોહોલની હાજરી 98.71% અને 98.99% જોવા મળી હતી જે મોટી ચોંકાવનારી વાત છે.

આ મુદ્દે હવે તપાસનો ધમધમાટ જોર પકડી રહ્યો છે અને ગુજરાતનો કથિત લઠ્ઠાકાંડ દિલ્હી સુધી પહોચ્યો છે ત્યારે સામી ચૂંટણીએ ગુજરાત સરકારના માથે આવી પડેલી આ આફત સામે કઈ રીતે નિર્ણય લેવામા આવે છે તે ટૂંક સમયમાં ખબર પડી જશે.

Next Article