ભાવનગર મહાનગરપાલિકાની પાસે સિવિલ વર્કના મટિરિયલ્સના તમામ ટેસ્ટિંગ થઈ શકે તેવી લેબોરેટરી છે પણ શરૂ થઇ રહી નથી, જેને કારણે આ ટેસ્ટિંગ ખાનગી લેબોરેટરીમાં કરાવવા પડતા હોય છે. સિવિલ વર્કના તમામ ટેસ્ટિંગ થઈ શકે તે માટે મનપા તંત્ર એ BADA ની ઓફીસ ની બાજુમાં લેબ ટેસ્ટ બિલ્ડીંગ પણ બનાવી દીધું, સમગ્ર સાધનો પણ આવી ગયા છે. પરંતુ કોઈ કારણોસર આ બિલ્ડીંગની રીબીન નથી કપાણી, જેને કારણે ના છૂટકે મનપાને મોટા પૈસા ચૂકવીને ખાનગી લેબોરેટરીમાં સિવિલવર્ક ના કામોનું લેબોરેટરી ટેસ્ટ કરવા મજબુર બનવું પડી રહ્યું છે.
સરકારી તંત્રમાં મોટાભાગના કામ સમયસર થતા નથી, જેના પગલે ઘણી મૂશ્કેલીઓ ઉભી થતી હોય છે, આવુ જ ચિત્ર હાલ ભાવનગર મહાપાલિકામાં જોવા મળી રહ્યું છે. ભાવનગર મહાપાલિકામાં સીવીલ વર્ક જેમાં નવા બનતા રોડ, બિલ્ડીંગના મટીરીયલ્સના તમામ ટેસ્ટીંગ થઈ શકે તે માટે લાંબા સમયથી લેબોરેટરીનુ કામ શરૂ છે. પરંતુ આયોજનના અભાવે લેબોરેટરી શરૂ થઈ શકી નથી, હાલ જ શહેરમાં બનતા નવા વ્હાઇટ રોડના ખાનગી લેબ રિપોર્ટમાં પણ વિસંગતતા આવી હતી. જેથી મનપા એ પોતાની લેબ શરૂ કરવી અતિ જરૂરી છે. જેથી નબળી ગુણવત્તાની કામગીરીના થઇ શકે, મહાપાલિકા પાસે સિવીલ વર્કના મટીરીયલ્સના તમામ ટેસ્ટીંગ થઈ શકે તેવી લેબોરેટરી છે.
થોડા સમય પહેલા જ 90 લાખના ખર્ચે લેબની મશીનરી લાવવામાં આવેલી છે અને 40 લાખના ખર્ચે નવી લેબનું બિલ્ડીંગ પણ બનાવવામાં આવેલુ છે. હાલમાં મનપા પાસે આધુનિક લેબ તૈયાર છે. પરંતુ લેબનું ઉદ્ઘાટન નહિ થતા લેબોરેટરી શરૂ થઈ નથી, તેથી મહાપાલિકાએ સીવીલ વર્કના મટીરીયલ્સના તમામ ટેસ્ટીંગ હજુ બહાર કરાવવા પડી રહ્યા છે.
આ લેબોરેટરી ઝડપથી શરૂ થાય તેવુ આયોજન કરવા કમિશનરે આદેશ કર્યો છે. લેબોરેટરી ચાલુ જુલાઈ માસના અંત સુધીમાં શરૂ થઈ જશે તેવો દાવો સ્ટેન્ડિંગ ચેરમેને કર્યો છે. હવે લેબોરેટરી કયારે શરૂ થાય છે? તેની રાહ જોવી રહી. હાલ લેબોરેટરી શરૂ નહીં થતા મહાપાલિકાએ સીવીલ વર્કના મટીરીયલ્સના તમામ ટેસ્ટીંગ ખાનગી લેબોરેટરીમાં કરાવવા પડી રહ્યા છે. ભાવનગર મહાનગરપાલિકા પાસે હાલ સિવિલ વર્કના મટીરીયલ્સના ટેસ્ટીંગ માટેની લેબોરેટરી નથી તેથી ખાનગી લેબોરેટરીમાં રીપોર્ટ કરાવવા પડતા હોય છે. તાજેતરમાં ખાનગી લેબોરેટરીમાં વ્હાઈટ ટોપિંગ રોડના બે રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા અને આ બે રિપોર્ટમાં વિસંગતતા જોવા મળી હતી તેથી લેબોરેટરીના સંચાલકને મહાપાલિકાના કમિશનરે લેખિતમાં ખુલાસો પુછયો છે. મનપાની લેબોરેટરી શરૂ થશે ત્યારે ખાનગી લેબોરેટરીમાં રિપોર્ટ કરાવવા ના પડે તે હેતુથી મનપાના સ્ટેડિંગ કમિટીના ચેરમેનને આ બિલ્ડીંગને તત્કાલ શરૂ કરવાની ખાત્રી આપી છે. હાલ તો આ લેબોરેટરી અને તેમાં રહેલા સાધનો પણ ધૂળ ખાઈ રહ્યા છે.