ભાવનગર : સિંહોર પાસે બે શખ્સોને જાહેરમાં માર મારવામાં આવ્યો, પોલીસે હુમલો કરનાર શખ્સોની શોધખોળ હાથ ધરી

લાકડા ખાલી કરવા બાબતે તકરાર થઈ હતી. બે વ્યક્તિ અને હુમલો કરનારા શખ્સો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, ત્યારબાદ ત્રણથી ચાર શખ્સોએ બંનેને લાકડી વડે માર માર્યો હતો.

ભાવનગર : સિંહોર પાસે બે શખ્સોને જાહેરમાં માર મારવામાં આવ્યો, પોલીસે હુમલો કરનાર શખ્સોની શોધખોળ હાથ ધરી
GIDC workers clash over petty issues in Bhavnagar
| Edited By: | Updated on: Jan 23, 2023 | 8:35 AM

ભાવનગરના સિહોર નજીક ધાંધળી GIDCમાં બે વ્યક્તિને જાહેરમાં માર મારવામાં આવ્યો. લાકડા ખાલી કરવા બાબતે તકરાર થઈ હતી. બે વ્યક્તિ અને હુમલો કરનારા શખ્સો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, ત્યારબાદ ત્રણથી ચાર શખ્સોએ બંનેને લાકડી વડે માર માર્યો હતો. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે કેટલાક શખ્સો બે વ્યક્તિઓને લાકડી વડે ઢોરમાર મારે છે. ઘટનાને લઈ સિહોર પોલીસે હુમલો કરનારા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

લાકડા ખાલી કરવા બાબતે થઈ હતી તકરાર

એક દિવસ પહેલા વડોદરામાં એક વ્યક્તિને બાંધીને માર મારતો વીડિયો વાયરલ થયો હતો. વડોદરાના વિજય વાડી વિસ્તારની આ ઘટના છે.દારૂની પોટલીઓ ફેંકવાને લઈ બે પાડોશીઓ વચ્ચે બબાલ થઈ. જેમાં હસમુખ રોહિત નામના રીક્ષા ચાલકને માર મારવામાં આવ્યો. હસમુખે દારૂની પોટલી ફેંકવાને લઈ પાડોશીને ઠપકો આપ્યો હતો.જેની અદાવત રાખી દિપક પરમાર નામના આરોપી અને તેનો આખો પરિવાર આ રિક્ષા ચાલક પર તૂટી પડ્યો હતો. પોલીસે સમગ્ર કેસમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Published On - 7:37 am, Mon, 23 January 23