ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારને અશાંતધારા હેઠળ આવરી લેવાતા ભાવેણાવાસીઓની 18 વર્ષની માગણીનો આવ્યો સુખદ અંત- જુઓ Video

|

Feb 28, 2024 | 6:58 PM

ભાવનગરના લોકોની 17- 18 વર્ષની માગણીનો અંત આવ્યો છે અને ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારને આખરે અશાંતધારા હેઠળ સમાવી લેવામાં આવ્યો છે. આ અંગે લાંબા સમયથી હિંદુ સંગઠનો, વિશ્વ હિંદુ પરિષદ અને અશાંત ધારા સમિતિ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા. રાજ્ય સરકારના આ નિર્ણયને હિંદુ સંગઠનોએ ફટાકડા ફોડી હર્ષભેર વધાવ્યો છે.

ભાવનગરના ભગા તળાવ, બોરડી ગેટ, પ્રભુદાસ તળાવ, ગીતા ચોક, ડોન ચોક, ડેરી રોડ, મુનિ ડેરી, તિલક નગર, જૂની માણેકવાડી, નવી માણેકવાડી, આનંદનગર, ક્રેસન્ટ, મેઘાણી સર્કલ, આંબાવાડી, ઘોઘા સર્કલ, સરદાર નગર, ભરત નગર, કરચલિયા પરા અને શિવાજી સર્કલ સહિતના વિસ્તારો અશાંત ધારા હેઠળ સમાવવામાં આવતા ત્યાં કોઇ પણ પ્રકારની મિલકતના ખરીદ-વેચાણ માટે કલેક્ટરની મંજૂરી લેવી આવશ્યક છે. છેલ્લા અઢી દાયકાથી હિન્દુ સંગઠનો ભાવનગરના અમુક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ પાડવાની માગ કરી રહ્યા હતા. આ માટે અશાંતધારા નાગરિક સમિતિ પણ બનાવવામાં આવી હતી. જેણે અનેકવાર કલેકટરને અશાંત ધારો લાગુ કરવા રજૂઆત કરી હતી.

ભાવનગરના ગીતા ચોક અને દેવુ બાગ સહિતના અનેક પોશ વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા મિલકતો ભાડે અથવા તો વેચાતી લેવાનો સતત વિરોધ થઇ રહ્યો હતો . વિધર્મીઓ હિન્દુ વિસ્તારમાં અમુક મકાનો ખરીદી તેની ઊંચી રકમ ચૂકવે છે. ત્યારબાદ હિન્દુ લોકોને માનસિક ત્રાસ આપી મકાનો વેચવા માટે મજબૂર કરે છે તેવો હિન્દુ સંગઠનોનો આક્ષેપ હતો.

ભાવેણાવાસીઓની છેલ્લા 18 વર્ષની માગનો આવ્યો સુખદ અંત

ભાવનગરમાં છેલ્લા 18થી 20 વર્ષથી વિશ્વ હિંદુ પરિષદ અને વિવિધ સંગઠનો સતત માગ કરી રહ્યા હતા. મિલકતોને લઈને અનેક એવા સવાલ ઉભા થયા હતા કે જેને લઈને સમસ્યા આવી રહી હતી. આ અંગે અનેકવાર સરકાર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી હતી. સાત મહિના પહેલા પૂર્વ વિધાનસભા સીટ પર મોટાભાગના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ થઈ ચુક્યો હતો પરંતુ પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં એ લાગુ કરી શકાયો ન હતો. પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય, તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના સતત પ્રયત્નોથી અશાંત ધારો લાગુ થઈ ચુક્યો છે. રાજ્ય સરકારે આ નિર્ણય લેતા ભાવેણાવાસીઓએ આ નિર્ણયને વધાવ્યો છે.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

અશાંતધારા નાગરિક સમિતિએ રાજ્યસરકારના નિર્ણયને વધાવ્યો

આપને જણાવી દઈએ કે હાલ લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. ત્યારે લોકોની એવી લાગણી અને માગણી હતી કે ચૂંટણીની આચારસંહિતા અમલી થાય તે પહેલા આ નિર્ણય લેવાય જાય. આ અંગે ખાસ કરીને અશાંતધારા નાગરિક સમિતિ બનાવવામાં આવી હતી જે સતત કેટલાય સમયથી આ અંગે લડત ચલાવી રહી હતી. જેમા વિશ્વ હિંદુ પરિષદ અને હિંદુ સંગઠનો પણ સતત પ્રયત્નશીલ હતા.

ભાવનગર પશ્ચિમ વિધાનસભાનો અત્યંત મોટો વિસ્તાર જ્યા સાચા અર્થમાં જરૂર હતી. લોકોને અન્યાય ન થાય મિલક્તોના સવાલો ઉભા ન થાય અને લોકો શાંતિ પૂર્વક રહે તે માટેનો એક મોટો પ્રયત્ન સફળ થયો છે. આ સિવાય પૂર્વના પણ કેટલાક બાકી વિસ્તારોને અશાંતધારા હેઠળ આવરી લેવાયા છે તેને લઈને ભાવેણાના હિંદુ સંગઠનો દ્વારા ફટાકડા ફોડી આ નિર્ણયને વધાવવામાં આવ્યો છે.

Next Article