કૃષિ અને ટેકનોલોજીનો સમન્વય, ભાવનગરમાં ડ્રોન દ્વારા પાક પર નેનો યુરીયાનો છંટકાવ, જુઓ વિડીયો

| Edited By: | Updated on: Oct 04, 2021 | 10:48 PM

1 ઓક્ટોબરે પ્રથમ વખત ગુજરાતના ભાવનગરમાં ડ્રોનથી નેનો લિક્વિડ યુરિયા (ગુજરાત નેનો યુરિયા સ્પ્રે) ના છંટકાવનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

BHAVNAGAR : કૃષિ ક્ષેત્રે વિશ્વમાં ભારતે મોટી સિદ્ધિ મેળવી છે. વિશ્વમાં પ્રથમવાર ભારતમાં ડ્રોન દ્વારા નેનો યુરિયા ખાતરનો છંટકાવ કરવામાં આવ્યો છે. ભાવનગરમાં ડ્રોન દ્વારા યુરિયા ખાતરના છંટકાવનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે. આ સાથે જ વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાની દિશામાં ભારતમાં મોટી પહેલ કરવામાં આવી છે. વિશ્વમાં પ્રથમવાર કૃષિમાં ટેક્નોલોજીનો સમન્વય કરવામાં આવ્યો છે.

1 ઓક્ટોબરે પ્રથમ વખત ગુજરાતના ભાવનગરમાં ડ્રોનથી નેનો લિક્વિડ યુરિયા (ગુજરાત નેનો યુરિયા સ્પ્રે) ના છંટકાવનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય રસાયણ મંત્રી મનસુખ માંડવિયાની સાથે કેટલાક ખેડૂતો પણ આ પરીક્ષણમાં ઉપસ્થિત રહ્યા હતા. થોડા મહિના પહેલા ઇફકોએ નેનો લિક્વિડ યુરિયા બનાવ્યું હતું. મનસુખ માંડવિયાએ તેના છંટકાવની ડ્રોન ટ્રાયલને મોટી સિદ્ધિ ગણાવી છે.તેમણે કહ્યું કે ભારત નેનો યુરિયાનું વ્યાપારી રીતે ઉત્પાદન કરનારો પ્રથમ દેશ બની ગયો છે.

કેન્દ્રીય રસાયણ મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે આજે માત્ર નેનો યુરિયા જ ભારતમાં મોટા પાયે ઉત્પન્ન થઇ રહ્યું છે ખેડૂતો આ નવી ટેકનોલોજી અપનાવી રહ્યા છે તે પણ ખુશીની વાત છે. તેમણે કહ્યું કે જૂનમાં ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં નેનો યુરિયાની 50 લાખથી વધુ બોટલનું ઉત્પાદન થયું છે. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે દેશમાં દરરોજ 1 લાખથી વધુ નેનો યુરિયાનું ઉત્પાદન થઈ રહ્યું છે.

આ પણ જણાવો : SURAT : એલ.પી.સવાણી સ્કૂલમાં 3 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, શાળાને 7 દિવસ માટે બંધ કરવામાં આવી

આપણ વાંચો : AMRELI : બાબરા APMCમાં એક જ દિવસમાં 7000 મણ કપાસની આવક, સારા ભાવ મળતા ખેડૂતોમાં આનંદ