ભાવનગર મહાનગરપાલિકાના (Bhavnagar Municipal Corporation) વિવિધ વિકાસ કામો (development works )માટે 104 કરોડ રૂપિયાની ફાળવણીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) મંજૂરી આપવામાં આવી છે. મહાનગરના આઉટગ્રોથ વિસ્તારમાં રસ્તાના 13 કામો માટે રૂ. 10.07 કરોડ તથા મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે રૂ. 11.53 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ભાવનગર મહાનગરપાલિકાને (Bhavnagar Municipal Corporation) વિવિધ વિકાસ કામો માટે 104.06 કરોડ રૂપિયાની ફાળવણી માટે મંજૂરી આપી છે. ભાવનગર મહાપાલિકાએ આ કામો માટે શહેરી વિકાસ વિભાગને કરેલી દરખાસ્તોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
(CM Bhupendra Patel) મુખ્યમંત્રીએ ભાવનગર મહાનગરપાલિકામાં (Bhavnagar Municipal Corporation) રસ્તાઓના આર.સી.સી કામો, પેવર તથા રિકાર્પેટ કરવાના અને પેવીંગ બ્લોક નાખવાના કામો સાથોસાથ ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોના રિપેરીંગ એમ કુલ 7 કામો માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી રૂપિયા 11.53 કરોડની ફાળવણી માટે અનુમોદન આપ્યું છે. ભાવનગર મહાનગરના (Bhavnagar Municipal Corporation) આઉટગ્રોથ વિસ્તારોના 13 જેટલા માર્ગોના કામો માટે રૂ. 10.07 કરોડ ફાળવવાની પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
એટલું જ નહિ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (Urban Development Plan )અંતર્ગત ભૌતિક આંતર માળખાકીય સુવિધાના 64 કામો જેમાં પાણી પુરવઠા, શહેરી પરિવહન, પેવર રોડ વગેરે માટે અને સામાજિક માળખાકીય સુવિધાઓના 20 કામો માટે એમ કુલ 84 વિકાસ કામો માટે કુલ 82.46 કરોડ રૂપિયા ફાળવવાની પણ તેમણે મંજૂરી આપી છે. આ વિકાસ કામોનો સમગ્ર ભાવનગર મહાનગરની 6.49 લાખની જનસંખ્યાને લાભ મળશે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર મહાનગરપાલિકામાં રસ્તાઓના વિવિધ 7 કામો માટે ₹11.53 કરોડ, આઉટગ્રોથ વિસ્તારોના 13 જેટલા માર્ગોના કામો માટે ₹10.07 કરોડ તથા આંતરમાળખાકીય સુવિધાઓના 84 કામો માટે ₹82.46 કરોડ એમ કુલ ₹104.06 કરોડ રૂપિયાની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. pic.twitter.com/IzDSnakYUC
— CMO Gujarat (@CMOGuj) January 4, 2022
આ પણ વાંચો : ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓને રાહત: ગાંધીનગર બાદ પાટણમાં રાજ્યની બીજી ઓમિક્રોન ટેસ્ટિંગ લેબ તૈયાર