Breaking News: ભાવનગર ડમીકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, કુલ 44 આરોપી ઝડપાયા

ભાવનગર ડમીકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે . જેના પગલે એફઆઇઆરમાં નોંધાયેલા 22 અને અન્ય 22 સહિત અત્યાર સુધી કુલ કુલ 44 આરોપી ઝડપાયા છે.

Breaking News: ભાવનગર ડમીકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, કુલ 44 આરોપી ઝડપાયા
Bhavnagar Dummy Kand
| Edited By: | Updated on: May 16, 2023 | 8:34 AM

ભાવનગર(Bhavnagar)  ડમીકાંડમાં(Dummy Kand)  વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે . જેના પગલે એફઆઇઆરમાં નોંધાયેલા 22 અને અન્ય 22 સહિત અત્યાર સુધી કુલ કુલ 44 આરોપી ઝડપાયા છે. જેમાં એસ.ઓ.જી ક્રાઇમે ડમીકાંડના વધુ એક આરોપીને ઝડપ્યો છે. જેમાં પોલીસે ભગીરથભાઇ અમૃતભાઇ પંડયા ઉ.વ.૨૮ ધંધો પ્રાઇવેટ નોકરી રહે.પ્લોટ વિસ્તાર ઘાટલવાળા તા.તળાજા જિ.ભાવનગર ની ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ભાવનગરમાંડમી કાંડનીતપાસમાં વધુ એક આરોપીનું નામ ખુલ્યું  હતું.પોલીસે વધુ એક ડમી ઉમેદવારની ધરપકડ કરી  હતી .તળાજા તાલુકાના તરસરા ગામના મનોજ બારૈયા નામના ડમી ઉમેદવારની પોલીસે ધરપકડ કરી  હતી.

આ પણ વાંચો : Surat : સચિન તેંડુલકરની સહી વાળું બેટ ઓકશનમાં મુકાયું, બેટ પર લાગી આટલા લાખની બોલી

આ પૂર્વે ભાવનગર ડમીકાંડ કેસમાં SOG એ વધુ બે આરોપીની ધરપકડ કરી  હતી . જેમાં આરોપી તરીકે 2 સગાભાઈઓની ધરપકડ કરાઈ  હતી .આરોપી દિનેશ પંડ્યા બગદાણા પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી તરીકે કાર્યરત છે..દિનેશ પંડયા અને તેનો ભાઈ ભદ્રેશ પંડ્યાની ધરપકડ થઈ હતી.

ગુજરાતના અને ભાવનગર  જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:29 am, Tue, 16 May 23