ભાવનગરના વલભીપુર તાલુકાના મેવાસા ગામ નજીક ટ્રક પલટી જતા ટ્રક નીચે અનેક લોકો દબાયા હતા. મેવાસા ગામ તરફથી લીલો ઘાસચારો ભરેલી ટ્રક વલભીપુર તરફ આવી રહ્યો હતો એ સમયે ટ્રકે પલટી મારી હતી. આ ટ્રક પલટી જતા 6 લોકોના ટ્રક નીચે દબાઈ જવાથી મોત થયા હોવાની જાણકારી મળી રહી છે. ઘાસચારો ભરેલી ટ્રકમાં 12થી 14 મજૂરો સવાર હતા.
ઘટનાની જાણ થતા જ વલભીપુર તાલુકા પંથકની 108 સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. જે રીતે ટ્રક પલટી તેને જોતા મૃત્યુઆંક વધવાની પણ આશંકા સેવાઈ રહી છે.
Truck overturns near Mevasa village , 6 feared dead | #Bhavnagar #Gujarat pic.twitter.com/Bbk6Cz317r
— Tv9 Gujarati (@tv9gujarati) March 30, 2023
આ પણ વાંચો: જમીનદોસ્ત થયા મકાનો, ટ્રકો પલટી ગઈ, અમેરિકાનું મિસિસિપી તોફાન બાદ ખંડેર બન્યું, જુઓ Photos
પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનિસાર મેવાસા ગામથી વલભીપુર તરફ કડબ ભરીને ટ્રક આવી રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રકનું ટાયર ફાટતા ટ્રક નાળા નીચે ખાબક્યો હતો. આ દુર્ઘટનામાં ઘટનાસ્થળે જ દબાઈ જવાથી મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં મોત થયુ છે. ટ્રકમાં 14 જેટલા લોકો સવાર હતા. મૃતકો સિવાયના તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આઈસર ગાડી બોટાદની હોવાની માહિતી મળી રહી છે.
મૃતકોના નામ
1. નવઘણભાઈ ગભરૂભાઈ રાઠોડ ઉં.21
2. કવાભાઈ ભીખાભાઈ મકવાણા ઉ.45
3. સિતુભાઈ દાનાભાઈ ચૌહાણ ઉ.51
4. અલ્પેશભાઈ સવશીભાઈ વેગડ ઉ.22
5. મનીબેન ગભરૂભાઈ રાઠોડ
6. કોમલબેન મનસુખભાઈ રાઠોડ
ઘટનાને પગલે વલભીપુર તાલુકા હોસ્પિટલ ખાતે રાજકીય નેતાઓ અને આગેવાનો દોડી આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 6 લોકોના મોત નિપજતા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સામૂહિક આરોગ્ય કેન્દ્ર વલભીપુર ખાતે દોડી આવ્યો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 2:53 pm, Thu, 30 March 23