Breaking News: ભાવનગર ડમીકાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે 1 કરોડની ખંડણીનો નોંધાયો ગુનો, વીડિયો ચેટ, સ્ક્રીન શોટના આધારે કાર્યવાહી

|

Apr 21, 2023 | 10:02 PM

Bhavnagar: ભાવનગર ડમીકાંડમાં યુવરાજસિંહ સામે નામ જાહેર ન કરવા માટે 1 કરોડની ખંડણી માગવાનો ગુનો નોંધાયો છે. રેન્જ આઈજી ગૌતમ પરમારે આ અંગે જણાવ્યુ કે તેમની વીડિયો ચેટ, સ્ક્રીન શોટના આધારે કાર્યવાહી કરવામાંઆવી છે.

Breaking News: ભાવનગર ડમીકાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે 1 કરોડની ખંડણીનો નોંધાયો ગુનો, વીડિયો ચેટ, સ્ક્રીન શોટના આધારે કાર્યવાહી

Follow us on

ભાવનગર ડમી ઉમેદવાર કૌભાંડ મામલે પોલીસે સૌથી મોટી કાર્યવાહી કરી છે. ડમી કાંડ મામલે પોલીસે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી છે. ભાવનગર SOG કચેરી ખાતે પોલીસ દ્વારા યુવરાજસિંહની અંદાજે 9 કલાક સુધી મેરેથોન પૂછપરછ કરવામાં આવી. જે બાદ યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી. ડમી કાંડમાં યુવરાજસિંહ પર 1 કરોડ રૂપિયા લેવાનો ગંભીર આરોપ મુકવામાં આવ્યો છે. જેને લઇને યુવરાજસિંહ ઉપરાંત તેમના સાથીદારો વિરૂદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમામ વિરૂદ્ધ ખંડણી ઉઘરાવવી તેમજ ગુનાહિત કાવતરું રચવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. ભાવનગરના રેન્જ આઇજી ગૌતમ પરમારે ડમી કૌભાંડમાં યુવરાજ તેમજ તેના સગાં-સંબંધીઓ અને સાથીદારોની સંડોવણી અંગે ખુલાસો કર્યો.

યુવરાજસિંહ સામે 1 કરોડની ખંડણી માગવાનો ગુનો નોંધાયો- રેન્જ આઈજી ગૌતમ પરમાર

ભાવનગર ડમીકાંડમાં યુવરાજસિંહની ધરપકડ કરી લેવાઈ છે. યુવરાજની ધરપકડ બાદ ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી. રેન્જ આઈજીના જણાવ્યા મુજબ ડમીકાંડમાં યુવરાજસિંહ સામે નામ જાહેર ન કરવા માટે 1 કરોડની ખંડણી માગવાનો ગુનો નોંધાયો છે. રેન્જ આઈજી ગૌતમ પરમારે આ અંગે જણાવ્યુ કે યુવરાજે આપેલી માહિતીનું વેરિફિકેશન કરાશે. યુવરાજ અને તેમના માણસોએ પ્રદિપ અને પ્રકાશ પાસેથી 1 કરોડ રૂપિયા લીધા હતા.

આ પણ વાંચો: Breaking News: ભાવનગર ડમીકાંડમાં મેરેથોન પૂછપરછ બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની કરાઈ ધરપકડ

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

રૂપિયા મળ્યા બાદ યુવરાજે પ્રેસ કોન્ફરન્સમાં પ્રદિપરનું નામ જાહેર આપ્યુ ન હતુ- રેન્જ આઈજી ગૌતમ પરમાર

વધુમાં રેન્જ આઈજી ગૌતમ પરમારે જણાવ્યુ કે યુવરાજે બે વ્યક્તિઓ પાસેથી બળજબરીથી 1 કરોડ લીધા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ વિરુદ્ધ ભાવનગરમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.ડમીકાંડમાં યુવરાજે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં રૂપિયા મળ્યા બાદ પ્રદીપનું નામ આપ્યુ ન હતુ. તેમ પણ રેન્જ આઈજી ગૌતમ પરમારે જણાવ્યુ હતુ.

યુવરાજસિંહની મેરેથોન પૂછપરછ બાદ કરાઈ ધરપકડ

ભાવનગરમાં ડમી ઉમેદવાર કૌભાંડ મામલે પોલીસ દ્વારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી. ડમી કૌભાંડ મુદ્દે યુવરાજસિંહ બપોરે 12 વાગ્યે SOG કચેરીમાં હાજર થયા હતા. જે બાદ પોલીસ અધિકારીઓ દ્વારા યુવરાજસિંહનું નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. આ દરમ્યાન યુવરાજસિંહે ડમી કાંડમાં સંકળાયેલા વધુ 30 જેટલા નામો પોલીસ સમક્ષ રજૂ કર્યા.

યુવરાજના નજીકના બિપીન ત્રિવેદીએ લગાવ્યા હતા ખંડણી માગવાના આરોપ

ઉલ્લેખનીય છે કે યુવરાજસિંહની નજીકના ગણાતા બિપીન ત્રિવેદીએ ભાવનગર ડમી કાંડમાં યુવરાજસિંહ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. બિપીન ત્રિવેદીએ યુવરાજસિંહ સામે ડમીકાંડમાં નામ જાહેર ન કરવા માટે 50 લાખ રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ તોડકાંડની ચેટ પણ તેમણે વાયરલ કરી હતી અને સીસીટીવી ફુટેજ પણ વાયરલ થયા હતા. આ ઘટના બાદ ડમીકાંડમાં ભાવનગર SOGએ યુવરાજસિંહને સમન મોકલ્યુ હતુ. જેમા પ્રથમ સમનમાં યુવરાજસિંહ હાજર થયા ન હતા અને બીજુ સમન મળતા તેઓ SOG સમક્ષ હાજર થયા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

 

 

Published On - 9:35 pm, Fri, 21 April 23

Next Article