ભાવનગરમાં પવન સાથે કમોસમી વરસાદથી પાકને નુક્શાન, કેળાનો પાક જડમૂળથી ઉખડી ગયો

|

Dec 02, 2021 | 8:17 PM

ભાવનગર દરિયાઈ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પણ પડી રહ્યો છે. જેના લીધે કુકડ સહિતના ગામોમાં કેળાના પાકને(Crop) નુકશાન થયું છે. તેમજ ભારે પવનના પગલે મૂળમાંથી કેળાનો પાક ઉખડી ગયો છે.

ગુજરાતમાં(Gujarat)  વાતાવરણમાં(Weather)  પલટાની સાથે જ રાજયના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. તેમજ 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફુંકાય રહ્યો છે. જેના પગલે ભાવનગર(Bhavnagar) શહેર-જિલ્લામાં પવનનું ભારે જોર જોવા મળ્યું છે. તેમજ દરિયાઈ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પણ પડી રહ્યો છે. જેના લીધે કુકડ સહિતના ગામોમાં કેળાના પાકને(Crop) નુકશાન થયું છે. તેમજ ભારે પવનના પગલે મૂળમાંથી કેળાનો પાક ઉખડી ગયો છે.

આ ઉપરાંત ભાવનગરમાં બે દિવસથી ભારે પવનના પગલે શહેરમાં અનેક સ્થાને હોર્ડિંગોને નુકસાન થયું છે. જેમાં કેટલાક હોર્ડિંગ્સના બેનરો ફાટી ગયા છે તો કેટલાક હોર્ડિંગ ધરાશાય થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ભાવનગર શહેરમાં કેટલાક સ્થાને પતરાના શેડ પણ પવનની ટક્કર ના ઝીલી શકતા જમીનદોસ્ત થયા છે. જેમાં સદભાગ્યે કોઈપણ જાતની જાનહાનીનો બનાવ બન્યો નથી

જ્યારે  ઘોઘાના દરિયામાં હેવી કરંટ હોવાના કારણે બપોરે ત્રણ વાગ્યે ઘોઘાથી હજીરા જવા માટે ઉપડતી રો-રો ફેરી સર્વિસ હજી સુધી ઉપડી શકી નથી. ભાવનગર ઘોઘાથી હજીરા વચ્ચે ચાલતી રો-પેક્સ ફેરી સર્વિસને વાતાવરણની અસર નડી છે

સમગ્ર પંથકમાં વાતાવરણમાં પલટો હોવાના કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે, હાલ રો પેક્સ ફેરી સર્વિસમાં બેસેલા મુસાફરો સલામત છે. ઘોઘા હજીરા વચ્ચે ચાલતી રો-રો ફેરી સર્વિસમાં 300થી વધુ મુસાફરો ઘોઘા ખાતે રો ફેરી સર્વિસ જહાજમાં બેઠા છે, જો દરિયામાં કરંટ ઓછો થશે તો રો ફેરી સર્વિસ ઉપડશે તેવું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે

આ પણ  વાંચો: VALSAD : કમોસમી વરસાદથી ખેતીમાં ભારે નુકસાન, જગતના તાત ઉપર આર્થિક નુકસાનીની લટકતી તલવાર, મોટાભાગનો પાક બગડયો

આ પણ વાંચો :  વલસાડમાં ઓમિક્રોન સંક્રમિત દેશોમાંથી 12 લોકો આવ્યા, તમામને ક્વોરન્ટાઈન કરાયા

Published On - 8:08 pm, Thu, 2 December 21

Next Video