Bhavnagar: તોડકાંડમાં સંડોવાયેલા છઠ્ઠા આરોપીની થઈ ધરપકડ, SITની ટીમે અલફાઝખાન પઠાણ ઉર્ફે રાજુને ઝડપી પાડ્યો

|

Apr 28, 2023 | 6:52 PM

અલફાઝે બંને સાથે એક કરોડમાં ડીલ કરી હતી. યુવરાજસિંહ સહિત તોડકાંડમાં છ સામે ફરિયાદ દાખલ થઈ હતી. જે પૈકી તોડકાંડના 5 આરોપીની અગાઉ ધરપકડ થઈ ચુકી છે. આ તમામ આરોપીઓ પાસેથી અત્યાર સુધીમાં 76 લાખ 50 હજારની રકમ પણ જપ્ત કરવામાં આવી છે.

Bhavnagar: તોડકાંડમાં સંડોવાયેલા છઠ્ઠા આરોપીની થઈ ધરપકડ, SITની ટીમે અલફાઝખાન પઠાણ ઉર્ફે રાજુને ઝડપી પાડ્યો

Follow us on

ભાવનગરના તોડકાંડમાં સંડોવાયેલા છઠ્ઠા આરોપીની ધરપકડ થઈ છે. SITની ટીમે અલફાઝખાન પઠાણ ઉર્ફે રાજુને ઝડપી પાડ્યો છે. અલફાઝ ઉપર બે લોકો પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા પડાવવાનો આરોપ છે. અલફાઝે PK દવે પાસે 45 લાખ અને પ્રદિપ બારૈયા પાસેથી 55 લાખ લીધાનો આરોપ છે.

અલફાઝે બંને સાથે એક કરોડમાં ડીલ કરી હતી

અલફાઝે બંને સાથે એક કરોડમાં ડીલ કરી હતી. યુવરાજસિંહ સહિત તોડકાંડમાં છ સામે ફરિયાદ દાખલ થઈ હતી. જે પૈકી તોડકાંડના 5 આરોપીની અગાઉ ધરપકડ થઈ ચુકી છે. આ તમામ આરોપીઓ પાસેથી અત્યાર સુધીમાં 76 લાખ 50 હજારની રકમ પણ જપ્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: Bhavnagar : ડમી કૌભાંડના તોડકાંડ મુદ્દે યુવરાજસિંહના સાળા શિવુભાના 4 દિવસના રિમાન્ડ મંજૂર, રિકવર કરાયેલા 25.50 લાખ રૂપિયા અંગે પૂછપરછ કરાશે

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

ડમીકાંડની તપાસને રેલો હવે તોડકાંડમાં પરીણમ્યો

નોંધીય છે કે  26 એપ્રિલના રોજ  તોડકાંડમાં યુવરાજસિંહના સાળા શિવુભાના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પોલીસે યુવરાજસિંહના સાળા શિવુભાને ભાવનગરની કોર્ટમાં રજૂ કર્યો હતો. જયાં કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. શિવુભાના મિત્રના ઘરેથી 25.50 લાખ રૂપિયા રિકવર થયા છે. જે મુદ્દે પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછ કરશે. પોલીસે અત્યાર સુધીમાં 73.5 લાખ રૂપિયા જપ્ત કરી લીધા હતા.

 

યુવરાજસિંહ સહિત 6 વિરુદ્ધ નોંધાઈ હતી ફરિયાદ

ભાવનગર ડમીકાંડની તપાસને રેલો હવે તોડકાંડમાં પરીણમ્યો છે. યુવરાજસિંહે ડમીકાંડમાં બે આરોપીઓના નામ જાહેર ન કરવા માટે બંને આરોપીઓ પાસેથી 1 કરોડનો તોડ કર્યો હોવાનો ખૂલાસો થયો છે. જેમા યુવરાજસિંહ સહિતના તેના બે સાળાના નામ પણ સામે આવ્યા છે. આ સમગ્ર કેસમાં રોજ નવા-નવા ખૂલાસા થઈ રહ્યા છે. ત્યારે યુવરાજસિંહના સગા સાળા શિવુભા ગોહિલે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યુ છે. યુવરાજ સામે 1 કરોડની ખંડણી લેવાના આરોપ લાગ્યા છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article