ભાવનગરમાં રોગચાળો વકર્યો, મેલેરીયા, ટાઈફોડ, તાવ સહીતના રોગોમાં વધારો

|

Oct 01, 2021 | 5:13 PM

ભાવનગરમાં ઠેરઠેર પાણી ભરેલા ખાડા મચ્છરો ગંદકીના કારણે મચ્છરજન્ય રોગો રોગચાળાએ માથું ઉચક્યું છે. હાલમાં વાયરલ રોગચાળાથી દવાખાના ઉભરાયા છે.

BHAVNAGAR : ભાવનગર શહેર અને જિલ્લામાં ચોમાસાના લઈને સતત વરસી રહેલા વરસાદ અને ભેજવાળા વાતાવરણથી સરેરાશ લોકોમાં શરદી, કફ, ઉધરસ મેલેરીયા, ટાઈફોડ, ગળામાં સોજો આવા સહિતના વાયરલ અસરવાળા દર્દીઓનું પ્રમાણ વધ્યું છે. આ રોગને લઈને હાલમાં દર્દીઓથી દવાખાના ઉભરાઇ રહયા છે. હાલમાં ઠેરઠેર પાણી ભરેલા ખાડા મચ્છરો ગંદકીના કારણે મચ્છરજન્ય રોગો રોગચાળાએ માથું ઉચક્યું છે. હાલમાં વાયરલ રોગચાળાથી દવાખાના ઉભરાયા છે. ત્યારે શહેર અને જિલ્લામાં વકરતો રોગચાળો કાબૂમાં લેવા સ્વચ્છતા લક્ષી પગલાં ભરવા બહુ જરૂરી છે.

શહેર અને જિલ્લામાં રોગચાળો વકર્યો છે. ભાવનગરમાં કોરોનાના કેસો ઘટતા હવે મચ્છરજન્ય રોગોના કેસોમાં વધારો થયો છે. ભાવનગરમાં ગત મહીને ડેન્ગ્યુના 80 કેસ સર.ટી.હોસ્પિટલમાં સારવારમાં આવ્યા.પણ સૌથી ચોંકાવનારી વાત એ હતી કે આમાંથી 20 કેસો માત્ર સરટી હોસ્પિટલના કેમ્પસમાંથી મળી આવ્યાં હતા.

મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરી ફોગિંગ શરૂ કરવામાં આવ્યુ છે. ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લૂ જેવા કેસો નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે. ડેન્ગ્યુ ઉપરાંત શહેર અને જિલ્લામાં ગત મહિનામાં 3 કેસ સ્વાઇન ફલૂના નોંધાયા છે. જોકે ગયા વર્ષ કરતા ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લુ અને મેલેરિયાના કેસોના આંકમાં બહુ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : ડો. રણદીપ ગુલેરિયાની ચેતવણી: સાવચેતી નહી રાખો તો, દુઃખમાં ફેરવાઈ શકે છે તહેવારોની ખુશી, આગામી 6થી8 સપ્તાહ મહત્વના

આ પણ વાંચો : સુરત, નવસારી, મુંબઇમાં ડાયમંડ ટ્રેડર્સ પર ITના દરોડા, રત્નકલા ડાયમંડના રૂ. 2,742 કરોડના બેનામી વ્યવહારો ઝડપાયા

Next Video