Bhavnagar: વડાપ્રધાન મોદીના હસ્તે ટાઉનહોલથી માંડીને રિજિયોનલ સાયન્સ સેન્ટર સહિતના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ, બે લાખ લોકો ઉમટી પડે તેવી શક્યતા

|

Sep 26, 2022 | 11:07 PM

ભાવનગરમાં અકવાડા લેક ફેસ 2નું ખાતમુહૂર્ત, ટાઉનહોલ, 11 કરોડના ખર્ચે બનેલા ન્યુ એસટી ડેપો, 100 કરોડના ખર્ચે બનેલા રિજિયોનલ સાયન્સ સેન્ટર, તળાજા ખાતે તૈયાર થયેલ નવનિર્મિત મોડેલ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલ, નવાગામે ખાતે તૈયાર થયેલ કન્ટેનર અને તેના ટ્રેનિંગ સેન્ટરનું લોકાર્પણ થશે.

Bhavnagar: વડાપ્રધાન મોદીના હસ્તે ટાઉનહોલથી માંડીને રિજિયોનલ સાયન્સ સેન્ટર સહિતના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ, બે લાખ લોકો ઉમટી પડે તેવી શક્યતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Image Credit source: file photo

Follow us on

ભાવનગરમાં  (Bhavnagar) લાંબા સમય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી  (Narendra Modi ) આવી રહ્યા છે. જેને લઈને ભાજપના   (BJP) કાર્યકરો, આગેવાનો અને સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર કાર્યક્રમને સફળ બનાવવા કામે લાગ્યું છે. પીએમના હસ્તે 29 તારીખે ભાવનગરમાં સીએનજી ટર્મિનલ પોર્ટનો શિલાન્યાસ વિધિ થશે. પીએમના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણની યાદીમાં 4300 કરોડના ખર્ચે તૈયાર થનાર વિશ્વનું પ્રથમ સીએનજી ટર્મિનલ પોર્ટ  (CNG terminal port) હશે. આ સિવાય, ભાવનગરમાં અકવાડા લેક ફેસ 2નું ખાતમુહૂર્ત, ટાઉનહોલ, 11 કરોડના ખર્ચે બનેલા ન્યુ એસટી ડેપો, 100 કરોડના ખર્ચે બનેલા રિજિયોનલ સાયન્સ સેન્ટર, તળાજા ખાતે તૈયાર થયેલ નવનિર્મિત મોડેલ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલ, નવાગામે ખાતે તૈયાર થયેલ કન્ટેનર અને તેના ટ્રેનિંગ સેન્ટરનું લોકાર્પણ થશે.

માઢિયા ખાતે તૈયાર થયેલ જીઆઈડીસીનું ખાતમુહૂર્ત વડાપ્રધાનના હાથે કરવામાં આવશે. આ સિવાય અમરેલી અને બોટાદ  (Botad) બે જિલ્લાના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાનના હાથે ભાવનગરના જવાહર મેદાન ખાતેથી થશે, આ કાર્યક્રમમાં ભાવનગર, અમરેલી અને બોટાદ ત્રણ જિલ્લામાંથી 2 લાખ લોકો હાજરી આપશે.

વિશ્વના પ્રથમ સીએનજી ટર્મિનલની ભેટ

ડિસેમ્બર 2019માં કન્સોર્ટિયમે ભાવનગર પોર્ટની ઉત્તર બાજુએ CNG ટર્મિનલ અને અન્ય ટર્મિનલના વિકાસ માટે GMB (ગુજરાત મેરિટાઇમ બોર્ડ)ને પ્રોજેક્ટ પ્રપોઝલ રજૂ કરી હતી. ગુજરાત સરકારે પ્રોજેક્ટની દરખાસ્ત સ્વીકારી અને GMBએ સપ્ટેમ્બર 2020માં ભાવનગર પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ (BPIPL)ના નામે એક લેટર ઑફ ઈન્ટેન્ટ (LOI) જાહેર કર્યો હતો, જે કન્સોર્ટિયમ દ્વારા રચવામાં આવેલ સ્પેશિયલ પર્પસ વેહિકલ છે. સાથે જ વડાપ્રધાન ભાવનગરમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર (રિજિયોનલ સાયન્સ સેન્ટર – RSC)નું પણ ઉદ્ઘાટન કરશે, જે 20 એકરમાં ફેલાયેલું છે અને 100 કરોડના ખર્ચે બનેલું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી  (Pm Narendra Modi) આ મહિનામાં  29 સપ્ટેમ્બરે ભાવનગરની (Bhavnagar) મુલાકાત લેશે. ભાવનગરમાં તેઓ 2.5 કિલોમીટરનો લાંબો રોડ શો કરશે. વડાપ્રધાનની  ભાવનગર ખાતેની સભામાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી 2 લાખ લોકો ઉમટી પડે તેવી શક્યતા છે, ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી  કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન આગામી સમયમાં ગુજરાતનો (PM Modi Gujarat Visit) ઝંઝાવાતી પ્રવાસ કરવાના છે અને તેનો આરંભ નવરાત્રિમાં જ થઈ જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવનગર ખાતે ભવ્ય રોડ શો યોજાઈ રહ્યો છે. તેમજ જવાહર મેદાન ખાતે ભવ્ય સભાને પણ સંબોધશે. વડાપ્રધાનના આગમનને લઇ અધિકારીઓ અને પદાધિકારીઓ કાર્યક્રમને આખરી ઓપ આપી રહ્યા છે. નરેન્દ્ર મોદીનું ભાવનગર ખાતે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યુ છે.

નવરાત્રી શરૂ થતાં જ PM મોદીનો ઝંઝાવાતી ગુજરાત પ્રવાસ (PM Modi gujarat visit) શરૂ થઈ જશે. 5 દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ 12 થી વધુ જનસભા સંબોધી શકે છે. જો વિગતે વાત કરીએ તો 29 અને 30 સપ્ટેમ્બર અને 9 થી 11 ઓકટોબર દરમિયાન વડાપ્રધાન મોદી ગુજરાતમાં ધામા નાખશે. જેમાં 29-30 સપ્ટેમ્બરએ PM મોદી સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીનો (Ambaji) પ્રવાસ કરશે. 9 ઓક્ટોબરે મોડાસામાં (modasa) વડાપ્રધાનનો સંભવિત પ્રવાસ માનવામાં આવી રહ્યો છે. તો 10 ઑક્ટોબરએ જામનગર અને ભરૂચ અને 11 ઑકટોબરએ રાજકોટના જામ કંડોરણાની મુલાકાત કરશે.આ દરમિયાન રાજ્યને અનેક વિકાસ કાર્યોની વડાપ્રધાન મોદી PM મોદી ભેટ આપશે.

 

Published On - 11:07 pm, Mon, 26 September 22

Next Article