ભાવનગર (Bhavnagar) ના બહુમાળીભવન ખાતે આવેલી રાજ્યવેરા કમિશ્નર કચેરી ખાતે રાખવામાં આવેલા અટકાયતી કોપર બ્રાસના સ્ક્રેપ (copper brass scrap) નો રૂ.19 લાખના માલસામાનની ચોરીની ઘટનામાં પોલીસ (Police)એ બે આરોપીને ઝડપી પાડ્યા છે. જયારે હજુ એક આરોપી ફરાર હોય પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
ભાવનગરમાં બહુમાળી ભવન ખાતેની રાજ્યવેરા કમિશ્નર કચેરી દ્વારા તેમની ટીમ ચેકીંગમાં હતી ત્યારે એક પીકઅપ વેન ને અટકાવી તેમાં ચેકિંગ કરતા કોપર નો સ્ક્રેપ ભરેલો હોય જેના બીલ અંગે પૂછતાં જે બીલ રજુ કરવામાં આવ્યા તે વેચનાર રિયા એન્ટરપ્રાઈઝ અમદાવાદ તેમજ એચ.એન. એન્ટરપ્રાઈઝ જામનગર ના નામના હોય અને જે બીલ શંકસ્પદ જણાતા SGST વિભાગે રૂ.1944242ની કિંમતનો કોપરનો સ્ક્રેપ બહુમાળી ભવન ખાતે તેમની ઓફિસના ગ્રાઉન્ડમાં મુકાવી વધુ તપાસ હાથ ધરી હતી.
જોકે રાત્રીના સમયે અરવિંદ બારૈયા અને ચિંતન ગોહેલ સહિતના ૩ લોકો ત્યાં આવ્યા હતા અને ચોકીદારને ધમકી આપી સ્ક્રેપ ભરેલા પીકઅપ વાનને લઇ જઈ માલ કોઈ જગ્યાએ ખાલી કરી ફરી પીકઅપ વાન ત્યાં મૂકી નાસી છુટ્યા હતા.
જે અંગે રાજ્યવેરા કમિશ્નર કચેરીના નાયબવેરા કમિશ્નર પ્રીતેશ દુધાતે નિલમબાગ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તાકીદે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે અરવિંદ બારૈયા અને ચિંતન ગોહેલની ધરપકડ કરી હતી. જ્યારે પોલીસે સ્ક્રેપ ક્યાં છુપાવ્યો છે તેની પુછપરછ કરતા આપેલી માહિતી મુજબ ઈમ્તીહાજ હારૂનભાઈ કુરેશીની જગ્યામાંથી કોપર સ્ક્રેપ મળી આવતા તે કબજે લઇ ઈમ્તીહાજ હારૂનભાઈ કુરેશીની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Bhavnagar: કાળીયાબીડ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી ગેંગરેપ, 3 આરોપી પકડાયા
આ પણ વાંચોઃ સૌથી મોટી બેન્ક છેતરપિંડીઃ શક્તિસિંહ ગોહિલે કહ્યું વિજય માલ્યા પણ ટૂંકા પડે એટલું મોટું કૌભાંડ થયું છે