અત્યાર સુધીમાં ડમીકાંડમાં અનેક નવા ખુલાસા થયા છે. જેમાં સૌથી મોટો ખુલાસો થયો છે કે ભાવનગર પોલીસે ડમીકાંડને લઈને બિપિન ત્રિવેદીને ડિટેઈન કર્યો છે. ભાવનગર પોલીસે બિપિન ત્રિવેદીને શિહોરથી ડિટેઈન કર્યો છે. અગાઉ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સામે તેમના નજીકના વ્યક્તિ બિપિન ત્રિવેદીનો ગંભીર આક્ષેપ લગાવતો વીડિયો વાયરલ થયો હતો. બિપિન ત્રિવેદી યુવરાજસિંહ વિરુદ્ધમાં નવા ખુલાસા કરી શકે છે અથવા નવા પુરાવા પોલીસને આપી શકે છે.
યુવરાજસિંહ જાડેજા પર આરોપ લગાવ્યો હતો કે તેમણે ડમીકાંડમાં નામ ન લેવા માટે રૂપિયા 55 લાખ લીધા હતા. આ આરોપ લગાવનારા કોઈ વિરોધીઓ ન હતા. આ આરોપ લગાવ્યો હતો યુવરાજસિંહના જ નજીકના ગણાતા બિપિન ત્રિવેદીએ. બિપિન ત્રિવેદી કે જેઓ 2018થી યુવરાજસિંહના સંપર્કમાં છે. બંને મિત્રો જેવા છે અને વિદ્યાર્થી હિતના કાર્યો કરતાં રહે છે. આ જ બિપિન ત્રિવેદીનો એવો વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, ડમીકાંડમાં નામ ન લેવા માટે કોઈ ઘનશ્યામ નામના વ્યક્તિ મારફતે ત્રણ તબક્કામાં 55 લાખ ચુકવાયા હતા.
બિપિન ત્રિવેદીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, પૈસાની ચુકવણી કરવા ઘનશ્યામ નામના વ્યક્તિ સાથે તેઓ પણ ગયા હતા અને યુવરાજસિંહના વતી તેમના સાળા શિવુભાને પૈસા પણ આપ્યા હતા. આ કેસમાં કેટલીક વોટ્સએપ ચેટ પણ સામે આવી હતી. જેમાં મળવાને લઈને ચર્ચાઓ થઈ હતી. તેમજ અખબારમાં આવેલા સમાચારમાં છપાયેલા પીકે અને આરકે નામની માહિતી કોણે આપી તે પ્રકારે પણ ચર્ચા થઈ હતી.
આ પણ વાંચો : Gujarati Video: ભાવનગર ડમીકાંડની તપાસ માટે SITની કરાઈ રચના, PSIની ટ્રેનિંગ લેતા સંજય પંડ્યાની કરાઈ અટકાયત
આ ઉપરાંત એક સીસીટીવી પણ સામે આવ્યા હતા. જેમાં તે વ્યક્તિ ઘનશ્યામનું વારંવાર નામ આવી રહ્યું હતું, તે કારમાં બેઠેલો કેદ થયો હતો. આ ઉપરાંત પ્રદીપ અને જિગ્નેશ નામના બે વ્યક્તિઓ પણ દેખાયા હતા. સીસીટીવીમાં બંને જતાં દેખાયા, જેમાં જિગ્નેશ નામનો વ્યક્તિ છે, જે ડમીકાંડમાં પણ સામેલ છે અને રૂપિયા આપવામાં તેની મોટી ભૂમિકા છે. આ બંને ઘનશ્યામની કારમાં પૈસા ભરેલી બેગ લઈને જતાં અને બેસતાં નજરે પડ્યા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…