Bhavnagar: PM નરેન્દ્ર મોદીએ ભાવનગરને 6,626 કરોડના વિકાસ કામોની આપી ભેટ, કહ્યું ગુજરાત એવુ પ્રથમ રાજ્ય જ્યાં દેશનું સૌપ્રથમ LNG ટર્મિનલ બનાવ્યુ

|

Sep 29, 2022 | 5:22 PM

Bhavnagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત બાદ ભાવનગર પહોંચ્યા હતા. અહીં તેમણે અનેક વિકાસકામોનુ લોકાર્પણ કર્યુ હતુ. પીએમ મોદીએ ભાવનગર, બોટાદ અને અમરેલી એમ ત્રણ જિલ્લાના મળીને કુલ 6,626 કરોડના વિકાસકામોની ભેટ આપી.

Bhavnagar: PM નરેન્દ્ર મોદીએ ભાવનગરને 6,626 કરોડના વિકાસ કામોની આપી ભેટ, કહ્યું ગુજરાત એવુ પ્રથમ રાજ્ય જ્યાં દેશનું સૌપ્રથમ LNG ટર્મિનલ બનાવ્યુ

Follow us on

વડાપ્રધાન મોદી (PM MODI) બે દિવસની ગુજરાત મુલાકાતે છે. ત્રણ શહેરોમાં તેમના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત તેઓ અમદાવાદમાં મેટ્રો રેલ અને સુરતમાં ડ્રીમસિટી પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે. બે દિવસના પ્રવાસ દરમિયાન પીએમ મોદી સૌપ્રથમ સુરત પહોંચ્યા હતા. સુરતમાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહુર્ત બાદ પીએમ મોદી ભાવનગર (Bhavnagar) પહોંચ્યા છે. ભાવનગરમાં પીએમ મોદીએ 2 કિલોમીટરનો ભવ્ય રોડ શો (Road Show) કર્યો હતો અને લોકોનું અભિવાદન જીલ્યુ હતુ. રોડ શો બાદ પીએમ મોદી સભા સ્થળે પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લા માટે વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યુ હતુ. જેમાં 817 કરોડના 10 લોકાર્પણ અને 5,810 કરોડના 13 ખાતમુહુર્ત એમ કુલ રૂપિયા 6,626 કરોડના વિકાસકામોની ભેટ એક જ દિવસમાં પીએમ મોદીએ આપી છે.

ભાવેણાવાસીઓને પાઠવી નવરાત્રીની શુભકામના

વડાપ્રધાને તેમના સંબોધનમાં ભાવનગરવાસીઓને નવરાત્રી પર્વની શુભકામના પાઠવા હતી. આ સાથે પીએમ મોદીએ જણાવ્યુ કે એકતરફ દેશ આઝાદીના 75માં અમૃત પર્વની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે ભાવનગર તેની સ્થાપનાના 300 વર્ષ પૂરા કરવા જઈ રહ્યુ છે. 300 વર્ષની આ યાત્રા દરમિયાન ભાવનગરે સતત વિકાસ કરી સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાનીના રૂપે પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે. વડાપ્રધાને વધુમાં ઉમેર્યુ કે આ વિકાસયાત્રાને એક નવો આયામ આપવા માટે આજે અહીં કરોડો રૂપિયાના અનેક પ્રકલ્પોનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યુ છે.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સૌરાષ્ટ્રમાં ઉદ્યોગ, ખેતી અને પ્રવાસનની અખૂટ સંભાવનાઓ

પીએમ મોદીએ જણાવ્યુ કે રીજનલ સાયન્સ સેન્ટર બનવાથી શિક્ષણ અને સંસ્કૃતિના શહેર તરીકેની ભાવનગરની ઓળખ વધુ સમૃદ્ધ
બનશે. ભાવનગર આવું છું અચૂક કહેતો આવ્યો છુ કે છેલ્લા અઢી-ત્રણ દાયકામાં જે ગુંજ સુરત વડોદરા અને અમદાવાદની રહી છે. હવે એ જ ગૂંજ રાજકોટ, જામનગર અને ભાવનગર રહેવાની છે. સૌરાષ્ટ્રની સમૃદ્ધિને લઈને મારો વિશ્વાસ વધુ ગાઢ એટલે છે કે અહીં ઉદ્યોગ ખેતી અને પર્યટન આ ત્રણેય માટે અદ્દભૂત સંભાવનાઓ રહેલી છે.

ગુજરાતમાં દેશનું સૌપ્રથમ LNG ટર્મિનલ બનાવવામાં આવ્યુ

વડાપ્રધાને કહ્યું ગુજરાતમાં આજે ત્રણ મોટા LNG ટર્મિનલ છે. પેટ્રોકેમિકલના હબ છે અને દેશમાં ગુજરાત પ્રથમ એવુ રાજ્ય હતુ, જ્યાં દેશનું સૌપ્રથમ LNG ટર્મિનલ બનાવવામાં આવ્યુ. રાજ્યના તટીય વિસ્તારોમાં સેંકડો કોસ્ટલ ઈન્ડસ્ટ્રી વિકસિત કરી. નાના મોટા અનેક ઉદ્યોગો વિકસિત કર્યા. લોકોની ઊર્જાની માગને પૂરી કરવા માટે કોલ ટર્મિનલનું નેટવર્ક પણ ઉભુ કર્યુ. આજે ગુજરાતના તટીય વિસ્તારોમાં અનેક પાવર પ્લાન્ટ વિકસિત કર્યા, જે માત્ર ગુજરાત નહીં સમગ્ર દેશને ઊર્જા પૂરી પાડે છે.

ભાવનગર સમુદ્રકિનારે વસેલો જિલ્લો છે. ગુજરાત પાસે દેશની સૌથી લાંબો દરિયાકિનારો છે. પરંતુ આઝાદી બાદ અનેક દશકો સુધી તટીય વિકાસ પર એટલુ ધ્યાન ન આપવાના કારણે આ વિશાળ દરિયાકિનારો એક રીતે લોકો માટે મોટો પડકાર બની ગયો. સમુદ્રનું ખારુ પાણી અહીંના લોકો માટે અભિષાપ બનેલુ હતુ. સમુદ્રકિનારે વસેલા ગામોના ગામો ખાલી થઈ ગયા. લોકો અહીં તહીં પલાયન કરવા લાગ્યા હતા. અનેક યુવાનો સુરત જવા માંડ્યા હતા.આ સ્થિતિ ઘણી દુ:ખદ હતી. છેલ્લા 20 વર્ષમાં ગુજરાતના દરિયાકિનારાને ભારતની સમૃદ્ધિનું દ્વાર બનાવવા માટે અમે પ્રામાણિક્તા સાથે પ્રયાસ કર્યો. રોજગારીની અનેક તકો ઉપલબ્ધ કરી. ગુજરાતના અનેક બંદરોનો વિકાસ કર્યો. અનેક પોર્ટનું આધુનિકરણ કરાવ્યુ.

Next Article