Bhavnagar : ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય છતાં અસહાય સ્થિતિમાં, સબસીડીની સમય મર્યાદા વધારવા માગ

|

Mar 31, 2023 | 5:11 PM

ભાવનગર જિલ્લામાં આ વર્ષે ડુંગળીનું મબલક ઉત્પાદન તો થયું ભાવનગર માર્કેટિંગ યાર્ડ અને મહુવા માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક ડુંગળીની આવક પણ થવા પામી ફેબ્રુઆરીના શરૂઆતના દિવસોમાં એક દિવસની આવક ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં પાંચ લાખ ઠેલા ને પણ વટી ગઈ હતી ખુબજ મોટા પ્રમાણ માં ડુંગળી વેચાણમાં આવી હતી

Bhavnagar : ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય છતાં અસહાય સ્થિતિમાં, સબસીડીની સમય મર્યાદા વધારવા માગ
Bhavnagar Onion Farmers

Follow us on

ભાવનગર જિલ્લામાં આ વર્ષે દર વર્ષની માફક ડુંગળીનું ઉત્પાદન ખૂબ જ મોટા પ્રમાણમાં થવા પામેલ છે. જેને લઈને ડુંગળીનું મબલક ઉત્પાદન થતાં ડિસેમ્બરના એન્ડ થી જાન્યુઆરી ની શરૂઆત થી જ ડુંગળીની સતત આવક ભાવનગર માર્કેટિંગ યાર્ડ, મહુવા માર્કેટિંગ યાર્ડ, તળાજા માર્કેટિંગ યાર્ડમાં થઈ રહી છે. ત્યારે કમનસીબે ડુંગળીની આવક તો ખૂબ મોટી માત્રામાં થઈ પરંતુ ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ડુંગળી પકવતો ખેડૂત પાયમાલ થઈ ગયો, ભાવ ને લઈને વ્યાપક ફરિયાદો ઊભી થતાં સરકાર દ્વારા સબસીડી જાહેર કરવામાં આવી છે.

સબસીડીની તારીખમા વેચાણના દિવસો ખૂબ જ ઓછા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ હોવાથી ખેડૂતોને ખૂબ જ મોટી નુકસાની થવાની શક્યતાઓ થવા પામેલ છે. હાલમાં પણ ખેડૂત ડુંગળી નું મબલખ ઉત્પાદન યાર્ડ માં વેચાણ માટે લાવી રહ્યા છે ભાવ બિલકુલ મળી રહ્યા નથી, ત્યારે સરકાર સબસીડીની તારીખના દિવસોમાં આગળ પાછળ વધારો કરે સમય મર્યાદા વધારે તે ખૂબ જ જરૂરી છે. અને ખેડૂતોની માગ પણ છે.

ભાવનગર જિલ્લાના ડુંગળી પકવતા ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડવા પામેલ

ભાવનગર જિલ્લામાં આ વર્ષે ડુંગળીનું મબલક ઉત્પાદન તો થયું ભાવનગર માર્કેટિંગ યાર્ડ અને મહુવા માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક ડુંગળીની આવક પણ થવા પામી ફેબ્રુઆરીના શરૂઆતના દિવસોમાં એક દિવસની આવક ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં પાંચ લાખ ઠેલા ને પણ વટી ગઈ હતી ખુબજ મોટા પ્રમાણ માં ડુંગળી વેચાણમાં આવી હતી. ત્યારે શરૂઆતના સમય માંજ ડુંગળીના ભાવ 20 કિલોનો ભાવ 300 થી વધારે હતો તે ધીરે ધીરે જેમ જેમ ડુંગળીને આવક થતી ગઈ તેમ તેમ નીચે બેસતો ગયો અને છેલ્લે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 20 કિલો 50 રૂપિયામાં પણ ડુંગળી વેચાઇ હતી, મોટાભાગના ખેડૂતોની ડુંગળી રૂ.100 નીચે વેચાણ થયેલું હોવાથી ભાવનગર જિલ્લાના ડુંગળી પકવતા ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડવા પામેલ છે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

સરકાર દ્વારા સર્વે કરવામાં આવ્યો છે તે પણ ખોટો છે

જેની વ્યાપક પ્રમાણમાં ખેડૂતો દ્વારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા અને કિસાન મોરચા દ્વારા સરકારમાં ફરિયાદ અને રજૂઆત થતા સરકાર દ્વારા એક કિલોએ બે રૂપિયા સબસીડી જાહેર કરવામાં આવેલ એટલે કે એક મણના રૂ 40 સબસીડી જાહેર થયેલ, જેની તારીખ 14.2.23 થી 3.3.23 સુધી રાખવામાં આવી આ દિવસોની અંદર ત્રણ થી ચાર જાહેર રજાઓ આવતી હોય અને ખેડૂતોને સબસીડી મેળવવા માટે ડોક્યુમેન્ટ કરવામાં પણ સમય જતો હોય બીજું 14.2.23 પહેલા ખૂબ જ મોટા પ્રમાણમાં ખેડૂતોએ ડુંગળી વેચાણ કરી છે હજુ આવતી 3.3.23 પછી પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ડુંગળીની આવક થાય એમ છે ખેડૂતોને વેચાણ કરવી પડે એમ છે. ત્યારે સરકાર દ્વારા ટૂંકા ગાળાના દિવસોમાં સબસીડી જે જાહેર કરવામાં આવી છે તે બિલકુલ ખોટી છે. સરકાર દ્વારા સર્વે કરવામાં આવ્યો છે તે પણ ખોટો છે.

ભાવનગર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અને આગેવાનો દ્વારા પણ સરકારને અપીલ કરવામાં આવી

કારણ કે 14.2.23 થી 3.3.23 સુધીમાં જો સબસીડી સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવે તો આગળ પાછળની તારીખમાં વેચાણ કરતા ખેડૂતોને ખૂબ જ મોટું નુકશાન જઇ રહ્યું છે જે નજર સામે છે. ગઈ કાલની જ વાત કરવામાં આવે તો ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આજે 20 કિલો ડુંગળી માત્ર 70 રૂપિયામાં વેચાણ થઈ હતી, ત્યારે ડુંગળીનું વેચાણ લે વેચ કરતા વેપારીઓની પણ માંગ છે ખેડૂતોની પણ માંગ છે અને ભાવનગર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અને આગેવાનો દ્વારા પણ સરકારને અપીલ કરવામાં આવી છે.

સબસીડીની સમય મર્યાદામાં વધારો કરવામાં આવે તે ખૂબ જ જરૂરી

આ સબસિડીની જે તારીખ છે તે તારીખ ની સમય મર્યાદા લંબાવવામાં આવે વધારે ને વધારે ખેડૂતો જે ડુંગળી વેચવા આવી રહ્યા છે જેમને ભાવ નથી મળી રહ્યો તેમને સબસીડી મળે અને આર્થિક નુકસાન ઓછું જાય તેના માટે સરકારે ગંભીરતાથી વિચારીને જે સબસીડીની સમય મર્યાદામાં વધારો કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો : Rajkot: જેતપુરમાં ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો, પરપ્રાંતિય શખ્સે કરી હત્યા

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 5:08 pm, Fri, 31 March 23

Next Article