BHAVNAGAR : 1980માં બનેલું સરિતા શોપિંગ સેન્ટર ગેરકાયદેસર નીકળ્યું, ત્રણ દિવસમાં દુકાનો ખાલી કરવાની  BMCએ નોટીસ આપી
Bhavnagar Municipal Corp slams notice to shopowners of Sarita shopping centre,orders to vacate place

BHAVNAGAR : 1980માં બનેલું સરિતા શોપિંગ સેન્ટર ગેરકાયદેસર નીકળ્યું, ત્રણ દિવસમાં દુકાનો ખાલી કરવાની BMCએ નોટીસ આપી

| Edited By: | Updated on: Aug 05, 2021 | 8:12 AM

સરિતા શોપિંગ સેન્ટર 1980 માં બિલ્ડર દ્વારા પરમિશન વગર બનાવવામાં આવ્યું હતું અને જરૂરી આધારો પણ માલિકો દ્વારા પુરવાર ન થતા ત્રણ દિવસમાં આ બાંધકામ દૂર થશે તે વાત નક્કી છે.

BHAVNAGAR : ભાવનગર શહેરમાં હાલમાં ઓવરબ્રિજ નું કામ શરૂ છે ત્યારે ઓવરબ્રિજ નીચેથી પસાર થતા સર્વિસરોડ પર બાધા રૂપ બનતુ સરિતા શોપિંગ સેન્ટર ગેરકાયદે નીકળતા મનપા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. સરિતા શોપિંગ સેન્ટરના તમામ દુકાનદારોને ત્રણ દિવસમાં દુકાનો ખાલી કરી અને સ્વખર્ચે દુકાનો હટાવી લેવા કહ્યું છે. નહીં તો મનપાના બુલડોઝરો દુકાનો પર ફરી વળશે તેવી દુકાનના માલિકો અને ભાડુઆતોને લેખિતમાં જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સરિતા શોપિંગ સેન્ટર 1980 માં બિલ્ડર દ્વારા પરમિશન વગર બનાવવામાં આવ્યું હતું અને જરૂરી આધારો પણ માલિકો દ્વારા પુરવાર ન થતા ત્રણ દિવસમાં આ બાંધકામ દૂર થશે તે વાત નક્કી છે.

આ પણ વાંચો : SURAT : શહેરમાં એક પછી એક 2 શાળાના 3 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણનો શિકાર બન્યા

આ પણ વાંચો : AHMEDABAD : ખમાસા સર્કલ પાસે આવેલી 150 વર્ષ જુની શાળાનું LXS ફાઉન્ડેશન રિસ્ટોરેશન કરશે