Bhavnagar: ભાવનગરમાં આગામી 21 અને 22 સપ્ટેમ્બરના રોજ સાંસદ ખેલ મહોત્સવનો શક્તિકેન્દ્રો પર થશે પ્રારંભ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આપી જાણકારી

Bhavnagar: આગામી 21 અને 22 સપ્ટેમ્બરના રોજ સાંસદ ખેલ મહોત્સવનો ભાવનગર - બોટાદ જિલ્લા એટલે ભાવનગર લોકસભા બેઠક પરના શક્તિ કેન્દ્રો પર પ્રારંભ થશે. 14 જેટલી રમતો આ ખેલ મહોત્સવમાં રમાશે જેમાં કબ્બડી, ખોખો, 50 મીટર અને 100 મીટર દોડ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 15 વર્ષથી લઈને તેનાથી વધુ ઉંમરના તમામ લોકો આમાં ભાગ લઈ શકશે.

Bhavnagar: ભાવનગરમાં આગામી 21 અને 22 સપ્ટેમ્બરના રોજ સાંસદ ખેલ મહોત્સવનો શક્તિકેન્દ્રો પર થશે પ્રારંભ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આપી જાણકારી
| Edited By: | Updated on: Sep 09, 2023 | 9:51 PM

Bhavnagar:  ભાવનગર લોકસભા બેઠક પર આગામી તા.21 સપ્ટેમ્બરના રોજ થી પ્રારંભ થઇ રહેલા સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત જાણકારી આપવા કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા આજે ભાવનગરની મુલાકાતે હતા. સર્કિટ હાઉસ ખાતે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યુ કે  સાંસદો અને ભારતીય જનતા પાર્ટી સીધી જનતા સાથે વધુ સારી રીતે જોડાય તેવા વડાપ્રધાનના ઉદ્દેશ્ય સાથે સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ સાંસદ ખેલ મહોત્સવ 2023ના આયોજન અંગે કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ અંગેની જાણકારી આપી હતી.

ભાવનગરમાં 21,22 સપ્ટેમ્બરે સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ

આગામી 21 અને 22 સપ્ટેમ્બરના રોજ સાંસદ ખેલ મહોત્સવનો ભાવનગર – બોટાદ જિલ્લા એટલે ભાવનગર લોકસભા બેઠક પરના શક્તિ કેન્દ્રો પર પ્રારંભ થશે. 14 જેટલી રમતો આ ખેલ મહોત્સવમાં રમાશે જેમાં કબ્બડી, ખોખો, 50 મીટર અને 100 મીટર દોડ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 15 વર્ષથી લઈને તેનાથી વધુ ઉંમરના તમામ લોકો આમાં ભાગ લઈ શકશે. જે ચાર ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. જેમાં 15 થી 20 વર્ષના લોકો 21 થી 35 વર્ષના લોકો 36 થી 50 અને 51 થી વધુ ઉંમરના લોકો ભાગ લઈ શકશે.

528 શક્તિ કેન્દ્રો પર આ સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ

ભાવનગર લોકસભા બેઠક પરના 528 શક્તિ કેન્દ્રો પર આ સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ થશે. ભાજપના કાર્યકર્તાઓ શક્તિ કેન્દ્રો પર લોકોનું રજિસ્ટ્રેશન કરશે તેમજ પોતાનું પણ રજીસ્ટ્રેશન કરાવશે. સ્પર્ધામાં ભાગ લેવા ઓનલાઇન રજિસ્ટ્રેશન અને ઑફલાઈન બંને રીતે રજિસ્ટ્રેશન કરાવી શકશે. જેમાં એક લિંક શેર કરવામાં આવશે જેનાથી લોકો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. જ્યારે શક્તિ કેન્દ્રો પર ઑફલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવી શકશે.

આ પણ વાંચો: Ahmedabad: રાજ્યમાં ડ્રોપ આઉટ રેટ ઘટાડવા સરકાર હવે લાવી રહી છે સ્ટેટ ઓપન સ્કૂલિંગ વ્યવસ્થા, ધોરણ 9થી 12ના વિદ્યાર્થીને મળશે લાભ

તા.21અને 22 ની રમતોના વિજેતા તા.23 અને 24 ના રોજ તાલુકા કક્ષાએ સ્પર્ધામાં જોડાશે અને તા.29 અને 30 જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. રમતોને પ્રોત્સાહિત કરવાના આ પ્રયાસમાં યુવાનો, વડીલો, મહિલાઓ પણ ભાગ લે તેવી ખાસ અપીલ કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ ખેલ મહોત્સવને સામાજિક દાયિત્વ તરીકે સ્વીકાર કરી પોતાને અને સમાજને જોડે તેવી આશા વ્યક્ત કરી હતી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 9:06 pm, Sat, 9 September 23