ભાવનગર : મનપાએ રૂ.96.27 કરોડનું પુરાંતવાળું બજેટ કર્યું મંજૂર, સત્તાધિશો જૂના પ્રોજેક્ટ પૂર્ણ કરે તેવી લોકમાગ ઉઠી

|

Mar 13, 2023 | 9:23 AM

આ વર્ષે પણ મનપાએ 96.27 કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર કર્યું છે. જેમાં દરેક વોર્ડમાં રીડિંગ લાઇબ્રેરી, આવાસ યોજના, 11 જેટલા તળાવના વિકાસ કાર્યો અને આવાસ યોજના માટે મહત્તમ જોગવાઈ કરી છે.

ભાવનગર : મનપાએ રૂ.96.27 કરોડનું પુરાંતવાળું બજેટ કર્યું મંજૂર, સત્તાધિશો જૂના પ્રોજેક્ટ પૂર્ણ કરે તેવી લોકમાગ ઉઠી

Follow us on

ભાવનગર મનપામાં જૂના પ્રોજેક્ટ પૂર્ણ ન થયા હોવા છતાં નવા પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. દર વર્ષે બજેટમાં નવા પ્રોજેક્ટની જાહેરાત કરાઈ છે. પરંતુ જૂના પ્રોજેક્ટના છેલ્લા ત્રણ-ચાર વર્ષથી શરૂ થયેલા કામ પૂર્ણ થતા નથી અને દર વર્ષે બજેટમાં જૂના કામોના હેડ ખેંચાતા આવતા હોય છે.

આ વર્ષે પણ મનપાએ 96.27 કરોડની પુરાતવાળું બજેટ મંજૂર કર્યું છે. જેમાં દરેક વોર્ડમાં રીડિંગ લાઇબ્રેરી, આવાસ યોજના, 11 જેટલા તળાવના વિકાસ કાર્યો અને આવાસ યોજના માટે મહત્તમ જોગવાઈ કરી છે. ત્યારે વિપક્ષે સત્તાપક્ષને ઘેરવાનો પ્રયાસ કરતા આક્ષેપ કર્યો છે કે અંદાજ પત્રમાં દર વર્ષે એકના એક હેડ માટે રકમની ફાળવણી કરવામાં આવે છે પ્રોજેક્ટ પૂર્ણ થતા નથી. જેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ જુના પ્રોજેક્ટમાં ફાળવણી કરાઈ છે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો,ક્યાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થયું અને ક્યાં થયું મોંઘું?

Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ

શહેરમાં સિક્સલેન, ફલાયઓવર, કંસારા પ્રોજેક્ટ જેવા અનેક વિકાસના કામો છે કે જે અગાઉ બજેટમાં મંજૂર કરાયા છે પરંતુ ત્રણ વર્ષથી કામો પૂર્ણ થતા નથી અને ગોકળગતિ ચાલતાં પ્રજાને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. એવામાં મનપાના શાસકોએ સૌપ્રથમ જૂની તમામ જાહેરાતોના કામો પૂર્ણ કરી પ્રજાને સવલતો આપવી ખૂબ જરૂરી છે. ત્યારબાદ જ નવા પ્રોજેક્ટ બજેટમાં હાથમાં લેવા જોઈએ તેવી લોકમાગ ઉઠી છે.

શિક્ષણ સમિતિનું 169 કરોડનું બજેટ મંજૂર

ભાવનગર મહાનગરપાલિકા માં સ્ટેન્ડિંગ કમિટીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. એના બજેટમાં રૂપિયા 169 કરોડના સરભર બજેટ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી અને તેના ઉપર ચર્ચા પણ થઈ હતી. ભાવનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું 169.75 કરોડ રૂપિયાનું બજેટ સર્વાનુમતે મંજૂર થયું હતું.

ગયા વર્ષ કરતા આ વર્ષે શિક્ષણ સમિતિના બજેટની રકમમાં વધારો કરવામાં આવ્યો હતો. જોકે શિક્ષણ સમિતિ દ્વારા રજુ કરેલા બજેટમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સુધારા કરાયેલો ન હતો, પરંતુ કોર્પોરેશન શિક્ષણ સમિતિની તમામ શાળાના ધોરણ છ થી આઠ ના બાળકોને નારી ખાતે આવેલા રીજીયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત માટે રૂપિયા 75 લાખની જોગવાઈ કરવામાં આવી હતી.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 169 કરોડના બજેટની ચર્ચા બાદ મહાનગરપાલિકાના 1100 કરોડના બજેટ ની ચર્ચા કરી હતી, જેમાં સીટી એન્જિનિયર, કમિશનર, શોપ, વ્યવસાય વેરો, ગાર્ડન રોશની, એકાઉન્ટ, કોમ્પ્યુટર સીટના વિભાગોની ચર્ચા વિચારણા કરી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આ અંગે પૂછતા તેમણે જણાવેલ કે મહાનગરપાલિકાનું બજેટ 1100 કરોડનું રજૂ કરવામાં આવ્યું હતું.જેમાં આવનારા દિવસોમાં શિક્ષણથી લઈને રોડ રસ્તા ડ્રેનેજ આરોગ્ય વિભાગ ની સાથે શહેરના જુદા જુદા વિકાસ માટે જુદી જુદી દિશામાં ખર્ચ કરવા માટે બજેટ રજૂ કરવામાં આવેલું હતું અને તે સામાન્ય ફેરફાર સાથે મંજૂર પણ કરવામાં આવ્યું હતું.

Published On - 8:04 am, Mon, 13 March 23

Next Article