Bhavnagar : 82 લાખના ખર્ચે ખરીદેલું સ્વીપીંગ મશીન બંધ હાલતમાં, શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય

|

Jul 28, 2021 | 8:46 PM

શહેરના રસ્તાઓ પર ધૂળ સાફ કરવાના સ્વીપીંગ મશીનો ધૂળ ખાઈ રહ્યા છે. જેમાં રૂપિયા 82 લાખના ખર્ચે ખરીદેલું સ્વીપર મશીન રસ્તા પર સફાઈ કરી શકતું નથી. જ્યારે રૂપિયા 35 લાખના ખર્ચે ખરીદેલું અન્ય એક મશીન એક દિવસ પણ ચાલ્યું નથી

ભાવનગર(Bhavnagar)મહાનગરપાલિકાના દ્વારા સ્વચ્છતા અભિયાન પાછળ કરોડો રૂપિયાના ખર્ચ કરવા છતા શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય યથાવત રહ્યું છે. શહેરના રસ્તાઓ પર ધૂળ સાફ કરવાના સ્વીપીંગ મશીનો(Sweeping machine) ધૂળ ખાઈ રહ્યા છે. જેમાં રૂપિયા 82 લાખના ખર્ચે ખરીદેલું સ્વીપીંગ મશીન રસ્તા પર સફાઈ કરી શકતું નથી. જ્યારે રૂપિયા 35 લાખના ખર્ચે ખરીદેલું અન્ય એક મશીન એક દિવસ પણ ચાલ્યું નથી ત્યાં આગામી દિવસોમાં રૂપિયા 3.30 કરોડોના ખર્ચે વધુ એક સ્વીપીંગ મશીન ખરીદવાનું આયોજન મનપા દ્વારા કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે સ્વચ્છતા પાછળ કરોડોનો ખર્ચ કરાય છે પરંતુ પરિણામ શૂન્ય આવે છે.

ભાવનગર મહાનગરમાં ઠેર-ઠેર ગંદકીના ગંજ ઉડીને આંખે વળગે છે. શહેરમાં સફાઈનો સદંતર અભાવ છે. ત્યારે મનપા પાસે કામદારોની પણ ઘટ છે. વર્ષો જૂના મહેકમને રિવાઇઝ કરાયું નથી અને કામદારોની ભરતી પ્રક્રિયા પણ બંધ છે. આ સ્થિતિમાં શહેરમાં સફાઈ કામગીરીના પ્રશ્નો ઉદભવે છે. મનપા દ્વારા ખોટા ખર્ચ કરી પ્રજા પર ટેક્સનું ભારણ વધારવામાં આવી રહ્યું છે. મનપાનું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અગાઉ અનેકવાર ખોટા ખર્ચ માટે વિવાદમાં પણ આવ્યું છે.

આ પણ વાંચો : 

આ પણ વાંચો :

Published On - 8:40 pm, Wed, 28 July 21

Next Video