Bhavnagar : પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા એકમો વિરૂદ્ધ કાર્યવાહી સહિતના શહેરના મહત્વના સમચાાર

|

Feb 03, 2023 | 9:45 AM

પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા દુકાનદારો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત ક્રીષ્ના પેપર નામની ફેક્ટરીમાંથી ત્રણ ટન જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

Bhavnagar : પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા એકમો વિરૂદ્ધ કાર્યવાહી સહિતના શહેરના મહત્વના સમચાાર
Bhavnagar news

Follow us on

છેલ્લા ત્રણ દિવસથી ચાલતી મહાનગરપાલિકાની ઝુંબેશ યથાવત રહી હતી. ભાવનગર મનપાની ટીમ છેલ્લા ત્રણ દિવસથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા અને વેચતા એકમો વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે. જે અંતર્ગત પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા દુકાનદારો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત ક્રીષ્ના પેપર નામની ફેક્ટરીમાંથી ત્રણ ટન જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત અન્ય માઈક્રો પ્લાસ્ટિક બનાવતી ફેક્ટરી પર પણ મહાનગરપાલિકાની ટીમે દરોડા પાડી કડક કાર્યવાહી હાથ ધરી છે.

મકાન ભાડે  આપનારા મકાન માલિકો સામે કોર્પોરેશનની લાલ આંખ

ભાવનગરમાં આવાસ યોજનાના મકાન ભાડે આપનારા મકાન માલિકો સામે કોર્પોરેશને તવાઈ બોલાવી છે. ટાઉન પ્લાનિંગની ટીમે સુભાષનગર સ્મશાન પાસે પ્રધાનમંત્રી સરકારી આવાસ યોજનામાં ભાડેથી રહેતા ફ્લેટ ધારકોને મકાન ખાલી કરાવ્યા હતા અને મકાનોને સીલ મારીને કુલ 271 મકાન માલિકોને નોટિસ ફટકારી હતી. એક જ પરિવારના 4-4 સભ્યોના મકાન હોવાની કમિશ્નરને ફરિયાદ થતા કમિશનરે તપાસના આદેશ આપ્યા હતા. શહેરના સુભાષનગર સ્મશાન પાસે આવાસો બનાવવામાં આવ્યા છે. જ્યાં પ્રધાનમંત્રી EWSની યોજનામાં કુલ 1008 મકાનો બનાવી ગરીબ પરિવારને રાષ્ટ્રપતિના હસ્તે સોંપવામાં આવ્યા હતા. ત્યારબાદ મૂળ માલિકોએ મકાનને ભાડેથી આપીને પૈસા કમાવવાનો ધંધો શરૂ કર્યો હતો.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

બસના અભાવે વિદ્યાર્થીઓ જીવના જોખમે શાળાએ જવા મજબૂર

દેશભરમાં સરકાર બાળકોને શિક્ષા પ્રાપ્ત થાય તે માટે જુદી-જુદી યોજનાઓ ચલાવી રહી છે. જેથી બાળકોને શિક્ષણ મેળવવાનો પ્રાથમિક હક પ્રાપ્ત થઈ શકે. પરંતુ, ભાવનગર જિલ્લામાં અંતરિયાળ ગામોના શાળાના વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. જિલ્લાના અંતરિયાળ ગામોમાં એસટી બસની સુવિધાનો અભાવ હોવાના કારણે વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. તંત્રની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં ખચોખચ બેસવું પડે છે તો કેટલાક વિદ્યાર્થીઓ છકડા પાછળ લટકતા-લટકતા શાળાએ જવુ પડે છે. શાળાના વિદ્યાર્થીઓને રોજ 8 થી 10 કિલોમીટરની મુસાફરી જીવના જોખમે કરવી પડે છે. આ ઉપરાંત ખાનગી વાહનચાલકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને વાહનને બેફામ ચલાવતા જોવા મળે છે સાથે જ વાહનની ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓને ઘેટા-બકરાની જેમ વાહનમાં બેસાડવામાં આવે છે.આ બાબતે અત્યાર સુધી નિષ્ફળ રહેલા RTO તંત્રએ હવે કાર્યવાહીનો દાવો કર્યો છે.

Next Article