Bhavnagar: મગફળીનું મબલખ ઉત્પાદન થતા સારી દિવાળીની આશાએ માર્કેટિંગ યાર્ડમાં હરાજી માટે ખેડૂતોનો ધસારો

|

Oct 19, 2022 | 11:29 PM

મગફળીના પ્રતિ મણના 1,800થી 2,000 સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે, જેના પગલે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં મગફળીના ભાવમાં હજુ પણ ઉછાળો આવશે.

Bhavnagar: મગફળીનું મબલખ ઉત્પાદન થતા સારી દિવાળીની આશાએ માર્કેટિંગ યાર્ડમાં હરાજી માટે ખેડૂતોનો ધસારો
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ઠલવાઈ મગફળીની ગુણીઓ

Follow us on

રાજ્યમાં ચાલુ વર્ષે વરસાદ સારો રહેવાથી મગફળીનું (Ground nut) મબલખ ઉત્પાદન થયું છે. ભાવનગર માર્કેટ યાર્ડમાં  (Bhavnagar Market Yard ) મગફળીની હરાજીમાં આવતા ખેડૂતોનો ધસારો વધ્યો છે  માર્કેટ યાર્ડમાં દૈનિક 3 હજાર મણથી વધુ મગફળીની આવક થઈ રહી છે તો બીજી તરફ ચાલુ વર્ષે મગફળીના ભાવ પણ ખેડૂતોને  (Farmer) ઉંચા મળી રહ્યા છે. મગફળીના પ્રતિ મણના 1,800થી 2,000 સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે, જેના પગલે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં મગફળીના ભાવમાં હજુ પણ ઉછાળો આવશે. મગફળીના ઉંચા ભાવ મળતા ખેડૂતોને દિવાળી વખતે બહુ મોટો ફાયદો થયો છે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવરાત્રિના પ્રથમ દિવસથી હરાજી

તો બીજી તરફ  સૌરાષ્ટ્રમાં આવેલા  ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવરાત્રિના પ્રથમ દિવસે રાજકોટ જિલ્લાના તથા  સૌરાષ્ટ્રના મોટા ગણાતા ગોંડલ  (Gondal) માર્કેટિંગ યાર્ડમાં મગફળીની (Groundnut) પુષ્કળ આવક થવા પામી છે, આજે રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અંદાજે 1.25 લાખ ગુણી મગફળીની આવક નોંધાઈ છે અને મગફળીની હરાજીમાં 20 કિલો મગફળીના 1 હજારથી માંડીને 1, 350 રૂપિયા સુધીની આવક પ્રાપ્ત થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. તો માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને તેમનો માલ સુકવીને લઇને આવવાની અપીલ કરવામાં આવી હતી કે જેથી ખેડૂતોને હજુ પણ વધુ ભાવ મળી શકે.

સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સારી આવક થઈ રહી છે. ગોંડલ (Gondal) માર્કેટિંગ યાર્ડની  (Gondal Marketing Yard) બહાર બન્ને બાજુ 1200થી વધુ વાહનોની 3 કિલોમીટર લાંબી લાઈન લાગી હતી, અંદાજે 1 લાખ ગુણી મગફળીની  (ground nut ) આવક માર્કેટ યાર્ડમાં નોંધાઈ છે. હરાજીમાં મગફળીના 20 કિલોના 1000થી 1350 સુધી ભાવ મળ્યા હતા.  APMCના સેક્રેટરીએ કહ્યું કે ખેડૂતો પોતાનો માલ સૂકવીને લઈ આવે, જેથી કરીને હજુ પણ વધુ ભાવ મળી શકે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

જૂનાગઢમાં પણ 22  સપ્ટેમ્બરથી શરૂ થઈ છે હરાજી

જૂનાગઢ માર્કેટ યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થઈ છે. ખુલ્લી હરાજીમાં ખેડૂતોને પોતાની મગફળીના સાારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. હાલ મગફળીના એક મણના 1000થી લઈ 1300 રૂપિયા સુધીના ભાવ મળી રહેતા ખેડૂતોની ખુશીનો કોઈ પાર નથી. અત્યાર સુધી માર્કટ યાર્ડમાં 3000 જેટલી મગફળી ગુણીની આવક નોંધાઈ છે. આગામી દિવસોમાં 20થી 25 હજાર જેટલી મગફળીની ગુણીની આવક થશે તેવું યાર્ડના સેક્રેટરનું કહેવું છે ગુજરાતમાં  (Gujarat rain ) આ વર્ષે સાર્વત્રિક વરસાદથી રવિ પાકનું સારું વાવેતર થયું છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મગફળીનું  (Ground nut) વિપુલ પ્રમાણમાં વાવેતર થયું છે.

Next Article