Bhavnagar: જિલ્લામાં અત્યાર સુધી 10,282 વ્યક્તિઓ દ્વારા થયું ચક્ષુદાન, અંગદાન અંગે આવી છે જાગૃતિ

|

Aug 13, 2022 | 7:44 PM

ભાવનગરમાં  (Bhavnagar) અત્યાર સુધી કુલ 962 લોકોનું દેહદાન કરવામાં આવ્યું છે. જ્યારે દેશની પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરની હોસ્પિટલમાં 65 ટકા કિડની, 25 ટકા લીવર અને 10 ટકા હ્યદય, ફેફસાં, સ્વાદુપિંડ જેવા અંગોનું ટ્રાન્સપ્લાન્ટ થતા જોવા મળે છે. દેશમાં મળતા કુલ અંગોના દાનમાં 80 ટકા મહિલાઓ થકી અંગદાન થાય છે.

Bhavnagar: જિલ્લામાં અત્યાર સુધી 10,282 વ્યક્તિઓ દ્વારા થયું ચક્ષુદાન, અંગદાન અંગે આવી છે જાગૃતિ
Bhavnagar: Eye donation done by 10,282 persons in the district

Follow us on

આજે વિશ્વ અંગદાન દિવસની (World organ donation day) ઉજવણી થઈ રહી છે ત્યારે આ નિમિત્તે ભાવનગરમાં (Bhavnagar) પણ લોકોએ અંગદાન (Organ Donor) માટે સંકલ્પપત્ર ભર્યાં હતા. ભાવનગર જિલ્લામાં વર્ષોથી આ અંગે જાગૃતિ જોવા મળી રહી છે અત્યાર સુધીમાં ભાવનગરમાં ચક્ષુથી માંડીને લીવર અને ફેફસાંના દાન પણ કરવામાં આવ્યા છે. ભાવનગરમાં ચક્ષુદાનની શરૂઆત 1968માં કરવામાં આવી છે. આ સમયથી લઈને અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 10,282 વ્યક્તિઓ દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યું છે.

ભાવનગરમાં આવી છે દેહદાન અંગે વધી છે જાગૃતિ

ઉપરાંત ભાવનગરમાં (Bhavnagar) અત્યાર સુધી કુલ 962 લોકોનું દેહદાન કરવામાં આવ્યું છે. જ્યારે દેશની પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરની હોસ્પિટલમાં 65 ટકા કિડની, 25 ટકા લીવર અને 10 ટકા હ્યદય, ફેફસાં, સ્વાદુપિંડ જેવા અંગોનું ટ્રાન્સપ્લાન્ટ થતા જોવા મળે છે. દેશમાં મળતા કુલ અંગોના દાનમાં 80 ટકા મહિલાઓ થકી અંગદાન થાય છે. અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની ઇન્સ્ટિટયૂટમાં (Civil mendicity kidney institute) છેલ્લા 5 વર્ષમાં 6500 થી વધુ કિડની અને 500થી વધુ લીવરના સફળ ટ્રાન્સપ્લાન્ટ થયા છે.

ભાવનગરમાં સૌ પ્રથમ ઓર્ગન ડોનેશનની શરૂઆત 2008માં કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં કુલ 70 લોકોએ પોતાનું અંગદાન કર્યું છે. આ અંગદાનનાં લીધે કુલ 130 કિડની, 60 લીવર, 5 સ્વાદુપિંડ અને બે હદયનું દાન પ્રાપ્ત થયું હતું. હાલમાં હોસ્પિટલ અંગદાન સ્વીકારતી હોવાનું રજીસ્ટર પણ કરવું પડે છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

નોટરી કર્યા બાદ થાય છે અંગોનું દાન

ભાવનગરમાં એવી પદ્ધતિ ગોઠવવામાં આવી છે કે જે વ્યક્તિ અંગદાન કરવા અથવા તો દેહદાન કરવા ઇચ્છુક છે તેની મૌખિક સંમતિ સાથે લેખિત સંમતિપત્રક નોટરાઇઝ કરવામાં આવે છે જે અને વ્યક્તિના સોગંદ પત્રક સાથે સગા વહાલાની નોટરી કરેલ સંમતિ બાદ જ અંગદાન સ્વીકારવામાં આવે છે. ભાવનગરમાં અત્યાર સુધી 62 લોકોનું દેહદાન કરવામાં આવ્યું છે

ગુજરાતમાં સિવિલ હોસ્પિટલમાં (SOTTO) દ્વારા વધ્યા છે અંગદાન

અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞના પરિણામે અગાઉ જીવીત વ્યક્તિના અંગોના દાન થતી ટ્રાન્સપ્લાન્ટમાં ઘટાડો થઇને આજે 40 ટકા પ્રત્યારોપણ અંગદાન થી મળેલા અંગોની મદદથી થાય છે. જે આંક અગાઉ 20 ટકા હતો.આ કાર્યક્રમમામં ખાસ કરીને કિડની ઇન્સ્ટિટયૂટને તાજેતરમાં જ મળેલી ગર્ભાશયના પ્રત્યારોપણ અંગની ચર્ચાઓ રસપ્રદ બની રહી હતી.

કેટલાક મેડિકલ કારણોસર માતૃત્વ ધારણ કરવા અક્ષમ મહિલાઓ માટે સરોગેસી અને આઇ.વી.એફ. જ એક માત્ર વિકલ્પ બચે છે ત્યારે ગર્ભાશયના પ્રત્યારોપણ ઉપલબ્ધ બનતા માતૃત્વની ઝંખના રાખતી મહિલાઓ માટે આ વરદાન રૂપ સાબિત થશે તેમ કિડની ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર ડૉ. વિનીત મિશ્રાએ કહ્યું હતું.

Next Article