Bhavnagar: દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુજરાત સરકાર પર કર્યાં આકરા પ્રહાર

|

Aug 23, 2022 | 10:13 PM

અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદીયાના (Manish Sisodiya) વખાણ કરતા કહ્યું કે દેશ અને દિલ્હીના સૌથી સારા શિક્ષણમંત્રીને હું સાથે લઈને આવ્યો છું કેજરીવાલે કેટલીક ગેરેન્ટીઓ આપી હતી જો અમારી સરકાર આવશે તો GISFS ના લોકોને પણ કહ્યું એક મહિનામાં તમને તમામ હકો મળી જશે.

Bhavnagar: દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુજરાત સરકાર પર કર્યાં આકરા પ્રહાર
Bhavnagar: Delhi Chief Minister Arvind Kejriwal

Follow us on

ભાવનગરમાં બેરોજગારી મુદ્દે સંવાદ દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું  (Arvind Kejriwal) કે ગુજરાતમાં દિવાળીમાં ફટાકડા નથી ફૂટતા તેટલા પેપર ફૂટે છે. જો AAPની સરકાર બનશે તો પેપર ફોડનારાને જેલમાં મોકલીશું. સાથે જ 2015થી જેટલા પેપર ફૂટ્યા છે તેની પણ તપાસ કરાવીશું. દિલ્લી  (Delhi) આપના  (AAP)ના સંયોજક અને દિલ્લીના અરવિંદ કેજરીવાલને શિક્ષણમંત્રી મનીષ સિસોદીયા આજે ભાવનગરમાં (Bhavnagar) શિક્ષણ અને બેરોજગારીના મુદ્દે યુવાનો સાથે સંવાદ કરવા ભાવનગર આવ્યા હતા, આજે તેમની સાથે આપના રાષ્ટ્રીય મહામંત્રી ઈસુદાન ગઢવી તેમજ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને પ્રવીણ રામ તેમજ યુવરાજસિંહ જાડેજા પણ જોડાયા હતા.

અરવિંદ કેજરીવાલ એરપોર્ટ ઉપરથી સીધા જ ભાવનગર નિલમબાગ પેલેસ ખાતે રાજવી પરિવારને મળવા ગયા હતા અને તેમને આ પરિવારના યુવરાજ જયવીરરાજ સિંહ સાથે પણ મુલાકાત લીધી હતી, જો કે તેમની યુવરાજ સાથેની મુલાકાતથી આગામી દિવસોમાં નવા રાજકીય સમીકરણો ઉભા થશે તેમ મનાઈ રહ્યું છે. અરવિંદ કેજરીવાલે બાદમાં મેઘાણી હોલ ખાતે આવીને ભાવનગરના રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કર્યા હતા, તેમને મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવે તેવી પણ માંગ કેન્દ્ર સરકાર પાસે કરી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદીયાના (Manish Sisodiya) વખાણ કરતા કહ્યું કે દેશ અને દિલ્હીના સૌથી સારા શિક્ષણમંત્રીને હું સાથે લઈ ને આવ્યો છું, કેજરીવાલે કેટલીક ગેરેન્ટીઓ આપી હતી. જો અમારી સરકાર આવશે તો GISFSના લોકોને પણ કહ્યું એક મહિનામાં તમને તમામ હકો મળી જશે તેમ કહ્યું હતું, અરવિંદ કેજરીવાલે લોકોને આશ્વાસન આપ્યું હતું કે કે ડિસેમ્બરમાં આપની સરકાર બનશે અને ફેબ્રુઆરીમાં તલાટી ની પરીક્ષા અને એપ્રિલમાં તમામ પાસ થયેલા તલાટીઓને નોકરી મળી જશે તેમને યુવાનોને મીડિયાના માધ્યમને બદલે આ ચૂંટણી અમે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી લડીશું તેમ કહ્યું હતું, અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે દિવાળીમાં જેટલા ફટાકડા નથી ફૂટતા તેટલા અહીં પેપર ફૂટે છે અને હવે ડિસેમ્બર બાદ કોઈની પેપર ફોડવાની તાકાત નહીં રહે તેમ જણાવ્યું હતું. કેજરીવાલે કહ્યું હતું કે 2015ના વર્ષ બાદ જેટલા પેપર ફૂટ્યા છે તે તમામ ફાઈલો અમારી સરકાર આવશે તો ખોલીશુ અને પેપર ફોડનાર ને જેલ ભેગા કરીશું.

Next Article