Bhavnagar: ભાવનગર વાસીઓને ફરીથી મળશે ટ્રેનમાં લિનનના ધાબળા અને ચાદરની સુવિધા

|

Jul 20, 2022 | 7:38 PM

ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન 1297 (Bhavnagar-Bandra Superfast Train ) માટે લિનન મટિરિયલના બેડશીટની સુવિધા 19.07.2022 મંગળવાર થી ફરી ચાલુ કરવામાં આવી છે. તો વેરાવળ-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન 19218 માં લિનનની સુવિધાઓ આપવાનું આવતીકાલથી એટલે કે 21.07.2022 ગુરુવારથી ફરી ચાલુ કરવામાં આવશે.

Bhavnagar: ભાવનગર વાસીઓને ફરીથી મળશે ટ્રેનમાં લિનનના ધાબળા અને ચાદરની સુવિધા
Bhavnagar: Passengers will again get the facility of linen blankets

Follow us on

કોરોના  મહામારી દરમિયાન (Covid pandemic) ભારતીય રેલ્વે દ્વારા મુસાફરોને કેટલીક  સુવિધાઓ આપવાની બંધ કરવામાં આવી હતી. તે હવે ફરીથી શરૂ કરવામાં આવી છે તે અંર્તગત પશ્ચિમ રેલ્વ દ્વારા દોડાવવામાં આવતી લિનનના બેડ, ધાબળા , ચાદર આપવાની સુવિધા ફરીથી શરૂ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ડિવિઝનની ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન 1297 (Bhavnagar-Bandra Superfast Train) માટે  લિનન મટિરિયલના બેડશીટની સુવિધા  19.07.2022 મંગળવારથી ફરી ચાલુ કરવામાં આવી છે તો વેરાવળ-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન 19218માં લિનનની સુવિધાઓ આપવાનું આવતીકાલથી એટલે કે 21.07.2022 ગુરુવારથી ફરી ચાલુ કરવામાં આવશે.

ભાવનગર ડિવિઝનની ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેનમાં શરૂ થઈ સુવિધા

કોવિડ દરમિયાન બંધ કરવામાં આવેલી લિનન મટિરિયલની સુવિધા ફરીથી શરૂ કરવામાં આવી છે. કોવિડ-19 દરમિયાન સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ અને ટ્રેનોમાં મુસાફરોની મુસાફરી દરમિયાન કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને આ સુવિધા પ્રતિબંધિત કરવામાં આવી હતી. જોકે હવેથી ભાવનગર વાસીઓને ટ્રેન મુસાફરી દરમિયાન ફરીથી આ સુવિધાઓ મળી શકશે. ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન, વેરાવળ-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન સહિતની ટ્રેનમાં આ સુવિધા શરૂ કરવામાં આવશે.

  1. પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ડિવિઝનની ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન (12972)માં બેડશીટ અને ધાબળાની સુવિધા 19.07.2022ને મંગળવારથી ફરી શરૂ કરવામાં આવી છે.
  2. વેરાવળ-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન (19218)માં લિનન બેડશીટની સુવિધા 21.07.2022ને ગુરુવારથી ફરી ચાલુ કરવામાં આવશે.
  3. આ પણ વાંચો

રેલ્વે દ્વારા તબક્કાવાર સુવિધાઓ પુનઃસ્થાપિત કરવાની શરૂઆત

હાલમાં તમામ ટ્રેનમાં મુસાફરોને ફરીથી આ સુવિધા મળી રહે તેમજ કોવિડ પ્રોટોકોલ અને સ્વચ્છતાની બાબતો જળવાઈ રહે તે માટે તમામ ધ્યાન રાખવામાં આવશે. આ સાથે જ રેલ્વે દ્વારા લિનનની ચાદર, ધાબળા તેમજ બારીના પડદાની ખરીદી કરવામાં આવી રહી છે.  ભારતી રેલ્વે મુસાફરોને મુસાફરી વધુ સુવિધા ભરી બને તે માટે ફરીથી બંધ થયેલી તમામ સગવડો આપવા કામ કરી રહી છે વળી રેલ્વે તંત્ર દ્વારા કોવિડ મહામારીના અનુભવ બાદ સ્વચ્છતા પ્રત્યે પણ પૂરતુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

રેલ્વે માટે મોટી સંખ્યામાં આપવામાં આવ્યો છે ઓર્ડર

રેલ્વે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે COVID-19 રોગચાળાના વર્ષો દરમિયાન લિનનના 60 ટકા સ્ટોકને નુકસાન થયું હતું અને માસ્ક બનાવવા માટે ઘણું કાપડ વપરાયું હતું. આથી  રેલ્વે એ નુકસાનની ભરપાઈ કરવા અને લિનન સેવાઓને સંપૂર્ણ રીતે પુનઃસ્થાપિત કરવા માટે બેડશીટ્સ, ટુવાલ, ધાબળા અને તકિયાના કવર સહિત 15 લાખ ‘બેડરોલ’ વસ્તુઓનો ઓર્ડર આપ્યો છે. નોંધનીય છે કે કોવિડને લગતા મોટાભાગના નિયંત્રણો હટાવવાની સાથે, રેલ્વેએ 10 માર્ચે કહ્યું હતું કે ટ્રેનમાં તબક્કાવાર રીતે ‘લિનન’ની સુવિધા પુનઃસ્થાપિત કરવામાં આવશે. આથી આ કડીમાં તબક્કાવાક દરેક જંકશનની ટ્રેન પર આ સુવિધા ફરીથી શરૂ થઈ રહી છે.

Published On - 7:37 pm, Wed, 20 July 22

Next Article