Bhavnagar: સત્તાધીશોની બેદરકારીને લઈ મહુવાની બગડ નદીનો પૂલ ધોવાયો, ગ્રામજનોની 8 મહિનાની રજૂઆત પાણીમાં ગઈ

|

Jun 29, 2022 | 1:31 PM

ભાવનગરના મહુવામાં (mahuva) પાણીના ધસમસતા પ્રવાહથી બગડ નદીનો પૂલ તૂટતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. આ પુલના સમારકામ માટે સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી હતી છતાં આ પુલનું સમારકામ કરવામાં આવ્યું નહોતું.

Bhavnagar: સત્તાધીશોની બેદરકારીને લઈ મહુવાની બગડ નદીનો પૂલ ધોવાયો, ગ્રામજનોની 8 મહિનાની રજૂઆત પાણીમાં ગઈ

Follow us on

ભાવનગરના મહુવામાં (Mahuva)સત્તાધીશોની બેદરકારીના કારણે બગડ નદી પરનો પુલ (River Bridge)તૂટી ગયો છે. પાણીના ધસમસતા પ્રવાહથી આખો પુલ તૂટી જતાં સ્થાનિકોની હાલાકીમાં વધારો થયો છે.  પુલ તૂટી જતા અહીં દાઠાથી તળાજા બોરડાનો રસ્તો જ બંધ થઈ ગયો છે. દાઠા ગામમાં  જવાનો આ એકમાત્ર  રસ્તો  છે અને અન્ય રસ્તેથી  જવામાં  15 કિલોમીટરથી વધુ રસ્તો કાપવો પડે તેમ છે. આથી લોકોના સમય અને  પેટ્રોલનો વ્યય થાય છે. આથી લોકો  જીવના જોખમે આ ટૂંકો રસ્તો પસાર કરવા મજબૂર  બન્યા છે. મહુવામાં  ચોમાસામાં પહેલા જ  વરસાદમાં બગડ ડેમ ઓવરફ્લો થઇ ગયો હતો અને નીચાણવાસના અનેક ગામોમાં પાણી ભરાયા. બગડ નદીના પાણી ફરી વળતાં મહુવા-બગદાણા અને તળાજા-મહુવા રોડ બંધ કરવામાં આ‌વ્યો છે.

વારંવારની રજૂઆતો છતાં તંત્ર બહેરું

મહુવાના  દાઠાથી તળાજા બોરડા જવા માટે આ મહત્વનો પુલ હતો અને તે છેલ્લા ઘણા સમયથી  જર્જરતિ હતો. આ અંગે  છેલ્લા  8 મહિનાથી ગ્રામિણોએ  વારંવાર રજૂઆત કરતા હતા કે આ પુલનું સમારકામ કરવામાં આવે, પરંતુ તંત્રના બહેરા કાને અથડાઇને આ ફરિયાદો પાછી આવતી હતી તેમજ પુલના સમારકામ માટે કોઈ નક્કર પગલાં પણ લેવામાં ન આવ્યા. સ્થાનિકોનું કહેવું છે કે જો પુલનું સમારકામ થઈ ગયું હોત તો આજે આ સ્થિતિ ન ઉદભવી હોત. આવી પરિસ્થિતિમાં કોઈને જો આકસ્મિક સારવાર લેવાની હોય તો એમ્બ્યુલન્સ પણ ન આવે તેવી પરિસ્થિતિમાં સ્થાનિક તંત્ર લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યું છે.

 

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

તંત્ર ઘોર નિંદ્રામાંથી ક્યારે જાગશે?

ઘટનાને લઈ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે   શા માટે વારંવારની રજૂઆતો છતાં  જવાબદાર તંત્રએ લોકોની રજૂઆતો પર ધ્યાન ન આપ્યું? શું આવી જ સ્થિતિમાં આવા તેમજ અન્ય પુલ રહેવા દેવામાં આવશે.  શા માટે સત્તાધીશો લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે? કોઈ મેડિકલ ઈમર્જન્સીના સમયે એમ્બ્યુલન્સ ક્યાંથી ગામમાં જાય? સત્તાધીશો ક્યારે લોકોને આ સમસ્યામાંથી મુક્તિ અપાવશે? ભાવનગર શહેરમાં પણ પ્રિ મોન્સૂનની કામગીરી પૂર્ણ કરવા માટે  નાગરિકોએ રજૂઆતો કરી હતી.  જોકે તે કામ પણ  પૂર્ણ ન થતા  શહેરી નાગરિકો પણ વરસાદમાં મુશ્કેલીમાં મૂકાય છે ત્યારે પ્રશ્ન એ છે કે ભાવનગર ગ્રામ્ય તથા શહેરીમાં તંત્ર દ્વારા  શા માટે ચોમાસાના કામ પૂર્ણ કરવા અંગે ધ્યાન આપવામાં આવતું નથી.

Next Article