એક સમયે જહાજોથી ધમધમતા અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગમાં છવાયુ મંદીનું ગ્રહણ- Video

|

Apr 01, 2025 | 8:25 PM

અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં 2024-25માં ભારે મંદીનું ગ્રહણ છવાયું છે. છેલ્લા એક વર્ષમાં માત્ર 113 જહાજો આવ્યા, જે 11 વર્ષમાં સૌથી ઓછું છે. જ્યા એક સમયે 400 થી 500 જહાજો વર્ષ દરમિયાન આવતા હતા, તેમા સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. ઉદ્યોગકારો કેન્દ્ર સરકાર તરફ BIS મંજૂરી ની મીટ માંડીને બેઠા છે.

વિશ્વનું નામાંકિત ગણાતું એવું અલંગ શિપબ્રેકીંગ યાર્ડ ઘણા લાંબા સમયથી લાગ્યુ છે મંદીનું ગ્રહણ. એક સમયે જહાજોથી ધમધમતા અલંગમાં છેલ્લા ઘણા સમયથી મંદી ચાલી રહી છે. અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડમાં સતત મંદીનો માહોલ છવાયેલ છે, વર્ષ 2024-25 દરમિયાન અલંગમાં કુલ 113 જહાજ જ ભંગાવા માટે આવ્યા છે, અને તેનું કુલ વજન 9,38,354,43 મેટ્રિક ટન એલડીટી છે. વર્ષ 2024-25 દરમિયાન 11 વર્ષના સૌથી ઓછા જહાજ લાંગર્યા છે, અને વજનની દ્રષ્ટિએ અગાઉની સરખામણીએ નિમ્ન સ્તરના આંકડા છે. ભૂતકાળ ની જો વાત કરવામાં આવેતો અલંગ શિપબ્રેકિંગ યાર્ડ ધમધમતું હોય વર્ષ ના 450 થી વધારે જહાજો ભંગાણ માટે આવતા હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી જહાજોની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. આ વર્ષ માં માત્ર 113 જહાજો અલંગ માં ભંગાણ માટે આવતા શિપબ્રેકરો ની ચિંતા પણ વધી છે. જોકે ઊંડે ઊંડે આશા પણ છેકે આવતા એકાદ વર્ષ માં કદાચ અલંગ ની સ્થિતિ માં સુધારો થઈ શકે તેમ છે.

અલંગ શિપબ્રેકિંગ માં ધીરે ધીરે મંદી માં થઈ રહેલો વધારા ના કારણો જોઈએ તો સ્થાનિક પરિબળો, બજારની સ્થિતિ ઉપરાંત આંતરરાષ્ટ્રીય પરિબળો છેલ્લા એક વર્ષમાં અલંગની માઠી દશા માટે વર્ષ 2024-25 અત્યંત નિરાશા જનક રહ્યું છે. આંતરરાષ્ટ્રીય પરિબળો શિપ રિસાયકલિંગ વ્યવસાયને સતત અસર કરી રહ્યા છે. અને તેના કારણે જહાજોનો જથ્થો અલંગમાં આવવાનું ઓછું થયું છે. રાતા સમુદ્રની યુધ્ધની સ્થિતિ, યુકેન-રશિયા યુધ્ધની સ્થિતિને કારણે જૂના જહાજો ભંગાણાર્થે ઉપલબ્ધ બની રહ્યા નથી. આશા છે જહાજ માલીકો નવા નાણાકીય વર્ષમાં જૂના જહાજો ભંગાણાર્થે ઉપલબ્ધ કરાવશે. અને હાલમાં રૂપિયા સામે ડોલર ની મજબૂતાઈ ને લઈને પણ અલંગ શિપબ્રેકીંગ યાર્ડ સતત મંદી માં ઘેરાઈ રહ્યું છે.

આતર રાષ્ટ્રીય યુદ્ધની સ્થિતિ, અમુક દેશો વચ્ચે ચાલતા યુદ્ધો, ડોલર ની મજબૂતાઈ, ભારત માં બીઆઆઈએસ ને મંજૂરી નહિ જેવા અનેક કારણો આ મંદિ માટે જવાબદાર સાબિત થયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવેરા, ચાર્જીસમાં ઘટાડો કર્યો છે. અન્ય પ્રોત્સાહક બાબતો પણ સરકાર તરફથી વ્યવસાય માટે છેલ્લા એક વર્ષ દરમિયાન અમલમાં આવી છે. પરંતુ શિપ રીસાયકલિંગ વ્યવસાયને હજુ કળ વળી રહી નથી. સતત મુશ્કેલીઓનો સામનો કરી રહેલા શિપ બ્રેકિંગ ક્ષેત્રે સંકળાયેલા વ્યવસાયકાર હવે અન્ય વ્યવસાયો તરફ નજર દોડાવી રહ્યા છે. આ સિવાય જો કેન્દ્ર સરકાર દ્વારા અલંગ શિપબ્રેકિંગ ઉદ્યોગને બીઆઇએસ ની મંજૂરી આપવામાં આવે તો હજુ અલંગ માં શિપબ્રેકરો ટકી શકે તેવી શક્યતાઓ રહેલી છે.

Nagarvel with Mishri : નાગરવેલના પાન સાથે મિશ્રી ખાવાના ચોંકાવનારા ફાયદા
Vastu Tips : તમારા ઘરની બારી દક્ષિણ તરફ હોય તો શું થાય ?
Health Tips: આ ઘરગથ્થુ ઉપાયથી એક અઠવાડિયામાં ફાટેલી એડી થઈ જશે ઠીક! મુલાયમ થઈ જશે પગ
ગુજરાતની ટીમના લેસ્બિયન ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન
Jioનો સૌથી સસ્તો પ્લાન ! મળશે 90 દિવસની વેલિડિટી
છૂટાછેડા પછી આ ક્રિકેટરોના જીવનમાં આવી નવી હસીનાઓ

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article