ઉનાળાનો પ્રારંભ થઇ ગયો છે સાથોસાથ ભાવનગર (Bhavnagar) નગરજનોને ઉનાળામાં પીવાના પાણી (water) ની ચિંતા પણ સતાવતી હોય છે. પરંતુ આ વર્ષે ભાવનગરવાસીઓ માટે સારા સમાચાર એ છે કે ભાવનગર શહેરમાં આ વર્ષે ઉનાળા (summer) માં પીવાના પાણીની જરાય ચિંતા રહેશે નહીં, પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત એવા શેત્રુંજી (Shetrunji) , મહિપરીએજ અને બોરતળાવમાં પૂરતો પાણીનો જથ્થો પડયો છે. જે પ્રમાણે આગામી જુલાઈના અંત સુધી એક પણ પાણીકાપ આપ્યા વગર નિયમિત રીતે ભાવનગરવાસીઓને પીવાનું પાણી મળી રહેશે.
ભાવનગર માટે છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યા ખૂબ જ હળવી બની ગઈ છે. એકાંતરા પાણી અને અઠવાડી પાણીકાપ ભૂતકાળ બની ગયો છે. પહેલા જેવી પાણીની સમસ્યા હવે રહી નથી પાણીના નેટવર્ક પણ ડેવલોપ થઈ ગયા છે. સાથોસાથ કુદરતની મહેરથી પાણીના સ્ત્રોતમાં પણ જથ્થો જળવાયેલો રહે છે. ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં 1,55,000 જોડાણ અને નવા ભળેલા ગ્રામ્ય વિસ્તારો સિવાય ખાસ કોઇ ફરિયાદ રહેતી નથી, પરંતુ આ વર્ષે ઉનાળામાં પણ ખાસ પીવાના પાણીની ફરિયાદ રહેશે નહીં તેઓ તંત્રનો દાવો છે. ભાવનગર શહેરની જરૂરિયાત મુજબ પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત શેત્રુંજી ડેમ, મહિપરીએજ અને બોરતળાવમાં હાલ જે જીવંત જથ્થો તો છે તે પ્રમાણે આગામી ૩૧મી જુલાઈ સુધી એક પણ પાણી કાપ આપ્યા વગર લોકોને નિયમિત પણે પાણી મળી રહેશે, ભાવનગરની 165 એમએલડીની જરૂરિયાત સામે 155 એમએલડી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. તે મુજબ આગામી દિવસોમાં પણ પાણી વિતરણ કરવામાં આવશે.
ભાવનગરના ઘર આંગણે આવેલા પાણીના સ્ત્રોત બોર તળાવમાં પણ હાલમાં 38.6 પાણીનું લેવલ છે. જેમાં 470 એમસીએફટી જીવંત પાણીનો જથ્થો પડયો છે. આ સિવાય વાત કરવી તો શેત્રુંજી ડેમમાં થી ભાવનગર કોર્પોરેશન 55 એમએલડી પાણી મેળવે છે. હાલમાં શેત્રુંજી ડેમમાં 31 ફૂટ નું લેવલ છે ડેમમાં 8000 એમસીએફટી પાણી નો જીવંત જથ્થો પડયો છે. શેત્રુંજી માં થી પાણીનો 90 એમએલડી પાણી નો જથ્થો, બોરતળાવ માંથી 24 એમએલડી પાણી નો જથ્થો અને મહીંપરીએજ માંથી 52 એમએલડી મળીને પાણીનો 155 એમએલડી પાણી નો જથ્થો લેવામાં આવે છે. પાણીની જરૂરિયાત 165 એમએલડી છે. હાલ ભાવનગર શહેરમાં કુલ 1,55,000 કુલ નળ કનેક્શન આવેલા છે.
આ પણ વાંચોઃ સ્માર્ટ સિટી અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટ પણ બનશે સ્માર્ટ, એક મેસેજથી થઈ જશે ચાલુ, આ રીતે કરશે કામ
આ પણ વાંચોઃ Tapi: બાજીપુરામાં આજે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ યોજાશે, અમિત શાહ લાખો પશુપાલકોને કરશે સંબોધન