Bhavnagar: પાલીતાણા GIDCમાંથી 14 હજાર કિલો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો

|

Jun 19, 2022 | 10:46 PM

રેડ દરમિયાન એક આઇસર પણ ઝડપી લેવામાં આવ્યું છે. ડાયમંડ મારબલ નામના ગોડાઉનની આડમાં સરકારી અનાજ સગેવગે કરવાનું આ કૌભાંડ ચાલતું હતું. આ કૌભાંડીઓ ક્યાંથી અનાજ લાવ્યા હતા એ વધુ તપાસ બાદ ખુલશે.

Bhavnagar: પાલીતાણા GIDCમાંથી 14 હજાર કિલો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો
government foodgrains seized

Follow us on

ભાવનગર (Bhavnagar) જિલ્લામાં પાલીતાણા શહેરના GIDCમાંથી વ્યાજબી ભાવના દુકાને આપવાના સરકારી અનાજ (government foodgrains) નો જથ્થો ઝડપાયો છે. પાલીતાણા (Palitana) મામલતદાર અને પુરવઠા વિભાગને મળેલ બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમ્યાન અંદાજિત 14 હજાર કિલો ઘઉં-ચોખા ઝડપાયા છે. કોઈ જગ્યા પરથી સરકારી અનાજનો જથ્થો વેચાણથી લીધેલ હોવાની માહિતી મળતા રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન એક આઇસર પણ ઝડપી લેવામાં આવ્યું છે. ડાયમંડ મારબલ નામના ગોડાઉનની આડમાં સરકારી અનાજ સગેવગે કરવાનું આ કૌભાંડ ચાલતું હતું. આ કૌભાંડીઓ ક્યાંથી અનાજ લાવ્યા હતા એ વધુ તપાસ બાદ ખુલશે. આ લોકો ફેરિયાઓ પાસેથી અનાજ લઈ બારોબાર વેચી દેતા હતા. ગોડાઉનના માલિકો પાસે આ જથ્થાના કોઈ આધાર પુરાવા હતા નહીં અને તેમની પુછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે તેમણે ફેરિયાઓ પાસેથી આ અનાજ મેળવ્યું છે. જોકે તેમની વધુ પુછપરછ કરી વધુ વિગતો મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું મામલતદાર અતુલ ભટ્ટે જણાવ્યું હતું.

બીજી બાજુ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક ત્રણ પાટિયા પાસે પોલીસ મળેલી બાતમીના આધારે સસ્તા અનાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેમાં પોલીસે વ્યાજબી ભાવના દુકાને આપવાના અનાજનો જથ્થો ટ્રક અને બે ઈસમોની અટકાયત કરી અવશ્યક ચીજવસ્તુ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક આવેલા ત્રણ પાટિયા પાસે એક ટ્રકમાં સસ્તા અનાજ નો જથ્થો લઈ જતા હોવાની ખાનગી બાતમી પોલીસને મળી હતી જેથી આ ટ્રક ને રોકી તપાસ કરવામાં આવતા કોઈ પણ જાતના પરવાના ન હોઈ અને આધાર પુરાવા આપી ન શકતા આ અનાજના જથ્થાનો કબ્જો મેળવી અને આ ઘઉં અને ચોખાનો જથ્થો ક્યાંથી આવ્યો તે દિશામાં તપાસ કરવા ભાણવડ મામલતદાર કચેરીના પુરવઠા વિભાગને તપાસ કરવા પોલીસ વિભાગે જણાવ્યું હતું. બાદમાં આ ટ્રકમાં રહેલ સસ્તા અનાજમાં ઘઉં 8600 કિલો અને ચોખા 29100 કિલો રહેલ હોઈ, જ્યારે વેરાડ ગામ સિમ વાડીવિસ્તારમાં એક ખાનગી ગોડાઉનમાં રાખવામાં આવતો હોવાનું પણ તપાસ કરતા પોલીસે આ ગોડાઉન ખાતે પણ તપાસ શરૂ કરી જ્યારે પુરવઠા વિભાગ દ્વારા આ જથ્થો વ્યાજબી ભાવની દુકાનદારોને આપવામાં આવનાર હોઈ પરંતુ આ જથ્થો શંકાસ્પદ રીતે મળી આવતા અવશ્યક ચીજ વસ્તુઓ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ડોર સ્ટેપ ડિલિવરીના ઇજારેદાર, ટ્રક ડ્રાઇવર અને અન્ય એક ઇસમ મળી કુલ ત્રણ ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે સાથે જ ટ્રક કિંમત 7 લાખ, ઘઉં અને ચોખા મળી કુલ 9.25 લાખ સહિત કુલ 16.25 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને બે આરોપીની અટકાયત કરી છે. સાથે જ આ અનાજ ક્યાંથી આવ્યું કોને આપવામાં આવનાર હતું અન્ય કેટલા ઈસમો સંડોવાયેલા છે તે સમગ્ર દિશામાં તપાસ શરૂ કરી છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Published On - 10:43 pm, Sun, 19 June 22

Next Article