ભાવનગરમાં અરેરાટીભરી ઘટનાઃ ઘરમાં સુતેલી બાળકીને કુતરું ઉઠાવી ગયું, અનેક જગ્યાએ બચકાં ભરી લેતાં બાળકીનું મોત

| Edited By: | Updated on: Jul 09, 2022 | 11:20 AM

શહેરના મોટાભાગના વિસ્તારોમાં રખડતા શ્વાનના આંતક એટલી હદે છે કે લોકોને વાહન લઈને નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે મહાનગરપાલિકા સ્વાનનો આતંક દૂર કરવા માટે કોઈ અસરકારક પગલાં લે તેવી માગણી ઉઠી રહી છે.

ભાવનગર (Bhavnagar) શહેરમાં રખડતા શ્વાન (Dog) નો આંતક ખૂબ જ વધી રહ્યો છે. શહેરનાં ચિત્રા વિસ્તારમાં શ્વાન ચાર માસની બાળકી (Child) ને ઉઠાવી ગયું અને અનેક જગ્યાએ બચકા ભરી લીધાં હતાં. ચિત્રા વિસ્તારમાં રહેતા હિંમતભાઈ ભાલીયાની ચાર માસની બાળકીને શ્વાન ઉઠાવી ગયું હતું. બાળકીને શ્વાનના મોઢામાંથી છોડાવીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જોકે બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું. ચિત્રા વિસ્તારમાં મહાલક્ષ્મી સોસાયટીમાં ઘરમાં ઘોડિયામાં સુઈ રહેલી એક 4 માસની બાળકીને રખડતું શ્વાન મોઢામાં પકડીને લઈને ભાગ્યું હતું. આ સમયે ઘરમાં હાજર મહિલાએ જોઈ લેતા બાળકીને શ્વાન પાસેથી મુકાવી હતી. બાળકીને બાઈક પર હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. શહેરના મોટાભાગના વિસ્તારોમાં રખડતા શ્વાનનો આંતક એટલી હદે છે કે લોકોને વાહન લઈને નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે મહાનગરપાલિકા સ્વાનનો આતંક દૂર કરવા માટે કોઈ અસરકારક પગલાં લે તેવી માગણી ઉઠી રહી છે.

ભાવનગર શહેરમાં અનેક જગ્યા પર શ્વાનનો આતંક ખૂબ વધારે જોવા મળે છે. વારંવાર કુતરાં કરડવાની કે કુતરાંને કારણે અકસ્માત થવાની ઘટનાઓ બનતી રહે છે. શ્વાનની વસ્તી નિયંત્રમમાં રાખવા માટે ખસીકરણની કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ ભાવનગરમાં આવી કોઈ કાર્વાહી કરાતી ન હોવાની અને મહાનગરપાલિકા દ્વારા શ્વાનના અતંકને ઓછો કરવાની કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે.

Published on: Jul 09, 2022 11:17 AM