ભાવનગરમાં છરીની અણીએ બિલ્ડર પાસેથી 50 લાખની ખંડણીની ઘટના આવી સામે, પોલીસે 4 આરોપીને ઝડપી પાડ્યા

ભાવનગર શહેરમાં છરીની અણીએ બિલ્ડરનું અપહરણ કરી 50 લાખ રૂપિયાની ખંડણી માંગનાર આરોપીઓને ભાવનગર પોલીસે 24 કલાકમાં જ દબોચી લીધા હતા. નાની ઉંમરે કરોડપતી બનવાની ઘેલછાએ બિલ્ડરની રેકી કરી ફિલ્મી ઢબે કારનો પીછો કરી અપહરણને અંજામ આપ્યું.

ભાવનગરમાં છરીની અણીએ બિલ્ડર પાસેથી 50 લાખની ખંડણીની ઘટના આવી સામે, પોલીસે 4 આરોપીને ઝડપી પાડ્યા
| Edited By: | Updated on: Apr 08, 2023 | 4:29 PM

ભાવનગર શહેરના બિલ્ડર પાસે 4 અજાણ્યા શખ્સોએ ખંડણીની ઘટના સામે આવી હતી. જેમાં આરોપીઓ સામે અપહરણ કરીને મારી નાખવાની ધમકી આપીને ખંડણી અંગેની ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર ઘટનામાં બિલ્ડરની કારમાં જ તેને અપહરણ કરીને લઈ જવામાં આવ્યો હતો અને શહેરના વિવિધ સ્થળોએ ફેરવીને અંતે પૈસા આપવામાં સહમત થતા છોડી મુકવાં આવ્યો હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. ઘોઘા રોડ પોલીસે પ્રાથમિક વિગતોને આધારે 4 શખસોને ઝડપી લીધા છે. જ્યારે એક આરોપી હજી પણ ફરાર છે.

ભાવનગરમાં શહેરમાં આવેલા રૂપાણી પોલીસ ચોકી નજીકથી હિતેશ પન્નાલાલ ઘોધારી નામના બિલ્ડરનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેમાં ચારથી પાંચ યુવકો આગાઉ પ્લાન રચીને બાઈક પર બિલ્ડરનો પીછો કરી શહેરના રૂપાણી સર્કલ પાસે કાર સાથે એકસીડન્ટ કરીને હોસ્પિટલમા લઈ જવાનું જણાવીને ફરિયાદીની કારમાં જ બિલ્ડરનું છરીની અણીએ અપહરણ કરવામાં આવ્યું હતું.

ખંડણી ખોર આરોપી પોલીસના કબજે

હિતેશ નામના બિલ્ડરને માર મારી તેની પાસે 50 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. જે નાણાં આપવાની બાહેંધરી બિલ્ડરે આપતા તેની કાર સાથે શહેરના કણબીવાડ વિસ્તારમાં નજીક છોડી દેવામાં આવ્યો હતો. આ ચકચારી ઘટના બાદ બિલ્ડરે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરતા ભાવનગર પોલીસ દોડતી થઈ હતી. જે બાદ પોલીસે ગણતરીના સમયમાં ખંડણીખોરોને દબોચી જેલ હવાલે કર્યા હતા.

આ પણ વાંચો : ઓપરેશન ઈન્ચાર્જ કર્નલ તુષાર જોશીએ 2002ના અક્ષરધામ મંદિરમાં થયેલા આતંકી હુમલાથી લઈને રેસ્ક્યૂ ઓપરેશન સુધીની સમગ્ર ઘટના જણાવી, જુઓ વીડિયો

એક આરોપી ફરાર

બિલ્ડર દ્વારા પોલીસ સ્ટેશન ખાતે અપરહણ અને ખંડણીની ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બે દિવસે આ પાંચ પૈકી ચારેય શખ્સોએ પોતાના બે બાઇક એક સ્થળે રાખ્યા હતા અને ત્યાંથી બાઇક વડે નાસી છુટવાની તૈયારી કરતા હતા તે દરમિયાન CCTV ની મદદથી પાંચ પૈકી ચારને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે આ ગુનામાં સામેલ અભયસિંહ યોગેન્દ્રસિંહ રાઠોડ હજી પણ ફરાર છે જેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…