હજીરા-ઘોઘા રો-રો ફેરી સર્વિસમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા, ફેરીના ટ્રાયલ દરમિયાન જહાજ અધવચ્ચે જ બંધ પડ્યું

|

Nov 06, 2020 | 5:17 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 તારીખે હજીરા અને ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસની શરૂઆત કરાવવાના છે.પરંતુ આ ફેરી સર્વિસમાં પણ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ ઘડાયો છે. આજે રો પેક્સ ફેરી સર્વિસનો ટ્રાયલ રાખવામાં આવ્યો હતો. પરંતુ ફેરી મધદરિયામાં અધવચ્ચે જ બંધ પડી ગઇ હતી. મળતી માહિતી મુજબ ફેરીના એન્જિન અને સ્ટિયરિંગમાં યાંત્રિક ખામી સર્જાતા ફેરી […]

હજીરા-ઘોઘા રો-રો ફેરી સર્વિસમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા, ફેરીના ટ્રાયલ દરમિયાન જહાજ અધવચ્ચે જ બંધ પડ્યું

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 તારીખે હજીરા અને ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસની શરૂઆત કરાવવાના છે.પરંતુ આ ફેરી સર્વિસમાં પણ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ ઘડાયો છે. આજે રો પેક્સ ફેરી સર્વિસનો ટ્રાયલ રાખવામાં આવ્યો હતો. પરંતુ ફેરી મધદરિયામાં અધવચ્ચે જ બંધ પડી ગઇ હતી. મળતી માહિતી મુજબ ફેરીના એન્જિન અને સ્ટિયરિંગમાં યાંત્રિક ખામી સર્જાતા ફેરી મધદરિયે જ અટવાઇ હતી.

મહત્વનું છેકે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 નવેમ્બરે સુરતના હજીરા બંદરેથી ભાવનગરના ઘોઘા બંદર માટે રો-પેક્સ ફેરી સેવાનો શુભારંભ કરાવશે. અને નવનિર્મિત રો-રો ટર્મિનલ પોર્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. વર્ષોથી સુરતમાં વસતા સૌરાષ્ટ્રના લોકો માટે આ પ્રધાનમંત્રી તરફથી દિવાળીની ભેટ સાબિત થશે.

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article