BHAVNAGAR : સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ અઠવાડિયામાં છઠ્ઠીવાર ઓવરફલો

|

Sep 28, 2021 | 6:15 PM

રવિવારે મોડીરાત્રિથી જ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થયો હતો. જેના પગલે સતત છઠ્ઠીવાર ડેમ ઓવરફ્લો થયો હતો. આજે મંગળવારે ફરી એકવાર વહેલી સવારે ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા હતા.

BHAVNAGAR : સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ અઠવાડિયામાં છઠ્ઠીવાર ઓવરફલો
BHAVNAGAR: Saurashtra's largest Shetrunji dam overflows for sixth time in a week

Follow us on

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફલો થયો છે. એક જ સપ્તાહમાં ડેમ સતત છઠ્ઠી વખત ઓવરફ્લો થયો છે. રવિવારે મોડીરાત્રિથી જ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થયો હતો. જેના પગલે સતત છઠ્ઠીવાર ડેમ ઓવરફ્લો થયો હતો. આજે મંગળવારે ફરી એકવાર વહેલી સવારે ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ બપોરે 12:30ના અરસામાં ડેમના વધુ 30 દરવાજા એક ફુટ ખોલવામાં આવ્યા હતા.

એક જ અઠવાડિયામાં સતત છઠ્ઠી વાર ડેમ ઓવરફ્લો થયો

નોંધનીય છેકે સૌરાષ્ટ્રમાં સૌથી મોટા જળાશય તરીકે નામના ધરાવતો ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં શેત્રુંજી ડેમ આવેલો છે. જે એક જ અઠવાડિયામાં સતત છઠ્ઠી વખત છલકાયો છે. જેમાં તારીખ 20 ના રોજ 6 દરવાજા ખોલવામાં આવ્યાં હતા. ત્યારબાદ તારીખ 21ના રોજ 15 દરવાજા ખુલ્યા, તારીખ 22 ના રોજ 6 દરવાજા ખોલાયા હતા, તારીખ 23ના રોજ 15 દરવાજા ખુલ્યાં, તારીખ 24ના રોજ 6 દરવાજા ખુલ્યાં, તારીખ 26ના રોજ 6 દરવાજા ખોલવામાં આવ્યાં હતા. બાદમાં આજે તારીખ 27ના રોજ એક ફૂટ સુધી 5 દરવાજા ખોલવામાં આવ્યાં છે. તા.28 ના રોજ વહેલી સવારે 15 દરવાજા ત્યારબાદ બપોરે ફરી એકવાર 30 દરવાજા ખોલવામાં આવ્યા હતા.

Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ

ડેમનું રૂલ લેવલ જાળવવા દરવાજા ખોલાયા હતા

​​​​​​​આ અંગે ડેમ સ્થિત નાયબ કાર્યપાલક ઈજનેર આશિષ બાલધીયાએ મીડિયાને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઉપરવાસમાંથી આવતી પાણીની આવક પર ટીમ સતત નજર રાખવામાં આવી રહી છે. આવક ઘટે એટલે દરવાજા બંધ કરવામાં આવે છે અને આવક વધતા ફરી દરવાજા ખોલવામાં આવે છે. મોડીરાત્રે પાણીનો ભારે પ્રવાહ ડેમમાં આવી રહ્યો હતો. જેને પગલે ડેમની સપાટી એક નિયત અંકે જાળવી રાખવા માટે આજે સવારે ડેમના 15 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યાં અને ત્યારબાદ બપોરે 12:30 વાગે 30 દરવાજા ખોલવામાં આવ્યા હતાં.

આજે વહેલી સવારે 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. નદીઓમાં 1350 ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે, ત્યારબાદ બપોરે 12:30 વાગે 30 દરવાજાઓ ખોલવામાં આવ્યા હતા અને નદીઓમાં 2700 ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહયો છે, ઉપરથી વધારાની આવક બંધ થશે. ત્યારે દરવાજા પુનઃ બંધ કરવામાં આવશે.

આ પણ વાંચો :  CM ભુપેન્દ્ર પટેલની સરકાર એક્શન મોડમાં, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને આપ્યા આ આદેશ

 

Published On - 6:15 pm, Tue, 28 September 21

Next Article