BHAVNAGAR : વરસ્યો આફતનો વરસાદ, બે ઠેકાણે વિજળી પડી, અનેક વૃક્ષો ધરાશાયી

|

Sep 29, 2021 | 12:31 PM

ભાવનગર શહેરમાં ગત રાત્રિથી સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદના કારણે શહેરના અનેક રસ્તાઓ પર મહાકાય વૃક્ષો ધરાશયી થઈ ગયા છે.

ભાવનગરમાં  આફતનો વરસાદ વરસ્યો છે. ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસેલા વરસાદના કારણે શહેરીજનોની મુશ્કેલીમાં વધારો થયો છે. શહેરમાં ગત રાત્રિથી સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદના કારણે શહેરના અનેક રસ્તાઓ પર મહાકાય વૃક્ષો ધરાશયી થઈ ગયા છે. પરિમલ ચોક, વિરાણી ચોક, ઘોઘા સર્કલ, ઘોઘા જગાત નાકા સહિતના વિસ્તારોમાં વૃક્ષો પડી જતા રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહનચાલકોની મુશ્કેલી પણ વધી ગઈ છે.

શહેરમાં બે સ્થળોએ વિજળી પડી, કોઇ જાનહાની નહિ

તો બીજી તરફ શહેરના આનંદનગર, સુભાષ નગર અને તળાજાના વાવચોકમાં વીજળી પડી હતી. વીજળી પડવાથી કોઈ જાનહાનિ નથી થઈ. પરંતુ કેટલાક વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની સાથે છાપરા અને હોર્ડિંગ્સ ઉડી જવાની ઘટનાઓ ઘટી હતી. આ તરફ ભારે વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા નાળામાં પાણી વહેતા થઈ ગયા છે. શહેરના તળાજા જગત નાકા પાસેના નાળામાં પણ પાણી વહેવા લાગ્યું છે.

જિલ્લોના શેત્રુંજી ડેમ છઠ્ઠીવાર ઓવરફલો થયો

ભાવનગર જિલ્લાની જીવાદોરી કહી શકાય તેવો શેત્રુંજી ડેમ પણ છઠ્ઠી વાર ઓવરફલો થતા હાલમાં દરવાજા ખોલવામાં આવ્યા છે. ભાવનગરમા રાત્રિથી અત્યારસુધીમાં 3.5 ઇંચ, મહુવામાં 2.5 ઇંચ, તળાજા 2 ઇંચ, વલ્લભીપુર 2 ઇંચ અને શિહોરમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ વરસતા અને છેલ્લા વીસ દિવસથી સતત વરસાદને લઇને ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

 

આ પણ વાંચો : ભાવનગરમાં વીજળીના કડાકા કેમેરામાં કેદ થયા, જુઓ વિડીયો

Next Video