Bhavnagar: જીતુ વાઘાણી- વિભાવરી દવે વચ્ચેનો ગજગ્રાહ આવ્યો સામે, ભાવનગર ભાજપમાં બન્યો ચર્ચાનો વિષય

|

Jan 02, 2022 | 3:24 PM

ભાવનગરમા યોજાયેલા આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો વચ્ચે ચાલતો વિખવાદ સામે આવ્યો છે. માવતર ઓલિમ્પિક કાર્યક્રમમાં કેબિનેટ પ્રધાન અને ભાવનગરના સિનિયર નેતા હોવા છતા જીતુ વાઘાણીના નામનો ક્યાય ઉલ્લેખ ન હતો.

માવતરના કાર્યક્રમમાં વર્તમાન અને પૂર્વ શિક્ષણ પ્રધાનમાંથી એકના નામ છપાયુ બીજાનુ નહી

 

ભાવનગર (Bhavnagar)માં ભાજપ (BJP)ના જ બે ધારાસભ્યો(MLAs)માં ચાલતો ગજગ્રાહ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાવનગર પૂર્વના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ પ્રધાન વિભાવરી દવે દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેના નિમંત્રણ કાર્ડ (Invitation card)માં ગૃહરાજ્ય પ્રધાન અને રત્નાકરજીના નામનો જ ઉલ્લેખ હતો, પણ કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીનો કોઇ ઉલ્લેખ ન હતો.

કાર્યક્રમમાં કોવિડના નિયમોના ઉડ્યા ધજાગરા

ભાવનગરમાં હાલના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના પૂર્વ શિક્ષણ મંત્રી વિભાવરી દવે દ્વારા માવતર ઓલિમ્પિક નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. માવતર નામની સંસ્થા દર વર્ષે ભાવનગરમાં આ પ્રકારનો કાર્યક્રમ યોજે છે. જો કે કોરોનાની મહામારી વચ્ચે પણ આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો અને વૃદ્ધો હાજર રહ્યા હતા. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પણ કાર્યક્રમમાં ધજાગરા જોવા મળ્યા હતા.

ધારાસભ્યોનો ગજગ્રાહ સામે આવ્યો

ભાવનગરમા યોજાયેલા આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો વચ્ચે ચાલતો વિખવાદ સામે આવ્યો છે. માવતર ઓલિમ્પિક કાર્યક્રમમાં કેબિનેટ પ્રધાન અને ભાવનગરના સિનિયર નેતા હોવા છતા જીતુ વાઘાણીના નામનો ક્યાય ઉલ્લેખ ન હતો. ઉપરાંત પશ્ચિમ વિધાનસભાના તેમના એક પણ સમર્થક પણ કાર્યક્રમમાં હાજર ન હતા. કાર્યક્રમના નિમંત્રણ કાર્ડથી લઇને બેનરમાં પણ ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીનો ક્યાય ઉલ્લેખ ન હતો. જેના પરથી બંને ધારાસભ્યો વચ્ચેની ખેંચતાણ સામે આવી છે. બંને ધારાસભ્યોનો ગજગ્રાહ આ કાર્યક્રમથી સપાટી પર આવ્યો છે. અગાઉ પણ કેટલાક કાર્યક્રમોમાં બંને ધારાસભ્યો વચ્ચેનો આ જ રીતેનો વિખવાદ સામે આવેલો છે.

આ પણ વાંચોઃ Bhavnagar: ક્યારે પૂરું થશે કામ? ગોકળગાયની ગતિથી ચાલી રહેલા સિક્સ લેનના કામનો કોંગ્રેસે કર્યો અનોખો વિરોધ

આ પણ વાંચોઃ નેશનલ યોગાસન ચેમ્પિયનશિપમાં ભાવનગરની જાહ્નવી મહેતા વિજેતા, દેશભરના 800 સ્પર્ધકોએ લીધો હતો ભાગ

Published On - 3:12 pm, Sun, 2 January 22

Next Video