દહેજના ઉદ્યોગો માટે જમીન સંપાદન બાદ ગૌચર અને રોજગારીના વાયદા પૂર્ણ ન થતા ગ્રામજનો રસ્તા ઉપર ઉતર્યા

|

Apr 25, 2022 | 12:20 PM

સુવા ગામના લોકો આજે સમસ્યાઓ તરફ સરકારનું ધ્યાન ખેંચવા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. ભરૂચને દહેજ જીઆઇડીસી સાથે જોડતી સુવા ચોકડી નજીક ગ્રામજનો રોડ ઉપર ઉતરી આવ્યા હતા.રસ્તા ઉપર બેસી જઈ ગ્રામજનોએ ચક્કાજામ કર્યા હતા.

દહેજના ઉદ્યોગો માટે જમીન સંપાદન બાદ ગૌચર અને રોજગારીના વાયદા પૂર્ણ ન થતા ગ્રામજનો રસ્તા ઉપર ઉતર્યા
સુવા ગામના લોકોએ ચક્કાજામ કર્યા

Follow us on

વિવિધ માંગણીઓને લઈ સમાધાન ન મળતા ભરૂચ(Bharuch) જિલ્લાના  વાગરા તાલુકાના સુવા ગામના લોકો આજે સવારે દહેજ જીઆઇડીસી(Dahej GIDC)ની જોડતા માર્ગ ઉપર બેસી ગયા હતા અને વાહન વ્યવહાર ઠપ્પ કરી દીધો હતો. સ્થાનિકોનું કહેવું છે કે તેમને ગુમાવેલી જમીન સામે માત્ર વાયદા મળ્યાં છે. સ્થાનિકો ગૌચરની જમીન અને રોજગારીના મુદ્દે ઘણાં સમયથી રજુઆત કરી રહ્યા છે પણ હલ ન મળતા આખરે આજે આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. ગ્રામજનોનો મિજાજ પારખી સરકારી બાબુઓએ તાત્કાલિક દહેજ તરફ વાટ પકડી હતી.સુવા ગામના લોકો માટે આંદોલનની આગેવાની કરનાર રાજેશભાઈ ગોહિલના જણાવ્યા અનુસાર દહેજ ઔદ્યોગિક વસાહતના નિર્માણ અને વિકાસ માટે સુવા ગામની ખુબ મોટી જમીન સંપાદિત કરવામાં આવી છે. સ્થાનિકોએ ઉદ્યોગોને આવકાર આપવા જમીન આપી તો સામે તેઓ બેરોજગાર ન બને તે માટે જમીનની કિંમત ઉપરાંત રોજગારીના વાયદા થયા હતા.

વર્ષો સુધી નોકરી માટે આશા રાખી બેઠેલા સ્થાનિકોને રોજગારી આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવતા ધીરજ ગુમાવી બેઠેલા સ્થાનિકો આજે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. સ્થાનિકો અનુસાર 5 જેટલી કંપનીઓએ રોજગારી માટે વાયદા કર્યા બાદ નોકરી આપી નથી.

અન્ય એક મામલામાં વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા લોકોએ જણાવ્યું હતું કે દહેજ જીઆઇડીસીના નિર્માણ માટે સ્થાનિક વિસ્તારની જમીન સંપાદન કરવામાં આવી હતી. ગ્રામજનો અનુસાર 200 એકર જમીન ગૌચર માટે આપવાનો વાયદો કરાયો હતો જે બાદમાં 45 એકર સુધી ઘટાડો કરવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી આ જમીન અપાઇ નથી. ગામમાં ૫૦૦ થી વધુ પશુઓ છે જેમના માટે ચારા સહીતની સમસ્યાઓ ઉભી થઇ રહી છે જેનો ગ્રામજનો હલ માંગી રહ્યા છે.

કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું
ડિલિવરી બાદ મહિલાઓ કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

સુવા ગામના લોકો આજે સમસ્યાઓ તરફ સરકારનું ધ્યાન ખેંચવા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. ભરૂચને દહેજ જીઆઇડીસી સાથે જોડતી સુવા ચોકડી નજીક ગ્રામજનો રોડ ઉપર ઉતરી આવ્યા હતા.રસ્તા ઉપર બેસી જઈ ગ્રામજનોએ ચક્કાજામ કર્યા હતા. જીઆઇડીસી અને આસપાસની કંપનીઓ તરફથી ગૌચર અને રોજગારીની સમસ્યા હલ ન કરે ત્યાં સુધી ઉભા નહિ થવાની હાથ પકડી હતી.

આ પણ વાંચો :  Bharuch Police એ આ બે મામલાઓમાં કુલ 7 લોકોની ધરપકડ કરી, જાણો વિગતવાર

આ પણ વાંચો : Bharuch : અંકલેશ્વરમાં એમ.એસ. ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી, 10 ફાયર ફાઇટર ઘટના સ્થળે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article