જંબુસરના માલપુર ગામમાં આગની ઘટનામાં ત્રણ મકાન ભસ્મીભૂત, રહેવાસીઓએ તમામ ઘરવખરી ગુમાવી

|

Apr 28, 2022 | 7:23 AM

માલપુર ગામે અચાનક રહેણાંક મકાનમાં આગ લાગ્યાની જાણ ગ્રામજનોને થતાં તાત્કાલિક ગ્રામજનો આવી પહોંચી આગ બુઝાવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. સ્થાનિકોના પ્રયાસ છતાં આગ ઉપર કાબુ ન આવતા આખરે મદદ માટે ઔદ્યોગિક એકમોને કોલ અપાયો હતો.

જંબુસરના માલપુર ગામમાં આગની ઘટનામાં ત્રણ મકાન ભસ્મીભૂત, રહેવાસીઓએ તમામ ઘરવખરી ગુમાવી
મકાનો બળીને ખાક થયા હતા

Follow us on

ભરૂચ(Bharuch) જિલ્લાના જંબુસર(Jambusar) તાલુકાના છેવાડાના માલપુર ગામમાં ત્રણ મકાનોમાં મોડી રાતે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે ગણતરીના સમયમાં એ હદે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે ત્રણેય ઘરની મોટાભાગની ઘરવખરો બળીને ખાક થઇ ગઈ હતી. સ્થાનિકોના આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ સફળ ન રહેતા આખરે તાલુકાના ઔધોગિક એકમોને મદદ માટે કોલ અપાયો હતો. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. સદનશીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી. લગભગ બે કલાક બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. બનાવ સંદર્ભે કાવી પોલીસે તાપસ શરૂ કરી છે.

માલપુર ગામના જૂના સરપંચ ફળીયામાં આવેલ કનુભાઈ મગનભાઈ પરમાર તથા દેવજીભાઇ સોમાભાઈ પરમાર ના મકાનમાં રાતનાં સુમારે આકસ્મિક આગ લાગી હતી જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. એક મકાનમાં લાગેલી આગ આસપાસના મકાનોમાં ફેલાઈ હતી જેણે બે થી ત્રણ મકાનોને ઝપેટમાં લઈ લીધા હતા. અગનગોળામાં પરિવર્તિત થઈ ગયેલા મકાનોમાં ઘરનું રાચરચીલું , અનાજ ,રોકડ અને કપડા સહીત નો સામાન ભસ્મીભૂત થઈ ગયો હતો. સ્થાનિકો અનુસાર આગ ખુબ ઝડપથી ફેલાઈ હતી જેના કારણે રહેવાસીઓ કોઈ કિંમતી ચીજ બહાર કાઢી શક્યા ન હતા.

માલપુર ગામે અચાનક રહેણાંક મકાનમાં આગ લાગ્યાની જાણ ગ્રામજનોને થતાં તાત્કાલિક ગ્રામજનો આવી પહોંચી આગ બુઝાવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. સ્થાનિકોના પ્રયાસ છતાં આગ ઉપર કાબુ ન આવતા આખરે મદદ માટે ઔદ્યોગિક એકમોને કોલ અપાયો હતો. ઓએનજીસી તથા PI ઇન્ડસ્ટ્રીઝના ફાયરફાઇટરોને મદદે બોલાવવામાં આવ્યા હતા. અંદાજિત બે કલાક બાદ આગ ઉપર કાબુ મેળવી શકાયો હતો. બનાવની જાણ મામલતદાર જંબુસર તથા કાવી પોલીસને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. આગની ઘટનામાં કોઈ જાનહાની ન નોંધાતા તંત્રએ પણ રાહતનો દમ લીધો હતો.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024

સ્થાનિક સૂત્રો અનુસાર આગ શોર્ટ સર્કિટના કારણે લાગ્યા બાદ એક મકાનમાંથી અન્ય મકાનમાં ફેલાઈ હતી જે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બેકાબુ બની હતી. બનાવ સંદર્ભે કવિ પોલીસ ચોપડે નોંધ કરી આગ લાગવાના કારણ અને નુકસાનના અંદાજ સહિતના પ્રશ્નોના જવાબ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે.

 

આ પણ વાંચો : Bharuch : કેદીનો સ્વાંગ રચી પોલીસે સબજેલના મોબાઈલ ફોન નેટવર્કને ઝડપી પાડ્યું, હત્યા અને NDPS ના કેદીઓ પાસેથી કબ્જે કરાયા ફોન

આ પણ વાંચો : અંકલેશ્વરમાં 3 દાયકા બાદ Airstrip ને ગ્રીન સિગ્નલ મળ્યો, મે મહિનામાં પૂર્ણેશ મોદી ભૂમિપૂજન કરશે

Next Article