Tender Today : ભરૂચના દહેજ રોડ પર મેઇન્ટેનન્સના કામ માટે 46 કરોડ રુપિયાથી વધુનું ટેન્ડર જાહેર, જૂઓ Video

ગાંધીનગરના (Gandhinagar) સેક્ટર 10માં આવેલા નિર્માણ ભવન દ્વારા ઇ ટેન્ડર દ્વારા ટેન્ડર મગાવતી જાહેર નિવિદા બહાર પાડવામાં આવી છે. ભરૂચના દહેજ રોડ પર મેઇન્ટેનન્સના કામ માટે આ ટેન્ડરની જાહેરાત બહાર પાડવામાં આવી છે.

Tender Today : ભરૂચના દહેજ રોડ પર મેઇન્ટેનન્સના કામ માટે 46 કરોડ રુપિયાથી વધુનું ટેન્ડર જાહેર, જૂઓ Video
| Edited By: | Updated on: Aug 16, 2023 | 2:55 PM

Bharuch : ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ટેન્ડર (Tender) જાહેર કરવામાં આવ્યુ છે. ગાંધીનગરના (Gandhinagar) સેક્ટર 10માં આવેલા નિર્માણ ભવન દ્વારા ઇ ટેન્ડર દ્વારા ટેન્ડર મગાવતી જાહેર નિવિદા બહાર પાડવામાં આવી છે. ભરૂચના દહેજ રોડ પર મેઇન્ટેનન્સના કામ માટે આ ટેન્ડરની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ટેન્ડરની અંદાજીત રકમ 46.83 કરોડ રુપિયા છે.

આ પણ વાંચો- Tender Today : પેટલાદમાં કેનાલ લાઇનિંગ અને બ્રિજને લગતા ત્રણ કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

આ કામ માટેના ટેન્ડરના બીડ સિક્યુરિટીની રકમ 47.00 લાખ રુપિયા છે. ટેન્ડર ફી 21240 રુપિયા છે. ટેન્ડર બિડ ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરવાની તારીખ અને સમય 18 ઓગસ્ટ 2023 બપોરે 12 કલાકનો છે. તો ઓનલાઇન બિડ સબમીશનની છેલ્લી તારીખ 8 સપ્ટેમ્બર 2023 સાંજે 5 કલાકની છે. બિડ ખોલવાની સંભવિત તારીખ 8 સપ્ટેમ્બર 2023 સાંજે 5.30 કલાકની છે. ટેન્ડરની અન્ય વિગતો www.nprocure.com, www.gsrdc.nprocure.com પર જોવા મળશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:34 pm, Wed, 16 August 23