હવામાન વિભાગ(IMD) દ્વારા ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. આજે તા. 7 જુલાઈથી થી 10 જુલાઇ દરમ્યાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવતા NDRF ની ટિમ તૈનાત કરવા સહિતના અગમચેતીના પગલાં ભરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) પણ આકાશી આફતની ચેતવણીના પગલે રાજ્ય સરકારના અને જિલ્લાઓના તંત્રના રાહત બચાવ અને અગમચેતી સંબંધી આગોતરા પગલાંની સમીક્ષઆ કરી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ વઘુમાં તારીખ 07 થી 10 જુલાઇ સુઘી ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે.
હાલ રાજયમાં NDRF ની 9 ટીમો તૈનાત છે તેમાંથી ગીર સોમનાથ-૧, નવસારી-૧, બનાસકાંઠા-1 , રાજકોટ-2, વલસાડ-1 ,સુરત-1 ,ભાવનગર-1 , કચ્છ -1 માં NDRF ની ટીમો ડીપ્લોય કરવામાં આવેલી છે. એસ.ડી.આર.એફ ની 1 – ટીમ પોરબંદર જિલ્લામાં ડીપ્લોય કરવામાં આવેલ છે.
આગાહી વચ્ચે આજે દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વલસાડમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે તો સુરત, નવસારી , ડાંગ અને ભરૂચમાં વરસાદની હાજરી નોંધાઈ છે. સવારે 6 વાગ્યા બાદ વલસાડમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાપીમાં બે કલાકમાં 1.6 ઇંચ વરસાદ નોંધાયો હતો જયારે તો પારડી, ઉમરગામ અને વલસાડમાં અડધા થી પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. છેલ્લા ૨૪ કલાકની સ્થિતિ ઉપર નજર કરીએતો સારો વરસાદ વરસાયો હતો. વલસાડ વહીવટીતંત્ર ભારે વરસાદની આગાહીને લઈને એલર્ટ મોડ ઉપર છે.
સુરત જિલ્લામાં ગઈકાલે સવારે ઓલપાડ અને આસપાસના વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ રમી હતી. અહીં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સેના ખાડી આસપસના રહીશો માટે ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થયું હતું. આજે ઉકાઈ ડેમમાં જળ સપાટી 315.54 ફૂટ છે જેમાં ઈનફ્લો અને આઉટફ્લો 1 હજાર ક્યુસેક છે. જિલ્લામાં સૌથી વધુ ચોર્યાસી તાલુકામાં દોઢ ઇંચ વરસાદ વરસાયો હતો જયારે સૌથી ઓછો વરસાદ સુરત શહેરમાં 4 મિમિ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં સુરત શહેર જિલ્લામાં નોંધાયેલો વરસાદ આ મુજબ છે.
નવસારી જિલ્લામાં વાંસડાને બાદ કરતા તમામ તાલુકાઓમાં વરસાદે હાજરી નોંધાવી છે. જિલ્લામાં સૌથી વધુ નવસારીમાં 23 મિમિ વરસાદ નોંધાયો છે. ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. નવસારીમાં રાત્રે 10 થી સવારે 06 સુધી વરસેલા વરસાદના આંકડા આ મુજબ છે.
ડાંગમાં વરસદાએ વિરામ લીધો છે. વનવિસ્તારમાં છેલ્લા 24 કલાક દરમિયાન ઓછો વરસાદ નોંધાયો છે.
ભરૂચ જિલ્લામાં પણ સરેરાશ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લા કલેકટર દ્વારા ભારે વરસાદની આગાહી દરમ્યાન અધિકારીઓને જિલ્લો ન છોડવા સૂચના આપવામાં આવી છે. ભરૂચમાં ૨૪ કલાકમાં સરેરાશ અડધો ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં હાંસોટ તાલુકામાં ૨ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.
Published On - 8:52 am, Thu, 7 July 22