સ્તંભેશ્વર મહાદેવઃ ઓટ વખતે દરિયાના પાણીમાંથી ધીમે ધીમે બહાર આવે છે અને અલૌકિલ દૃશ્ય સર્જાય છે

|

Feb 23, 2022 | 6:43 PM

સ્તંભેશ્વર મહાદેવ ભરૂચ જિલ્લામાં આવેલા જંબુસર તાલુકાના દરિયાકિનારે આવેલા કંબોઇ ગામ ખાતે આવેલું પૌરાણીક તિર્થધામ છે, આ સ્થળ "ગુપ્ત તિર્થ" તેમ જ "સંગમ તિર્થ" તરીકે પણ ઓળખાય છે

સ્તંભેશ્વર મહાદેવઃ ઓટ વખતે દરિયાના પાણીમાંથી ધીમે ધીમે બહાર આવે છે અને અલૌકિલ દૃશ્ય સર્જાય છે
સ્તંભેશ્વર મહાદેવઃ ઓટ વખતે દરિયાના પાણીમાંથી ધીમે ધીમે બહાર આવે છે અને અલૌકિલ દૃશ્ય સર્જાય છે

Follow us on

સ્તંભેશ્વર મહાદેવ (Stambheshwar Mahadev) ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભરૂચ (Bharuch) જિલ્લામાં આવેલા જંબુસર (Jambusar) તાલુકાના દરિયા (ocean) કિનારે આવેલા કંબોઇ ગામ ખાતે આવેલું પૌરાણીક તિર્થધામ છે. અહીં દરિયાના પાણીમાં સ્વયંભૂ પ્રગટ થયેલ મહાદેવજીનું શિવલિંગ આવેલું છે. મહીસંગમ એટલે કે મહી નદી અને દરિયાનું સંગમ સ્થળ અહીં જ હોવાની માન્યતા પ્રવર્તે છે. મહાદેવજીનાં દર્શન કરવા દરિયાનાં પાણીમાં ઓટ આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે. આ સ્થળ “ગુપ્ત તિર્થ” તેમ જ “સંગમ તિર્થ” તરીકે પણ ઓળખાય છે.

અહીં જવા માટે પ્રથમ જંબુસર પહોંચવું પડે છે, જે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 8 પર આવેલા ભરૂચ તેમ જ વડોદરા સાથે રાજ્ય ધોરી માર્ગ દ્વારા જોડાયેલું છે. જંબુસરથી રાજ્ય ધોરી માર્ગ દ્વારા નહાર થઇ કાવી પહોંચાય છે. અહીંથી કંબોઇ જવા માટેના રસ્તાને પણ 2008ના વર્ષ દરમ્યાન રાજ્ય ધોરી માર્ગનો દરજ્જો આપવામાં આવ્યો હોવાથી અહીં પહોંચવું સરળ થયું છે.

કથા પ્રમાણે તારકાસુરે ઘોર તપ કરી ભગવાન શિવને પ્રસન્ન કર્યા. ભોળનાથ પાસે તેણે વરદાન માગ્યું કે 6 દિવસના બાળક સિવાય તેને કોઈ મારી શકે નહીં. તારકાસુરની કનડગત વધતાં દેવો અને ઋષિઓને હેરાન-પરેશાન થઈ ગયા. આથી બધા દેવોએ ભગવાન શિવજીને કહ્યું કે મહાદેવ અમારી તારકાસુરથી રક્ષા કરો. ત્યારે શિવજીએ દેવોને કહ્યું કે મારો પુત્ર કાર્તિકેય તારકાસુરનો સંહાર કરશે. ત્યારબાદ બાળકાર્તિકેય દ્વારા તારકાસુરનો વધ કરવામાં આવ્યો.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સ્તંભેશ્વર મહાદેવઃ ઓટ વખતે દરિયાના પાણીમાંથી ધીમે ધીમે બહાર આવે છે અને અલૌકિલ દૃશ્ય સર્જાય છે

 

જ્યારે કાર્તિકેય સ્વામીને ખબર પડી કે તારકાસુર ભગવાન શિવનો પરમ ભક્ત છે, તો તેમને ખૂબ દુઃખ થયું. જેના પ્રાયશ્ચિત માટે તેમણે આ જગ્યાએ શિવલિંગની સ્થાપના કરી જે સ્તંભેશ્વર મહાદેવના નામે ઓળખાય છે. છ હજાર વર્ષ પહેલા વેદવ્યાસ દ્વારા લખેલા સ્કંદપુરાણમાં પણ સ્તંભેશ્વર તીર્થનો ઉલ્લેખ છે.

“ગુપ્ત તીર્થ” તરીકે જાહેર થવા પાછળ પણ એક કથા છે જેના અનુસાર જ્યારે પૃથ્વી પરનાં બધાં તીર્થ એકત્ર થઇ એકવાર બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી બધાં તીર્થ સાથે જોઇ ખુશ થયા. તીર્થોએ બધામાં શ્રેષ્ઠ તીર્થ કોણ તે બાબતે જણાવવા કહ્યું જેથી બ્રહ્માજીએ ખુબ વિચાર કર્યાબાદ કંઇ ન સમજ પડતા તીર્થોને જ એ બાબતે જણાવવા કહ્યું. ત્યારે સર્વ તીર્થ મૌન રહ્યા પણ સ્તંભેશ્વર તીર્થે પોતે શ્રેષ્ઠ હોવાનું જણાવ્યું કારણ કે ત્યાં દરિયા અને મહી નદી સંગમ ઉપરાંત દેવોનાં સેનાપતિ દ્વારા સ્થાપિત શિવજીનો પણ વાસ છે. આ સાંભળી ધર્મદેવે આવા અહંકારી વચનનાં બદલે સ્તંભેશ્વર તીર્થને શ્રાપ આપ્યો કે તમે તીર્થ તરીકે ક્યારેય પણ પ્રસિદ્ધિ નહી પામો. તમારી સિદ્ધિઓ હંમેશા ગુપ્ત જ રહેશે.

આ પણ વાંચોઃ  પોલીસ તોડકાંડઃ આજે ડીજીપી આશિષ ભાટિયા સરકારને સોંપશે રિપોર્ટ, ગમે તે ઘડીએ થઇ શકે છે કાર્યવાહી !

આ પણ વાંચોઃ CBSE બોર્ડની પરીક્ષા ઓફલાઇન લેવાશે, બોર્ડ દ્વારા તૈયારીઓ આરંભાઇ

Next Article