મેેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ધમરોળ્યુ, ભરૂચમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં સત્તાવાર ચોમાસુ બેસી ગયું છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત સુધી ચોમાસુ પહોંચ્યુ છે. જેને પગલે આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી (Rain) માહોલ રહેશે.

મેેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ધમરોળ્યુ, ભરૂચમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા
Rain in south gujarat
| Edited By: | Updated on: Jun 14, 2022 | 8:41 AM

દક્ષિણ ગુજરાત(South gujarat)  અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદ વરસ્યો.દક્ષિણના સુરત, (Surat) નવસારી અને ભરૂચમાં વરસાદ પડ્યો, તો મધ્ય ગુજરાતના ખેડા અને આણંદ આસપાસ વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો.ભરૂચના જંબુસરમાં સીઝનના પહેલા વરસાદમાં જ ઠેર-ઠેર પાણી ભરાયા. તો સુરતના ઓલપાડ, સાયણ અને કીમ, કોસંબા અને માંગરોળ તાલુકામાં પણ વરસાદ થયો.ઉપરાંત નવસારીમાં(Navasari)  પ્રથમ વરસાદમાં રેલવે ગરનાળામાં પાણી ભરાતા હજારો વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.બીજી તરફ ખેડા અને આણંદના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ(Rain) પડ્યો હતો.વરસાદને પગલે રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા.

આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં સત્તાવાર ચોમાસુ બેસી ગયું છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત સુધી ચોમાસુ પહોંચ્યુ છે. તો આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી (Rain) માહોલ રહેશે.હવામાન વિભાગના ડાયરેકટરે મનોરમા મોહંતીએ માહિતી આપતા કહ્યુ હતું કે, આગામી 24 કલાક રાજ્યમાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે છૂટો છવાયો વરસાદ રહેશે. તો આગામી 17 જુનથી પુનઃ વરસાદ આવશે. રાજ્યમાં અત્યાર સુધી પ્રિ મોનસૂન એક્ટિવિટી રહેતી હતી. તે હવે ચોમાસામાં પરિણમી છે. જેના કારણે હવે રાજયના વિવિધ વિસ્તારોમાં કોઈપણ સમયે છૂટો છવાયો વરસાદ આવી શકે છે.