ગુજરાતના (Gujarat) ભરૂચ જિલ્લામાં રવિવારે રાત્રે એક કેમિકલ ફેક્ટરીમાં (Factory Blast)બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ ફેક્ટરીમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં છ કર્મચારીઓએ જીવ ગુમાવ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના મામલે વળતરની (Compensation) જાહેરાત કરી છે. PMએ જાહેરાત કરી છે કે PMNRF તરફથી આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે. આ સાથે ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની આર્થિક સહાય પણ આપવામાં આવશે.
આ ઘટના પર શોક વ્યક્ત કરતા પીએમ મોદીએ પીડિત પરિવારો માટે એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી છે. મૃતકોના પરિવારજનોને 2-2 લાખ અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે. આ દુર્ઘટના અમદાવાદથી લગભગ 235 કિલોમીટર દૂર દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં બની હતી. આ ઘટના રવિવારે રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ બની હતી. ભરૂચના અધિક્ષક લીના પાટીલના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં મૃત્યુ પામેલા છ લોકો તે પ્લાન્ટની નજીક કામ કરી રહ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે એક કેમિકલ પ્રોસેસ દરમિયાન અચાનક વિસ્ફોટ થયો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તે જ સમયે, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. પ્લાન્ટમાં બ્લાસ્ટ થતાં આગ ફેક્ટરીમાં ફેલાઈ ગઈ હતી. જેના કારણે નજીકમાં કામ કરતા છ મજૂરો આગના કારણે ખરાબ રીતે દાઝી ગયા હતા. જેના કારણે તેનું મોત થયું હતું. પોલીસે તાત્કાલિક તમામ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. જો કે આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી.
મહત્વનું છે કે ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં ભરૂચના ઔદ્યોગિક વિસ્તારમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં એક કર્મચારીનું પણ મોત થયું હતું અને બે લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ કેમિકલ મેન્યુફેક્ચરિંગ યુનિટની અંદર પણ થયો હતો. હવે ફરી એકવાર ભરૂચ જિલ્લો બ્લાસ્ટથી હચમચી ગયો છે. મોડી રાત્રે કારખાનામાં અચાનક બ્લાસ્ટ થયો હતો. પીએમ મોદીએ આ ઘટનામાં મૃત્યુ પામેલા છ મજૂરોના પરિવારોને આર્થિક મદદની જાહેરાત કરી છે.
આ પણ વાંચોઃ Ahmedabad: દિલ્હીના ડેપ્યુટી CM મનિષ સિસોદિયા ગુજરાતમાં, ભાવનગરની સ્કૂલોની સ્થિતિ જોવા રવાના થયા
આ પણ વાંચોઃ Surat : આકરી ગરમીને કારણે પીવાના પાણીમાં છેલ્લા એક મહિનાથી 50 એમએલડીનો વધારો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો