ભરૂચ જિલ્લા પોલિસ તથા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીના સંયુક્ત ઉપક્રમે ૩૩માં માર્ગ સલામતી સપ્તાહનું આયોજન જિલ્લા પોલિસ અધિક્ષક ડૉ. લીના પાટીલના અધ્યક્ષસ્થાને કરવામાં કરવામાં આવ્યું હતું. માર્ગ પર થતા અકસ્માતો અને મૃત્યુના કિસ્સાઓ નિવારવા અને લોકોને જાગૃત કરવા માટે એક સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમો સાથે અભિયાન ચલાવવામાં આવશે.માર્ગ સલામતી સપ્તાહ એટલે વાહન ચલાવતી વખતે રાખવાની સુરક્ષા બાબતે જાગૃતિ ફેલાવવા માટેનો સપ્તાહ. જાન્યુઆરી મહિનામાં શહેરમાં માર્ગ સલામતીને લગતી જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવશે.૧૫ થી ૧૭ જાન્યુઆરી દરમિયાન આ સપ્તાહ અંતર્ગત લોકોમાં રોડ પર રાખવાની સાવચેતી અને નિયમો અંગે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવાનો સૌથી મહત્વનો હેતુ માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુનો આંકડો ઘટાડવાનો છે. ટ્રાફિક નિયમોનું પાલન કરી અને કરાવીને જીવન સુરક્ષીત બનાવવાની શપથ લેવાઇ હતી. આ પ્રસંગે આરએસપીએલ કંપની વતી ૩૦૦ જેટલા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે બાઈક રેલી પણ યોજવામાં આવી હતી.
જિલ્લા પોલિસ અધિક્ષક ડૉ. લીના પાટીલના અપક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં દર વર્ષે અનેક લોકો ગંભીર ઇજાગ્રસ્ત થાય છે અને કેટલાય લોકો જીવ ગુમાવે છે. જેનાથી તેમના પરિવારજનોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. પરિણામે આર્થિક અને સામાજિક નુકસાન પણ થતું હોય છે. નાગરિકો સુધી માર્ગે સલામતીનો સંદેશ પહોંચાડવો ખૂબ જ આવશ્યક છે. આપણે રોડ ઉપર સેફ્ટીના નિયમોનું પાલન કરવાથી પોતાના પરિવાર પણ તે પણ સુરક્ષિત રાખીએ છીએ.
એક જાગૃત નાગરિક બનીને સુરક્ષાના દરેક નિયમ પાળવા જોઈએ. આ ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરીએ અને કરાવીએ એ આપણી ફરજ છે. રોડ અને ટ્રાફિકમાં દરેક નિયમોને જવાબદારીથી અનુસરવા જોઈએ. માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી દરમિયાન જિલ્લા અને શહેર માર્ગ સલામતી સમિતિઓ દ્વારા આર.ટી.ઓ, પોલીસ, આરોગ્ય, માર્ગ અને મકાન, નેટનલ હાઇવે ઓથોરીટી સાથે સંકલનમાં ટ્રાફિક નિયમોની જાણકારી અંગે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાય છે.
આ કાર્યક્રમમાં નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડા, આર.ટી.ઓ.ના સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી એમ.એન. ભંગાણે, નાયબ પોલીસ અધિકાચો સરવૈયા , જીએસઆરટીસીના અધિકરી સાથે નેશનલ ફાઇલ આયોરીટીના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
Published On - 7:51 am, Thu, 12 January 23