હવે પોલીસ નાયકની ભૂમિકા ભજવશે, જાણો ભરૂચ પોલીસની અનોખી પહેલ વિશે

ભરૂચ શહેરના રેલવે સ્ટેશન સહીત 5 સ્થળોએ સજેશન બોક્સ મુકવામાં આવ્યા છે. આ બોક્સમાં લોકો નિર્ભય બની ફરિયાદ , રજૂઆત અને સૂચનો મૂકી શકે છે. પોલીસ એક ચોક્કસ સમયગાળા બાદ આ બોક્સ ખોલી મળેલા પત્રનો જવાબ કાર્યવાહી અથવા જરૂરી માર્ગથી આપવા પ્રયત્ન કરશે.

હવે પોલીસ નાયકની ભૂમિકા ભજવશે, જાણો ભરૂચ પોલીસની અનોખી પહેલ વિશે
જાહેર સ્થળોએ સજેશન બોક્સ મુકાયા
| Edited By: | Updated on: May 31, 2022 | 4:03 PM

ભરૂચ(Bharuch) પોલીસ(Police) નાયકની ભૂમિકા ભજવવા જઈ રહી છે. બોલીવુડ ફિલ્મ અભિનેતા અનિલ કપૂર(Anil Kapoor)ની ફિલ્મ નાયક(Nayak Movie)ખુબ પ્રચલિત થઇ હતી. આ ફિલ્મમાં મુખ્ય પ્રધાન(Chief Minister) દ્વારા પ્રજા સાથે સીધો સંપર્ક કેળવવા જાહેર સ્થળોએ સજેશન બોક્સ(Suggestion Box) મુકવામાં આવ્યા હતા, આ બોક્સમાં ફરિયાદ , રજૂઆત અને સૂચનોને આવકારવામાં આવ્યા હતા અને તેનું ત્વરિત નિરાકરણ લાવી લોક સુખાકારી વધારવામાં આવી હતી. ભરૂચ પોલીસ(Bharuch Police) પણ હવે નાયક બનવા જઈ રહી છે જેણે શહેરના અલગ – અલગ સ્થળોએ સજેશન બોક્સ મુકાવ્યા છે. આ બોક્સમાં વ્યક્તિ ઓળખ સાથે અથવા ઓળખ છુપાવીને પોલીસને હકીકતથી વાકેફ રાખી શકે છે સાથે શહેરની સમસ્યાઓ હલ કરવામાં ભાગીદાર બની શકે છે.

 

દરેક કામ માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર રહેશે નહિ

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ચાર્જ લીધા બાદ IPS અધિકારી ડો. લીના પાટીલે(Dr. Leena Patil – SP Bharuch) પ્રથમ રાઉન્ડમાં કડક અધિકારી તરીકેની છાપ ઉભી કર્યા બાદ હવે એક કડક સ્વભાવના અધિકારીમાં રહેલા માનવતાવાદી વ્યક્તિત્વના દર્શન કરાવી રહ્યા છે. સામાન્ય લોકો પોલીસની દૂર રહેવામાંજ ભલાઈ સમજતા હોય છે. આ કારણોસર ઘણીવાર આસપાસના વિસ્તારમાં અસામાજિક કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવા છતાં લોકો આંખો ફેરવી લેતા હોય છે. પોલીસ સુધી હકીકત પહોંચાડી આમ આદમીએ પોલીસ સ્ટેશન જવું પણ ન પડે તેવી ભરૂચ પોલીસે વ્યવસ્થા તૈયાર કરી છે.

લોકો નિર્ભય બની ફરિયાદ , રજૂઆત અને સૂચન આપી શકશે

ભરૂચ શહેરના રેલવે સ્ટેશન સહીત 5 સ્થળોએ સજેશન બોક્સ મુકવામાં આવ્યા છે. આ બોક્સમાં લોકો નિર્ભય બની ફરિયાદ , રજૂઆત અને સૂચનો મૂકી શકે છે. પોલીસ એક ચોક્કસ સમયગાળા બાદ આ બોક્સ ખોલી મળેલા પત્રનો જવાબ કાર્યવાહી અથવા જરૂરી માર્ગથી આપવા પ્રયત્ન કરશે. ભરૂચ એસપી ડો લીના પાટીલે જણાવ્યું હતું કે આ પ્રયોગથી લોકો નિર્ભય બની પોલીસ સમક્ષ પોતાની ફરિયાદ અને રજૂઆત રજૂ કરી સાહસે. ગુનાઓ ઉપર નિયંત્રણ સાથે આ સૂચનો જન સુખાકારી માટે મદદરૂપ સાબિત થશે.

વિદ્યાર્થીનીઓને રોમિયોના ત્રાસથી છુટકારો મળશે

પ્રજાજનો પણ પોલીસની પહેલને આવકારી રહ્યા છે. વિદ્યાર્થીની પાયલ મોદીએ જણાવ્યું હતું કે કોલેજમાં વિદ્યાર્થીનીઓ છેડતી અને રોડ રોમિયોની હેરાનગતિના કિસ્સા બનતા હોય છે. વિદ્યાર્થીનીઓ આવા તત્વો સામે સીધી ફરિયાદ કે તકરાર કરતા દર અનુભવે છે. આ પ્રકારના બોક્સ અસામાજિક તત્વો સામે અસરકારક પુરવાર થશે.

અસામાજિક તત્વો ઉપર નિયંત્રણ આવશે

ભરૂચના રહીશ નવેન્દુભાઇએ જણાવ્યું હતું કે ઘણીવાર ટ્રાફિકની સહિતની સમસ્યાઓ ના હલ માટે શહેરીજનો પાસે ક્રિએટિવ આઈડિયા હોય છે પણ રજૂઆત ક્યાં કરવી? કેવી રીતે કરવી? કોને કરવી? અને અધિકારી નારાજ તો નહિ થાયને? જેવા પ્રશ્નો મનમાં ઉઠવાથી આ વિચાર તંત્ર સુધી પહોંચતા નથી અને સમસ્યા ઠેરની ઠેર રહે છે જે સામે સજેશન બોક્સ સારો માર્ગ જણાઈ રહ્યું છે.

Published On - 3:57 pm, Tue, 31 May 22