ભરૂચમાં બેફામ બન્યા વ્યાજખોરો : બુટલેગરે વ્યાજની વસુલાત માટે 4 ને ચપ્પુના ઘા ઝીક્યાં તો વ્યાજખોરોના ભયમાં યુવાને ફિનાઈલ ગટગટાવ્યું

ભરૂચ જિલ્લામાં એક તરફ વ્યાજખોરો ઉપર પોલીસ તવાઈ બોલાવી જેલના સળિયા ગણાવી રહી છે ત્યારે હજુ આ વેપલા ઉપર નિયંત્રણ આવી શક્યું નથી. વ્યાજખોરોથી ત્રસ્ત બનેલા યુવાને ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. ભરૂચ જિલ્લા પોલીસ છેલ્લા 15 થી 20 દિવસથી વ્યાજખોરો સામે ઝુંબેશ ચલાવી રહી છે.

ભરૂચમાં બેફામ બન્યા વ્યાજખોરો : બુટલેગરે વ્યાજની વસુલાત માટે 4 ને ચપ્પુના ઘા ઝીક્યાં તો વ્યાજખોરોના ભયમાં યુવાને ફિનાઈલ ગટગટાવ્યું
જો તમે સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ (PPF) અથવા નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) યોજનાઓના ખાતા ખોલાવ્યા છે જેથી કરીને તમે તેમાં રોકાણ કરી શકો, તો ચોક્કસપણે આ વર્ષે પણ તમારા ખાતામાં ઓછામાં ઓછા પૈસા રાખો. આમ કરવામાં નિષ્ફળતા એકાઉન્ટ બંધ કરવામાં પરિણમશે. તેને ફરીથી એક્ટિવેટ કરાવવામાં સમય લાગશે અને દંડ પણ વસૂલવામાં આવશે.
| Edited By: | Updated on: Jan 28, 2023 | 6:41 AM

ભરૂચમાં વ્યાજખોરો અને બુટલેગરોનો આતંક વધી રહ્યો છે. પ્રજાસતાક પર્વની મધરાતે કુખ્યાત બુટલેગર અન્નુ દીવાને ટોળકી સાથે મળી 4 લોકોને બેઝબોલ અને પાઇપોના સપાટા ઝીંકી ચપ્પુના ઘા ઝીકી દઈ જીવલેણ હુમલો કર્યો હતો. અન્ય એક ગંભીર ઘટનામાં જખોરોથી ત્રસ્ત બનેલા યુવાને ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. બંને મામલાઓની પોલીસે તપાસ શરુ કરી ધરપકડનો દોર હાથ ધર્યો છે. હજુસુધી આ મામલે ભરૂચ પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

 

 

ભરૂચના નંદેલાવ ગામે આવેલા આશીર્વાદ બંગલોઝમાં નરેશ નટવરભાઈ વસાવા પ્રજાસતાક પર્વની રાતે 10.30 કલાકે તેના મિત્ર સૂરજસિંહ અનિલકુમાર રાજપૂત, ભત્રીજો સોહમ મુકેશ વસાવા અને ભાણીયા ઇન્દ્રજીત નટુ વસાવા સાથે પોતાની ચાહની રેંકડી ઉપર બેઠો હતો ત્યારે નજીકમાં આવેલ રાજીવનગર ઝૂંપડપટ્ટીમાં રહેતો સિદ્ધાર્થ ઉમેશ પટેલ બાઇક ઉપર આવ્યો હતો. સુરજસિંહ પાસે સિદ્ધાર્થે વ્યાજના 5500 રૂપિયાની ઉઘરાણી કરી હતી. સુરાજસિંહ વ્યાજના રૂપિયા આવતીકાલે આપી દઈશ કહેતા સિદ્ધાર્થે ગાળો ભાંડવા માંડી હતી. બોલાચાલી બાદ સિદ્ધાર્થ જતો રહ્યો હતો. થોડીવારમાં 7 થી 8 લોકોને 4 બાઇક ઉપર કુખ્યાત બુટલગર અન્નુ દિવાન થાર કારમાં સુરાજસિંહ પાસે પહોંચ્યો હતો. વ્યાજખોર બુટલેગરોની ટોળકીએ સીધો હુમલો કરી ત્યાં જે હાજર હતું તેમના ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ચા ની રેંકડી ચલાવતા નરેશ વસાવાએ બુટલેગરો અન્નુ દિવાન, સિદ્ધાર્થ સહિત 8 થી 10 હુમલાખોર સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યાનો પ્રયાસ, એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

ભરૂચ જિલ્લામાં એક તરફ વ્યાજખોરો ઉપર પોલીસ તવાઈ બોલાવી જેલના સળિયા ગણાવી રહી છે ત્યારે હજુ આ વેપલા ઉપર નિયંત્રણ આવી શક્યું નથી. વ્યાજખોરોથી ત્રસ્ત બનેલા યુવાને ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. ભરૂચ જિલ્લા પોલીસ છેલ્લા 15 થી 20 દિવસથી વ્યાજખોરો સામે ઝુંબેશ ચલાવી રહી છે. વ્યાજખોરોની ચૂંગલમાં ફસાયેલા લોકોને ન્યાય અપાવવા સાથે તેમના આતંકથી મુક્ત કરાવવા પોલીસની મુહિમ ચાલી રહી છે.શહેરની પુષ્પકુંજ સોસાયટીમાં રહેતા મેહુલ અજિતભાઈ શાહે ફીનાઇલ ગટગટાવી લીધું હતું. જેમને નાદુરસ્ત હાલતમાં પત્ની અને પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં સમયસર સારવાર અર્થે લઈ આવ્યા હતા. યુવાનનો જીવ બચી ગયો હતો. મેહુલે વ્યાજખોરોના ત્રાસની વ્યથા વર્ણવી હતી. બે વ્યાજખોરો તેઓ અને તેમના પત્નીને ફોન કરી ધમકીઓ આપતા હોવા અંગે પોલીસને નિવેદન આપ્યું હતું.

Published On - 4:42 pm, Fri, 27 January 23