International Yoga Day 2022 : દેશના સૌથી જુના ગોલ્ડન બ્રિજ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઈ, પૂલમાં 4633 ફૂટની ગ્રીન કાર્પેટ બિછાવી યોગ કરાયા

|

Jun 21, 2022 | 9:29 AM

આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ' માનવતા માટે યોગ ' ની થીમ પર ઉજવવાનું નક્કી કરાયું છે . રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યભરમાં યોગદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

International Yoga Day 2022 : દેશના સૌથી જુના ગોલ્ડન બ્રિજ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઈ, પૂલમાં 4633 ફૂટની ગ્રીન કાર્પેટ બિછાવી યોગ કરાયા
Yoga day was celebrated in Bharuch

Follow us on

વિશ્વ યોગ દિવસ’(International Yoga Day 2022 ) ની ઉજવણીમાં સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત સમાજના તમામ વર્ગોના લોકોને જોડાવા ભરૂચ(Bharuch) જિલ્લા કલેકટર તુષાર સુમેરા(Tushar Sumera -Collector ,Bharuch) દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. વિશ્વભરમાં દર વર્ષે 21 મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે . આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘ માનવતા માટે યોગ ‘ ની થીમ પર ઉજવવાનું નક્કી કરાયું છે . રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યભરમાં યોગદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ભરૂચ જિલ્લાનો જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસ ઉજવણીનો કાર્યક્રમ સવારે 6:00 કલાકે ગોલ્ડન બ્રિજ  ભરૂચ ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ(Dushyant Patel)ના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં  જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ અને ધારાસભ્ય અરૂણસિંહ રણા ઉપસ્થિતરહયા હતા.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

 

ગોલ્ડન બ્રિજ ઉપરાંત આ કાર્યક્રમ ભરૂચ જિલ્લામાં કબીર વડ , અંકલેશ્વરમાં તાલુકા સેવા સદન , જંબુસરમાં સરસ્વતી વિદ્યા મંદિર , આમોદમાં સ્વામીનારાયણ ગુરૂકુલ , સરભાણ રોડ , હાંસોટમાં કાકાબા હોસ્પીટલ , વાગરામાં શ્રીમતી એમ એમ પટેલ સાર્વજનિક હાઇસ્કૂલ , ઝઘડીયામાં દિવાન ધનજીશા હાઇસ્કૂલ , વાલીયામાં શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર , નેત્રંગ આદર્શ નિવાસી શાળા , ભરૂચ નગરપાલિકામાં માતરિયા તળાવ , અંકલેશ્વર નગરપાલિકા જવાહરબાગ તથા જંબુસર નગરપાલિકામાં સ્વામીનારયણ મંદિર અને આમોદ નગરપાલિકામાં ચામડિયા હાઇસ્કૂલમાં સ્થળોએ યોગ દિવસના કાર્યક્રમ યોજાયા હતા.

ભરૂચ જિલ્લાની તમામ પ્રાથમિક , માધ્યમિક , ઉચ્ચતર માધ્યમિક શાળાઓ કોલેજો , આઈ.ટી.આઈ , ટેકનિકલ કોલેજો , નગરપાલિકાકક્ષાએ , તાલુકા કક્ષાએ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દરેક ગ્રામ પંચાયત ખાતેના કેન્દ્રો પર યોગ શીબિર યોજાઈ હતી. ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ  વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત સમાજના તમામ વર્ગોના લોકોને જોડાવા અનુરોધ કર્યો હતો.

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષાની ઉજવણી કરાઈ

સમગ્ર વિશ્વ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.યોગ કરવાથી થતા લાભાલાભ અંગે જાગૃતિ આવે તે માટે આ દિવસની ઉજવણી થાય છે.યોગ મૂળભૂત રીતે અતિ સૂક્ષ્મ વિજ્ઞાન પર આધારિત આધ્યાત્મિક અધ્યયનનો વિષય છે.આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘માનવતા માટે યોગ’ની થીમ પર ઉજવવાનું નક્કી કરાયું છે, ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજયકક્ષાની ઉજવણી અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે કરવામાં આવી.જેમાં કેન્દ્રીય પ્રધાન ભાગવત કિશનરાવ કરાડ અને હર્ષ સંઘવી ઉપસ્થિતિ પણ હાજર રહ્યા. મહત્વનું છે કે, મુખ્યપ્રધાન સાથે 7,500થી વધુ લોકો સહભાગી બન્યા.

Published On - 8:46 am, Tue, 21 June 22

Next Article