IPL ના સટ્ટાનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું, વિદેશી વેબસાઇટથી ભરૂચનો “સોલી” કરોડો રૂપિયાની લેતી -દેતી કરતો હોવાનો અંદાજ, SOG એ તપાસ શરૂ કરી

આ આંતરરાષ્ટ્રીય રેકેટના ભાગરૂપે વિદેશથી ચાલતી વેબસાઈટ ના મુખ્ય સૂત્રધાર કુખ્યાત સટ્ટાકિંગ અને હિસ્ટ્રીશીટર  સુલેમાન પટેલ ઉર્ફે સોલી ફરાર થવામાં સફળ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે સોલી ભૂતકાળમાં અનેક વખત સટ્ટાના ગુનાઓમાં પોલીસ ચોપડે ચઢી ચુક્યો છે.

IPL ના સટ્ટાનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું, વિદેશી વેબસાઇટથી ભરૂચનો સોલી કરોડો રૂપિયાની લેતી -દેતી કરતો હોવાનો અંદાજ, SOG એ તપાસ શરૂ કરી
| Edited By: | Updated on: Apr 11, 2023 | 7:36 AM

IPL ની સિરીઝ દરમ્યાન સટ્ટા બેટિંગનો જુગાર રમાડી લોકોને રાતોરાત માલામાલ બનવાના સપના બતાવી કંગાળ બનાવવાના રેકેટ ઉપર ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બે અલગ અલગ દરોડાની કાર્યવાહી દરમ્યાન  બે End User ની ધરપકડ કરતા હાઈટેક ગેમ્બલિંગના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ આંતરરાષ્ટ્રીય રેકેટના ભાગરૂપે વિદેશથી ચાલતી વેબસાઈટ ના મુખ્ય સૂત્રધાર કુખ્યાત સટ્ટાકિંગ અને હિસ્ટ્રીશીટર  સુલેમાન પટેલ ઉર્ફે સોલી ફરાર થવામાં સફળ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે સોલી ભૂતકાળમાં અનેક વખત સટ્ટાના ગુનાઓમાં પોલીસ ચોપડે ચઢી ચુક્યો છે. પોલીસની સતર્કતા વધતી જતા એક સમયે રૂબરૂ અને ત્યારબાદ ફોન ઉપર સટ્ટો લખતો સોલી હવે ઓનલાઇન એપ્લીકેશન ડેવલોપ કરી સટ્ટાનો જુગાર રમાડતો હતો. ગુનામાં સોલી સહીત બે લોકોને ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વોન્ટેડ જાહેર કર્યા છે.

બે End User ઝડપાતા નેટવર્કનો ભાંડો ફૂટ્યો

ભરૂચની ભજુવાલા સોસાયટીના મકાન નંબર C/૩૩ ખાતે રેડ કરતા મહંમદ જાવીદ મહંમદ પટેલ નામનો શખ્શ IPL ક્રિકેટ મેચ ઓનલાઇન એપ્લીકેશન “Beet777.Com” તથા “Radhe Exch.Com” દ્વારા ક્રિકેટ મેચ પર સટ્ટા બેટીંગનો હાર જીતનો જુગાર રમતા સ્થળ પર મળી આવ્યો હતો. આ શખ્શ પાસેથી જુગારના સાધનો તથા ૨ મોબાઈલ ફોન સાથે પકડાઇ ગયેલ તેમજ એપ્લીકેશન લીંક નબીપુર ના સુલેમાન પટેલ ઉર્ફે સોલી પાસેથી મેળવી “Beet777.Com” ની એપ્લીકેશન લીંક મીલીત મોદી નાઓને આપી હોવાની કબૂલાત કરી હતી. આ ગુનામાં ભરૂચ શહેર “બી” પો.સ્ટે. ડીવીઝનમાં જુગાર ધારા કલમ ૧૨ (અ) મુજબ ગુનો દાખલ કરાયો છે.

અન્ય એક બનાવમાં મદીના હોટલ પાસે ઇમરાન અહમદ મેમણ ઓનલાઇન એપ્લીકેશન “Silver Exch.Com” દ્વારા ક્રિકેટ મેચ પર સટ્ટા બેંટીંગનો હાર જીતનો જુગાર રમતા સ્થળ પર મળી આવ્યો હતો. આ શખ્શ પાસેથી જુગારના સાધનો અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા. ઈમરાન પણ એપ્લીકેશન લીંક નબીપુર ના સુલેમાન પટેલ ઉર્ફે સોલી પાસેથી મેળવી ગુનો કરતા ભરૂચ શહેર “બી” પો.સ્ટે. ડીવીઝનમાં જુગાર ધારા કલમ ૧૨ (અ) મુજબ ગુનો દાખલ કરાવેલ છે.

Anand Chaudhri, PI – SOG

વિદેશી વેબસાઈટ દ્વારા ભારતીયોને જુગારની બદીમાં ફસાવાય છે : આનંદ ચૌધરી, PI SOG

ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેકટર આનંદ ચૌધરીએ જણાવ્યું હતું કે વિદેશમાંથી ચાલતી વેબસાઈટમાં સોલી જેવા કુખ્યાત લોકો એકાઉન્ટ બનાવી જુગારમાં રસ ધરાવતા લોકોને આઈડી પાસવર્ડ આપે છે. આ end user દ્વારા રમતા જુગાર ઉપર સોલીનું સીધું નિયંત્રણ રહે છે. અંદરખાને ચાલતું આ કૌભાંડ સટ્ટાખોરો સિવાય કોઈને ખબર પડતી નથી અને રોજની કરોડોની હારજીત થઈ જાય છે.

પકડાયેલ આરોપી

  • મહંમદ જાવીદ મહંમદ પટેલ રહે. સી ૩૩, ભજુવાલા સોસાયટી, મનુબર રોડ, ભરૂચ
  • ઇમરાન અહમદ મેમણ, રહે. બી-૧૯, સબનમપાર્ક સોસાયટી, નવી શાકમાર્કેટ પાસે, ભરૂચ

વોન્ટેડ આરોપી

  • સુલેમાન પટેલ ઉર્ફે સોલી રહે. નબીપુર તા.જી.ભરૂચ
  • મીલીત મોદી

સોલીની ધરપકડ આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કરશે

પોલીસ સૂત્રો અનુસાર સોલી આખા કૌભાંડનો માસ્ટર માઈન્ડ છે જેના તાર વિદેશમાં જોડાયેલા છે. સોલી ઝડપાય તો સટ્ટામાં થટી હારજીતની રકમ ક્યાંથી ક્યાં પહોંચે છે અને તેનો ઉપયોગ અસામાજિક કે દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે થાય છે કે કેમ? તેનો પર્દાફાશ થી શકે તેમ છે.

આ કૌભાંડ ઝડપી પાડવામાં PI એ.એ.ચૌધરી સાથે PSI એ.વી.શિયાળીયા તથા અ.હે.કો. શૈલેષભાઇ ઇશ્વરભાઇ , અ.હે.કો.રવિન્દ્રભાઇ નુરજીભાઇ , ભુમિકાબેન ધરમદાસ, સુરેશભાઇ રામસીંગભાઇ તથા મો.ગુફરાન મો.આરીફ તથા તનવીર મોહંમદ ફારૂક એ જહેમત ઉઠાવી હતી.

 

લોકોને રાતોરાત  રોડપતિ  બનાવતી બદી અટકાવવા અધિકારીઓની  કડક સૂચના

પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા પોલીસ અધિક્ષક પોલીસ પોલીસ અધિક્ષક ડૉ. લીના પાર્ટીલની સૂચના અને માર્ગદર્શન આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીએ ટીમને જુગાર અને સટ્ટાબેટિંગની બળી ઉપર નિયંત્રણ લાવવા સક્રિય રહેવા સૂચના આપી હતી. એસ.ઓ.જી. ટીમના પોલીસ અધિકારીઓ સ્ટાફ સાથે એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી તેમજ હાલમાં ચાલી રહેલી IPL સીરીઝ ચાલુ ઉપર કેટલાક જુગારીયા મેચની હારજીત, રન, કોર-સિક્સ, વિકેટ વિગેરે પર ઓનલાઇન મોબાઈલ ઉપર જુગાર રમતા હોય તેવી માહિતી મળતા ગુનાને ઝડપી પાડવા સક્રિય બન્યા હતા.ભરૂચ એસઓજીએ બાતમીના આધારે બે અલગ અલગ સ્થળોએ રેડ કરી હતી.

Published On - 7:30 am, Tue, 11 April 23