
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડનું(Indian Coast Guard) સહાયક બાર્જ ‘ઉર્જા પ્રવાહ’(Urja Pravaha) 04 ફેબ્રુઆરી 2022 ના રોજ ભારતીય કોસ્ટ ગાર્ડ ફ્લીટમાં જોડાયું છે. જેને તત્રક્ષિકા (ઉત્તર પશ્ચિમ) ના પ્રાદેશિક પ્રમુખ કવિતા હરબોલા, ઈન્સ્પેક્ટર જનરલ અનિલ કુમાર હરબોલા, ટીએમ, કમાન્ડર,(ઉત્તર પશ્ચિમ) કોસ્ટ ગાર્ડ પ્રદેશ (એનએનએન)ની હાજરીમાં શોફ્ટ શિપયાર્ડ ભરૂચ(Bharuch) ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. મેસર્સ શોફ્ટ શિપયાર્ડના મેનેજિંગ ડિરેક્ટર સહાય રાજે આ બાર્જની ડિઝાઇન અને તેનું નિર્માણ કર્યું છે.
આ સહાયક બાર્જ ‘ઉર્જા પ્રવાહ’ 1.85 મીટરના ડ્રાફ્ટ સાથે 36.96 મીટર લાંબુ છે. જે કાર્ગો શિપ ફ્યુઅલ, ઉડ્ડયન ઇંધણ અને તાજા પાણી અનુક્રમે 60 ટન, 10 ટન અને 40 ટનની ક્ષમતા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ બાર્જ વિવિધ સીજી ચાર્ટર ઑફ ડ્યુટી માટે દરિયામાં દૂરના વિસ્તારોમાં તૈનાત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજોને લોજિસ્ટિક્સ સપોર્ટ આપીને કોસ્ટ ગાર્ડની કામગીરીમાં વધારો કરશે.
આ પણ વાંચો : Vadodara : કોર્પોરેશનનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર, 1300 કરોડના વિકાસ કાર્યોનું આયોજન
આ પણ વાંચો : Gandhinagar : ધો-10 પછી ડિપ્લોમામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિનો લાભ મળશે, CMનો મહત્વપૂર્ણ નિર્ણય
Published On - 11:08 pm, Fri, 4 February 22